ST employees RTPCR test: અંબાજી એસટી કર્મચારીઓના આરટીપીસીઆર ટેસ્ટ કરાયા, કોરોનાની રસીકરણ હાથ ધરાયુ

ST employees RTPCR test: RTPCR ના ટેસ્ટીંગ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દાંતા તાલુકા બ્રાન્ચ અને આરોગ્ય વિભાગ ના સંયુક્ત ઉપક્રમે કેમ્પ આયોજિત કરવામાં આવ્યો હતો

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા

અંબાજી, ૩૦ ડિસેમ્બર: ST employees RTPCR test: હાલ તબક્કે કોરોના ને ઓમિકોર્ન ના કેસો માં દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે ત્યારે એસ.ટી બસ ના કર્મચારીઓ સતત મુસાફરો ના સંપર્ક માં રહેતા હોવાથી આજે અંબાજી એસ.ટી બસ ડેપો ખાતે એસ.ટી બસ ના કન્ડેકટર ડ્રાઈવરો ના RTPCR ના ટેસ્ટીંગ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દાંતા તાલુકા બ્રાન્ચ અને આરોગ્ય વિભાગ ના સંયુક્ત ઉપક્રમે કેમ્પ આયોજિત કરવામાં આવ્યો હતો અને મોટી સંખ્યા માં એસ.ટી બસ ના ડ્રાઈવર કંડેક્ટરો સહીત અન્ય ડેપો સ્ટાફ ના કર્મચારીઓ ના પણ કોરોના RTPCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

Ambaji 1
કર્મચારી઼ઓ નુ સ્નેહમીલન કાર્યક્રમ યોજાયો

એટલું જ નહીં જે કર્મચારીઓ ના કોરોના પ્રતિરોધક રસીકરણ નો બીજો ડોઝ બાકી હોય તેવા ઓ ને આજે રસીકરણ ની કામગીરી પણ યોજવામાં આવી હતી આ સાથે અંબાજી એસ.ટી ડેપો પોતાની કામગીરી માં જિલ્લા સ્તરે 14મોં નંબર હતો ને હવે બીજા નંબરે આવતા જિલ્લા ના વિભાગીય નિયામક તેમજ સ્વામીનારાયણ ના સંતો દ્વારા અંબાજી એસ.ટી ડેપો ના કર્મચારીઓ ને સ્નેહમિલન સાથે કર્મચારીઓને બિરદાવાનો કાર્યક્રમ પણ યોજ્યો હતો જેમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ફૂલમાળા સહીત શાલ ઓઢાડી સન્માનિત કરાયા હતા અને આવનારા સમય માં વધુ સારી કામગીરી કરવામાં આવે તેવી આશા રખાઈ હતી.

આ પણ વાંચો: Active case in india:ત્રીજી લહેરની આશંકા વચ્ચે દેશમાં કોરોનાના નવા દર્દીઓની સંખ્યામાં 43 ટકાનો વધારો, ઓમિક્રોનના કેસ વધીને 961 થયા

આ પ્રસંગે બનાસકાંઠા એસટી વિભાગીય નિયામક કીરીટભાઈ ચૌધરી, સ્વામીનારાયણ સંત અમ્રુત સ્વામી, પીન્ડવાડા, અંબાજી એસટી ડેપો મેન્જર કે. બી પટેલ, બનાસકાંઠા એસ. ટી કર્મચારી મંડળના મહામંત્રી રાજુભાઈ દેસાઈ, ઈન્ડીયન રેડક્રોસ સોસાયટીની તાલુકા પ્રમુખ મહેન્દ્ર અગ્રવાલ, તેમજ અંબાજી અને દાંતા આરોગ્ય વિભાગ ની ટીમ ઉપસ્થીત રહી હતી.

Whatsapp Join Banner Eng