Dwarka Assembly

Dwarka Assembly: દ્વારકા વિધાનસભા બેઠક માટે ભાજપ માટે મૂંઝવણ સાબિત થઈ શકે

Dwarka Assembly: દ્વારકા 82 વિધાનસભામાં 50 હજાર આહીર સમાજના મતો છે જ્યારે સતવારા સમાજના 40 હજાર મતો છે વાઘેર સમાજના 22 હજાર ઉપર મતો છે જ્યારે મુસ્લિમ અને દલિત સમાજ પણ 25 હજાર મતો ઉપર વર્ચસ્વ ધરાવે છે આવા સમયે જો ત્રણ ઉમેળવર થાય તો ભાજપ માટે જીત આસાન નથી કૉંગ્રેસ માંથી 11 નામો ચર્ચામાં છે જેમાં 5 નામો મજબૂત છે ત્યારે આવા સમયે ભાજપની રણનીતિ પર બધાની મીટ મંડાયેલી છે

દ્વારકા, 26 મેઃDwarka Assembly: 2022 માં ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે ત્યારે દરેક પાર્ટીઓ મજબૂત ઉમેદવારની શોધમાં છે ત્યારે દ્વારકા વિધાનસભા બેઠક માટે ભાજપ અસમંજસની સ્થિતિમાં મુકાય તેમ છે 30 વર્ષથી ધારાસભ્ય પદે રહેલા પબુભા માણેક ને પાર્ટી ટીકીટ આપશે કે કેમ તે અંગે અત્યારથી અટકળો તેજ બની છે 30 વર્ષથી અપક્ષ કૉંગ્રેસ અને ભાજપ ત્રણેય પક્ષમાં પબુભા માણેક ચૂંટાતા રહ્યા છે.

ભાજપ જો નો રિપીટ થિયરી અપનાવે તો પબુભા માણેક નું પતુ કપાઈ શકે સાથે ભાજપ માટે અહીં મજબૂત ઉમેદવાર ન હોઈ ભાજપ મૂંઝવણમાં મૂકાયું છે પબુભા માણેક નું ધારાસભ્ય પદ રદ થયેલ છે 3 વર્ષથી અહીં ધારાસભ્ય પદ ખાલી છે કોર્ટે મેરામણ ગોરીયાની અરજીને અનુસંધાને ફોર્મમાં ક્ષતિ રહેવાના કારણે પબુભા માણેક નું ધારાસભ્ય પદ રદ કર્યું સુપ્રિમ કોર્ટમાં મામલો પેન્ડિંગ છે.

આ પણ વાંચોઃ Mi Band 7: Xiaomi એ તેના નવા Mi બેન્ડ 7 સાથે Redmi Note 11T Pro સિરીઝ કરી લોન્ચ, જાણો ફીચર્સ અને કિંમત

ત્યારે પાંચ વર્ષ પણ હાલમાં પૂર્ણ થઈ જશે ત્યારે ભાજપ આ વખતે પબુભા માણેકને મેદાનમાં ઉતારશે કે નવા ચહેરાને ટીકીટ આપશે તે મુદ્દો જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે પબુભા માણેક વિના ભાજપ પાસે કોઈ મજબૂત ઉમેદવાર નથી જો પબુભા માણેકને ટીકીટ નહીં આપે તો તેમના પુત્રને ટીકીટ મળે તેવી ચર્ચા હાલ જોર ઉપર છે પબુભા માણેક માટે આ વખતે ચૂંટણી પણ આસાન નથી કેમ કે આ વખતે આપ પાર્ટી પણ પોતાનો મજબૂત ચહેરો મેદાનમાં ઉતારશે આવા સમયે પબુભા માણેક માટે જીત આસાન નહીં રહે.(સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ Job recruitment: સરદાર વલ્લભભાઈ પટેલ વહીવટી ભવન બચંદ્રાચાર્ય ઉતર ગુજરાતને પા હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં કરાર આધારીત 90 જગ્યાઓ માટે ભરતી પક્રિયા શરૂ

Gujarati banner 01