Mass marriage Rabari samaj

Mass wedding of the Rabari community: મુખ્યમંત્રીએ રબારી સમાજના પ્રથમ સમૂહ લગ્નોત્સવમાં ૫૧ નવયુગલોને નવજીવનની શુભેચ્છા આપી

Mass wedding of the Rabari community: ગાંધીનગર જિલ્લાના ટીંટોડા ખાતે રબારી સમાજના પ્રથમ સમૂહ લગ્નોત્સવમાં મુખ્યમંત્રીએ ઉપસ્થિત રહી

Mass wedding of the Rabari community: ૫૧ નવયુગલોને આશીર્વચન અને નવજીવનની શુભેચ્છા આપી

ગાંધીનગર, 24 એપ્રિલ: Mass wedding of the Rabari community: ગોરસ ગાંધીનગર, જિલ્લા રબારી સમાજ સમૂહલગ્ન સમિતિ દ્વારા આયોજિત પ્રથમ સમૂહ લગ્નોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રબારી સમાજના આગેવાનોએ મુખ્યમંત્રીનું ભવ્ય સન્માન પાઘડી અને ગુલાબનો મોટો હાર પહેરાવી ને પહેરાવીને તથા સ્મૃતિ ચિહન આપીને કર્યું હતું. કેસરી ખેસ ઓઢાડી રબારી સમાજના સંતોએ પણ તેમનું સન્માન-અભિવાદન કર્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રબારી સમાજના ૫૧ નવયુગલોને દાંપત્ય જીવનની શુભેચ્છા અને આશીર્વાદ આપ્યા હતા.તેમણે રબારી સમાજના આગેવાનો, દાતાઓ તેમજ આયોજન સમિતિના હોદ્દેદારોને સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવા માટે અભિનંદન આપ્યા હતા.

Mass wedding of the Rabari community

તેમણે આ પ્રસંગે જણાવ્યું હતું કે,દરેક સમાજને સાથે રાખી ગુજરાત સરકાર આગળ સૌના સાથ,સૌના વિકાસ ,સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસથી આગળ વધી રહી છે. સૌ સાથે મળી ગુજરાતનો વધુ વિકાસ કેવી રીતે થઇ શકે એ માટે વિચારીએ અને પ્રયત્ન કરીએ એવી અભ્યર્થના પણ તેમણે વ્યક્ત કરી હતી.

Advertisement

પ્રત્યેક નવ યુગલોને ઘરવખરીની રૂ.પાંચ લાખથી વધુની રકમ ભેટ સોગાદો આપવામાં આવી હતી. આ પ્રસંગે ગાંધીનગર જિલ્લાના ધારાસભ્ય શંભુજી ઠાકોર, સંતો-મહંતો, રબારી સમાજના રાજકીય-સામાજિક આગેવાનો અને ૨૫૦૦૦થી વધુ લોકો સમૂહ લગ્નમાં ભાગ લઇ નવ દંપતીને શુભેચ્છા આપી હતી.

આ પણ વાંચો..Maharastra Hanuman chalisa Controversy: નવનીત રાણા અને તેમના પતિ રવિ રાણા 6 મે સુધી કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા

Gujarati banner 01

Advertisement