chief minister chair

Next Gujarat CM: રાત્રે અચાનક શાહના અમદાવાદ આગમન બાદ બીજા દિવસે રૂપાણીનું રાજીનામું! ગુજરાતના આગામી સીએમ તરીકે આ નામની અડકળ

Next Gujarat CM: ગુજરાત રાજકારણમાં કોરોના મહામારીના સમયમાં અથાગ મહેનત કરનાર વિજયરૂપાણીએ ઓચિંતા રાજીનામું ધરી દેતા હવે નવા સીએમ કોણ હશે તેનો ધમધમાટ ચાલી રહ્યો છે

ગાંધીનગર, 11 સપ્ટેમ્બરઃ Next Gujarat CM: ગુજરાતના છેલ્લા 5 વર્ષ સંવેદનશીલ સરકાર ચલાવનાર સીએમ વિજયરૂપાણીએ પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે. ગુજરાત રાજકારણમાં કોરોના મહામારીના સમયમાં અથાગ મહેનત કરનાર વિજયરૂપાણીએ ઓચિંતા રાજીનામું ધરી દેતા હવે નવા સીએમ કોણ હશે તેનો ધમધમાટ ચાલી રહ્યો છે. કમલમમાં રાજકીય નેતાઓનો બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે.

ગુજરાતમાં આગામી વર્ષે (Next Gujarat CM)ચૂંટણી આવી રહી છે. તે પૂર્વે ગુજરાત ભાજપા પ્રત્યે લોકોનો અસંતોષ ટાળવા માટે નવા નેતૃત્વ પરિવર્તનની વાતો થતી હતી. ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બીએલ સંતોષ ગુજરાત આવ્યા બાદ હલચલ તેજ જોવા મળી હતી. કમલમ ખાતે બંધ બારણે રાષ્ટ્રીય નેતાઓ સાથે ગુજરાત ભાજપ પ્રમુખ સીઆર પાટીલની બેઠક ચાલી રહી છે.

આ પણ વાંચોઃ Auction of Gifts of vijay rupani: વિજય રૂપાણીને મળેલી ભેટની 13 સપ્ટેમ્બરે કરાશે હરાજી

ગુજરાત ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકર સાથે બેઠકમાં અન્ય ચાર મહામંત્રીઓ પણ હાજર છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુરુવારે રાતે લગભગ 8 વાગે એકાએક અમદાવાદ આવી પહોંચ્યા હતા. જે પછી આજે સવારે પીએમ મોદીના કાર્યક્રમ પૂર્ણ થયા પછીથી વિજયરૂપાણીએ રાજીનામું આપવા રાજભવન ગયા હતા

પાટીદાર આંદોલન તેજ થયું હતું તે પછી થોડા સમય પૂર્વે જ ખોડલ ધામ ખાતે પણ પાટીદારોએ પોતાનો નેતા આગામી સીએમ હોવો જોઈએ તેવું જણાવ્યું હતું. હાલમાં વિજયરૂપાણીએ ગુજરાતના લોકોનો આભાર વ્યકત કરતાં રાજીનામું આપી દીધું છે. તેને પગલે હવે ગુજરાતમાં નવા મુખ્યમંત્રી કોણ તેનો ધમધમાટ ચાલી રહ્યો છે. વિજયરૂપાણીએ પોતાનું રાજીનામું ધરતા કહ્યું હતું કે મારા જેવા સામાન્ય કાર્યકર્તાને સીએમ જેવી મહત્વપૂર્ણ જવાબદારી સોંપી હતી. તે જવાબદારીને મેં સંપૂર્ણ રીતે નીભાવી છે.

અગામી મુખ્યમંત્રી તરીકે પુરષોત્તમ રુપાલા, ગોરધન ઝડફિયા, મનસુખ માંડવિયાના નામના એંધાણ સંભળાઇ રહ્યા છે.

Whatsapp Join Banner Guj