kuber nagar garbage image 600x337 1

Kubernagar: છારાનગરમાં પીવાનું પાણી અને ગંદકીથી સ્થાનિક લોકોમાં આક્રોશ વારંવાર રજુઆત છતાં કોર્પોરેટરોના આંખ આડા કાન

Kubernagar: ભોળી પ્રજાએ કોંગ્રેસને ખોબે ખોબે મત આપ્યા છતાં વિસ્તારમાં ઠેર ઠેર પીવાનું ગંદુ પાણી , ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે.ત્યારે “ભૂત ગયા અને પલિત આવ્યા”તેવો ઘાટ ઘડાયો

અમદાવાદ, 11 સપ્ટેમ્બરઃ Kubernagar: કુબેરનગર વોર્ડમાં 25 વર્ષ ભાજપના કોર્પોરેટરોએ રાજ કર્યો બાદ ભોળી પ્રજાએ કોંગ્રેસને ખોબે ખોબે મત આપ્યા છતાં વિસ્તારમાં ઠેર ઠેર પીવાનું ગંદુ પાણી , ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે.ત્યારે “ભૂત ગયા અને પલિત આવ્યા”તેવો ઘાટ ઘડાયો છે.

kubernagar 02

કુબેરનગરના છારાનગર રોડ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની સાથે ગટરનું પાણી આવી રહ્યું છે.ગટરો વારંવાર ઉભરાઈ રહી છે.ઠેર ઠેર ગંદકીના ઢગલા જોવાં મળી રહ્યા છે.સ્થાનિક લોકોમાં ઝેરી મેલેરિયાના રોગના દર્દીઓની સંખ્યા વધુમાં વધુ જોવા મળી રહી છે.

આ પણ વાંચોઃ Next Gujarat CM: રાત્રે અચાનક શાહના અમદાવાદ આગમન બાદ બીજા દિવસે રૂપાણીનું રાજીનામું! ગુજરાતના આગામી સીએમ તરીકે આ નામની અડકળ

આ મામલે ત્યાંના કોંગ્રેસના ચૂંટાયેલા કોપોરેટરો અને અધકારીઓને વારંવાર રજુઆત કરવા છતાં કોઈ નક્કર પગલાં લેવા તૈયાર નથી.આ વિસ્તારમાં ગંદકી ના કારણે લોકો “ગંદકી નો કીડો”નામ થી પણ બોલી રહ્યા છે.જ્યારે અધિકારીઓ “આંખ આડા કાન”કરી કોઈની પણ વાત સાંભળી રહ્યા નથી…

kuber nagar


આ મામલે આમ આદમી પાર્ટીના કુબેરનગર વોર્ડના પ્રમુખ જ્યેન્દ્ર અભવેકરે જણાયું હતું કે આગામી સોમવાર સુધીમાં કોર્પોરેશનના અધિકારીઓ કોઈ સુખદ નિરાકરણ નહિ લાવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી હતી.

Whatsapp Join Banner Guj