Woman born without uterus has baby

without uterus birth baby: ગર્ભાશય વિના જન્મેલી આ 35 વર્ષીય મહિલાએ આપ્યો સ્વસ્થ્ય બાળકીને જન્મ, જાણો કેવી રીતે બન્યું આ શક્ય?

without uterus birth baby: 17 વર્ષની ઉંમરમાં અમાન્દાને ખબર પડી કે, તેને ગર્ભાશય નથી. જ્યારે તે પોતાના પિરિયડ મિસ કરી રહી હતી અને સારવાર માટે એક ડૉક્ટરની પાસે ગઈ, ત્યારે તેને ખબર પડી કે તેને ગર્ભાશય નથી

જાણવા જેવું, 27 જૂનઃ without uterus birth baby: એક મહિલા બાળકને ગર્ભાશયના કારણે જ જન્મ આપી શકે છે. કહેવાય છે જો ગર્ભાશય ન હોય તો મહિલા બાળકને જન્મ આપી શકતી નથી. તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક 32 વર્ષીય મહિલાએ ગર્ભાશય વગર એક બાળકીને જન્મ આપ્યો. આ સાંભળીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો કે કોઈ મહિલા ગર્ભાશય વગર કેવી રીતે બાળકને જન્મ આપી શકે છે. પરંતુ આ હકીકત છે અને આવું થયું છે.

આ પણ વાંચોઃ 12 to 18 year corona vaccine: ટૂંક સમયમાં જ 12થી 18 વર્ષના બાળકોને મળશે આ કંપનીની કોરોનાની રસી- વાંચો સંપૂર્ણ વિગત

32 વર્ષની અમાન્દા ગ્રુએનલ નામની મહિલા ગર્ભાશય વગર જન્મી હતી અને તેને આ વર્ષે માર્ચમાં સફળતાપૂર્વક એક સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો. આ અશક્ય ઘટના ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટના કારણે શક્ય બની. જી, હાં 17 વર્ષની ઉંમરમાં અમાન્દાને ખબર પડી કે, તેને ગર્ભાશય નથી. જ્યારે તે પોતાના પિરિયડ મિસ કરી રહી હતી અને સારવાર માટે એક ડૉક્ટરની પાસે ગઈ, ત્યારે તેને ખબર પડી કે તેને ગર્ભાશય નથી.

without uterus birth baby

દરેક મહિલાઓમાં ગર્ભાશય હોય છે, જેનો નાસપતિ જેવો આકાર હોય છે. જ્યારે આ ભ્રૂણમાં ઈંડા અને શુક્રાણુ દ્વારા ગર્ભાધાન થાય છે ત્યારે તે ગર્ભમાં એક બાળક તરીકે વિકસિત થાય છે. અમાન્ડાએ ઇનસાઇડ એડિશન સાથે વાત કરતાં જણાવ્યું કે, જ્યારે હું 16 વર્ષની હતી, ત્યારે મને લાગ્યું કે કંઈક સમસ્યા છે. હું પિરિઅડ્સમાં નહોતી થતી. જ્યારે હું 17 વર્ષની થઈ ત્યારે મને ખબર પડી કે, મારે ગર્ભાશય નથી. મને યાદ છે કે, ડૉક્ટરે મને કહ્યું હતું કે, હું ક્યારેય બાળકને જન્મ નહીં આપી શકું. પરંતુ સફળતાપૂર્વક ગર્ભાશયનું ટ્રાન્સપ્લાન્ટ થયું અને IVF દ્વારા તે સફળતાપૂર્વક પ્રેગ્નન્ટ થઈ અને એક બાળકીને જન્મ આપ્યો જેનું નામ તેને ગ્રેસ રાખ્યું છે. આ આખી ઘટના મારા માટે અવિશ્વસનીય છે.

આ પણ વાંચોઃ Love Jihad: યુવતીને ફોસલાવીને પાડોશમાં રહેતો પરિણીત યુવક ભગાડી ગયો, શહેરના આ પોલીસ સ્ટેશનમાં નોંધાયો ગુનો