Love Jihad: યુવતીને ફોસલાવીને પાડોશમાં રહેતો પરિણીત યુવક ભગાડી ગયો, શહેરના આ પોલીસ સ્ટેશનમાં નોંધાયો ગુનો

Love Jihad: લીવ-ઈનમાં રહ્યાં પછી ધર્મ અંગિકાર કરે એટલે નિકાહ પઢીશું તેવી લાલચ પરિણીત પાડોશી યુવકે આપ્યાની યુવતીની ફરિયાદ નોંધવામાં આવી

અમદાવાદ, 27 જૂનઃ Love Jihad: વડોદરા બાદ અમદાવાદમાં પણ લવજેહાદનો કિસ્સો આવ્યો. અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં રહેતી યુવતીને પાડોશમાં રહેતો પરિણીત યુવક ફોસલાવીને ભગાડી ગયો. લીવ-ઈનમાં રહેવા ઉદેપુરમાં વકીલની ઓફિસે પહોંચ્યાં ત્યાં જ સરખેજ પોલીસે યુવક-યુવતીને ઝડપી લીધાં હતાં. તા. 23ના રોજ અમદાવાદથી ભાગેલાં યુવક – યુવતી (Love Jihad) તા. 25ના રોજ ઝડપાઈ ગયાં છે. લીવ-ઈનમાં રહ્યાં પછી ધર્મ અંગિકાર કરે એટલે નિકાહ પઢીશું તેવી લાલચ પરિણીત પાડોશી યુવકે આપ્યાની યુવતીની ફરિયાદ નોંધવામાં આવી છે.

એમ.કોમ.માં અભ્યાસ કરતી યુવતીને પાડોશમાં રહેતો અને કોઈ કામધંધો નહીં કરતો યુવક ભગાડી ગયો હતો. ધર્મ સ્વતંત્રતા અધિનિયમ અને ધમકી આપ્યા અંગે નોંધાયેલા ગુનાની તપાસ એસીપીને સોંપાઈ છે. સરખેજ(Love Jihad)ના અંબાજી માતાજી મંદિર વિસ્તારમા રહેતી બાવીસ વર્ષની યુવતી તા. 23ના બપોરે પોતાની બહેનપણીના ઘરે કલાસિસમાં જઈ રહી છે તેમ કહીને ઘરેથી નીકળી હતી.

આ પણ વાંચોઃ 12 to 18 year corona vaccine: ટૂંક સમયમાં જ 12થી 18 વર્ષના બાળકોને મળશે આ કંપનીની કોરોનાની રસી- વાંચો સંપૂર્ણ વિગત

એમ.કોમ.માં અભ્યાસ કરતી પુત્રી સાંજ સુધી પરત ન ફરતાં પરિવાજનોએ તપાસ શરૂ કરી હતી. તપાસ ચાલી રહી હતી તે દરમિયાન જ પાડોશમાં રહેતો મુસ્લિમ યુવક પણ લાપતા જણાયો હતો. પ્રાથમિક શોધખોળમાં જ બન્નેનો પતો ન લાગતાં અને બન્નેના મોબાઈલ ફોન બંધ આવતાં હોવાથી સરખેજ પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરવામાં આવ્યો હતો.

અલગ-અલગ ધર્મ(Love Jihad)ના યુવક-યુવતી ગુમ થયાનો મામલો વિવાદી બની રહ્યો હોવાથી સરખેજ પોલીસે ત્વરિત તપાસ શરૂ કરી હતી. બનાવતની જાણ થતાં વિવિધ હિન્દુ સંગઠનોના કાર્યકરો સરખેજ પોલીસ સ્ટેશન પણ એકત્ર થયાં હતાં. સરખેજ પોલીસે યુવતી ગુમ થયાં અંગે જાણવાજોગ નોંધ કરીને તપાસ શરૂ કરી હતી.

Love Jihad

પોલીસની ટીમોએ સર્વેલન્સ અને અન્ય રીતે તપાસ કરતાં યુવક-યુવતી રાજસ્થાનના ઉદેપુર હોવાની પ્રાથમિક વિગતો મળી હતી. પોલીસને તપાસમાં એવી જાણકારી મળી હતી કે, યુવતીને ફોસલાવીને ભગાડી ગયેલા યુવકે નવું સીમકાર્ડ એક્ટિવ કરી દીધું હતું. પોલેીસે ત્વરિત કાર્યવાહી કરી હતી અને એક ટીમને ઉદેપુર રવાના કરી દેવામાં આવી હતી.

સરખેજ પોલીસને ઉદેપુરમાં એક વકીલની ઓફિસના સીસીટીવી ફૂટેજ મળ્યાં હતાં. વકીલની ઓફિસે કાર્યવાહી (Love Jihad) કરે તે પહેલાં જ પોલીસે બન્નેને ઝડપી લીધા હતાં. તા. 23ના રોજ ભાગેલા યુવક- યુવતીને તા. 25ના રોજ ઝડપી લઈ અમદાવાદ લાવવામાં આવ્યાં હતાં. યુવતીની પૂછપરછ કરવામાં આવતાં  એવી ચોંકાવનારી વિગતો ખૂલી હતી કે, પાડોશમાં રહેતો યુવક પરણેલો છે. આ યુવકે તેને લગ્ન કરવાની લાલચ આપી હતી.

આ પણ વાંચો- કોરોના ડેલ્ટા વેરિઅન્ટના વધતા કેસને લઇ WHOએ કરી ખાસ અપીલ, કહ્યું- વેક્સિન લીધા બાદ પણ માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સ જાળવો- વાંચો વિગત

યુવક સાથે ઉદયપુર પહોંચ્યા ત્યારે લગ્નને બદલે લીવ-ઈનમાં રહેવાની વાત યુવકે કરી હતી. યુવકે ધમકી આપીને કહ્યું હતુ ંકે, અત્યારે લીવ-ઈનમાં રહીશું અને ધર્મ અંગિકાર કરે તે પછી નિકાહ પઢીશું. યુવતીના આ કથનના આધારે સરખેજ પોલીસે ધર્મસ્વતંત્રતા અિધનિયમ તેમજ ધમકી આપવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

બનાવની સંવેદનશીલતાં જોતાં તપાસ એમ ડીવિઝનના ઈન્ચાર્જ એસીપી આર.આર. સરવૈયાને સોંપવામાં આવી છે. નોંધપાત્ર બાબત એ છે કે, યુવતી એમ.કોમ.માં અભ્યાસ કરે છે અને તેને ભગાડી જનાર પરિણીત યુવક કોઈ કામધંધો કરતો નથી. સરખેજ વિસ્તારમાં પાડોશમાં રહેતી હિન્દુ યુવતીને મુસ્લિમ યુવક ભગાડી ગયાંના મુદ્દે વાતાવરણ ગરમાયું હતું. 

જો કે, બન્ને પક્ષના આગેવાનોએ સક્રિયતા દાખવીને કાયદાનુસાર કાર્યવાહી થાય તે દિશામાં લોકોની સમજાવટ કરી હતી. બીજી તરફ, સરખેજ પોલીસ સ્ટેશને ટોળાં એકત્ર થયાં હતાં. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને યુવક- યુવતીને ઉદેપુરથી ઝડપી લીધાં છે અને યુવતીની ફરિયાદ નોંધી છે.  કોરોના ટેસ્ટની પ્રક્રિયા પૂર્ણ કરી યુવતીને ભગાડી જનાર યુવકની ધરપકડ કરી ઊંડી તપાસ કરવામા આવશે.

આ પણ વાંચોઃ Gujarat Unlock: આજથી ગુજરાતના 18 શહેરોમાં સરકારે આપી આ છૂટછાટની સાથે રાત્રી કર્ફ્યુના સમયમાં પણ ફેરફાર- વાંચો સંપૂર્ણ અહેવાલ