Navneet rana

Maharastra Hanuman chalisa Controversy: નવનીત રાણા અને તેમના પતિ રવિ રાણા 6 મે સુધી કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા

Maharastra Hanuman chalisa Controversy: અમરાવતીના અપક્ષ સાંસદ નવનીત રાણા વિરુદ્ધ વધુ એક એફઆઈઆર દાખલ થઈ છે. તેમના વિરુદ્ધ આઈપીસીની કલમ 353 હેઠળ સરકારી કામમાં વિધ્ન નાખવાનો મામલો નોંધાયો છે. બીજી બાજુ નવનીત રાણા અને તેમના પતિ રવિ રાણાને આજે બાન્દ્રા કોર્ટમાં હાજર કરાયા. પોલીસે રાણા દંપત્તિની 7 દિવસની કસ્ટડી માંગી હતી. પણ તેમને કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા. 

આજે બંનેને બાન્દ્રા કોર્ટમાં હાજર કરાયા હતા. બંનેની પોલીસ કસ્ટડી માંગવામાં આવી જેને ફગાવી દેવાઈ. કોર્ટે બંનેને 6 મે સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો. તેમની જામીન અરજી પર 29મી એપ્રિલે સુનાવણી થશે.

રાણા દંપત્તિએ શનિવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના ઘર માતોશ્રી બહાર હનુમાન ચાલીસાના પાઠ કરવાની જાહેરાત કરી હતી. જો કે ત્યારબાદ તેમણે પોતાની આ યોજના રદ પણ કરી હતી. અમરાવતીના સાંસદ નવનીત રાણા અને તેમના વિધાયક પતિ રવિ રાણા ખાર સ્થિત તેમના ઘરે રોકાયા હતા. 

કિરીટ સોમૈયાએ કહ્યું- (Maharastra Hanuman chalisa Controversy) રાજ્ય સરકારનો પ્રાયોજિત હુમલો કિરીટ સોમૈયાએ કહ્યું- મારા પર હુમલા માટે મુંબઈ પોલીસ કમિશનર સંજય પાંડે જવાબદાર છે. પોલીસની મદદથી રાજ્ય પ્રાયોજિત હુમલો થયો છે. મને સુરક્ષા આપી છે આમ છતાં પોલીસે મારા પર હુમલો કરાવ્યો છે. મને મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને જે પથ્થર હતો તે મારા મોંઢા પર વાગ્યો હતો, જો હું થોડો ઊંપર હોત તો મારી આંખ પણ ફુટી ગઈ હોત. મુંબઈ પોલીસે 70થી વધુ લોકોનો મારા પર હુમલો કરાવ્યો છે. તેમણે ઉદ્ધવ ઠાકરે પર નિથાન સાધતા કહ્યું હતુ કે જેની સાથે 12 કરોડ લોકો છે અને તેનો કોઈ વાળ પણ વાંકો કરી શકશે નહીં.

મારા ભગવાન મારી સાથે છે અને મોદીજી મારી સાથે છે. આ તરફ, શિવસેનાના કાર્યકરોએ બીજેપી નેતા કિરીટ સોમૈયાની કાર પર પથ્થરમારો કર્યો, જેઓ મોડી રાત્રે બંનેને મળવા ખાર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસ સ્ટેશનમાંથી નીકળતી વખતે શિવસેનાના કાર્યકરોએ તેમની કાર પર પથ્થરો, બોટલો ફેંકાને હુમલો કર્યો હતો. હુમલામાં સોમૈયાની કારના કાચ તૂટી ગયા હતા અને તેમના ચહેરા પર ઈજાના કારણે લોહી નીકળ્યું હતું. સોમૈયાએ આક્ષેપ કર્યો હતો તેમના પર જીવલેણ હુમલો થયો હોવા છતાં, એક નાની ઘટના માટે FIR નોંધવામાં આવી છે.

આ પણ વાંચો..PM Modi promises Kashmiri youth: પીએમ મોદીએ કાશ્મીરી યુવાઓને આપ્યું વચન, જાણો શું કહ્યું

Gujarati banner 01