Mosquito borne disease case

Special report on World Malaria Day: મેલેરિયા મુકત ગુજરાતના નિર્માણ નો રાજય સરકારનો નિર્ધાર

Special report on World Malaria Day: વિશ્વ મેલેરિયા દિવસ-૨૫ એપ્રિલ ૨૦૨૨ની થીમ ‘વૈશ્વિક મેલેરિયા રોગનું પ્રમાણ ઘટાડવા અને જીવન બચાવવા માટે નવીનત્તમ સંવાદ હાથ ધરીએ”. અંતર્ગત આપણે સૌ સહિયારા પ્રયાસથી મેલેરિયા મુક્ત રાજ્યનું નિર્માણ કરીએ.

  • Special report on World Malaria Day: ભારત સરકારના માર્ગદર્શન અને સહયોગથી વર્ષ ૨૦૩૦ સુધી મેલેરિયા મુક્ત ગુજરાત નિર્માણનો લક્ષ્ય પ્રાપ્ત કરાશે
  • વર્ષ ૨૦૨૧માં મેલેરિયા સર્વેલન્સ હેઠળ વસ્તીના વાર્ષિક ૧૮% ના લક્ષ્યાંકની સામે ૨૦.૩૯% વસ્તીને આવરી લેવાઈ: ચાલુ વર્ષે પણ ૨૦% થી વધુ વસ્તીને આવરી લેવામાં આવનાર છે

ખાસ લેખ: દિલીપ ગજજર, સહાયક માહિતી નિયામક

ગાંધીનગર, 24 એપ્રિલ: Special report on World Malaria Day: રાજયમાં મેલેરિયાના રોગ પ્રત્યે વઘુને વઘુ જાગૃતિ આવે અને “મેલેરિયા મુક્ત ગુજરાત”ના નિર્માણ માટે રાજયનુ આરોગ્ય વિભાગ સંપૂર્ણ સુસજ્જ છે. ભારત સરકારના માર્ગદર્શન અને સહયોગથી વર્ષ ૨૦૩૦ સુધી મેલેરિયા મુક્ત ગુજરાત નિર્માણનો લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે આરોગ્ય વિભાગ દ્વારા સઘન આયોજન હાથ ધરાયું છે.

પ્રતિવર્ષ ૨૫ એપ્રિલ વિશ્વ મેલેરિયા દિવસ તરીકે ઉજવાય છે આ વર્ષની થીમ ‘વૈશ્વિક મેલેરિયા રોગનું પ્રમાણ ઘટાડવા અને જીવન બચાવવા માટે નવીનતમ સંવાદ હાથ ધરીએ” નિયત કરાઈ છે ત્યારે મેલેરિયા અગે જાગૃતિ કેળવી આપણે સૌ સહિયારા પ્રયાસથી મેલેરિયા મુક્ત રાજ્યનું નિર્માણ કરીએ.

આરોગ્ય વિભાગ દ્વારા શહેરી તેમજ (Special report on World Malaria Day) ગ્રામ્ય વિસ્તારોમાં હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ દ્વારા સઘન ઇન્ટ્રા અને પેરીડોમેસ્ટિક કામગીરી, પોરાનાશક કામગીરી, ફિવર સર્વેલન્સ, અને IPC દ્વારા લાર્વાનું લાઈવ ડેમોસ્ટ્રેશન કરાશે, તથા બાંધકામ સાઈટની તપાસ, મજૂરોનું બ્લડ સ્ક્રીનીંગ કરાશે, તેમજ જનજાગૃતિ ફેલાય તે માટે શેરી નાટક, રેલી, માઈકીંગ અને પપેટ શોનું આયોજન કરાશે, સોશ્યલ મીડિયાના માધ્યમથી પણ જનજાગૃતિનો પ્રયાસ કરાશે. શહેરમાં LED ડિસ્પ્લે પર જાગૃતિ લાવવા વીડિયો પ્રસારણ કરાશે.

રાષ્ટ્રિય મેલેરિયા નિયંત્રણ કાર્યક્રમ:
Special report on World Malaria Day: બીજા વિશ્વયુદ્ધ પછી જાહેર આરોગ્ય સેવાઓમાં મેલેરિયા નિયંત્રણ માટે ડી.ડી.ટી.નો ઉપયોગ થવા લાગ્યો. આપણા દેશના ગ્રામીણ વિસ્તારોમાં ડી.ડી.ટી.ના છંટકાવના સારા પરિણામ મળવા લાગ્યા જેના કારણે મેલેરિયાના કેસોના પ્રમાણમાં પણ ચમત્કારિક રીતે ઘટાડો નોંધાયો તેની સાથે સાથે ભારતમાં કૃષિ અને વિવિધ ક્ષેત્રના ઉત્પાદન વૃદ્ધિ થતી જણાઈ હતી. આ પરિણામને લક્ષમાં લઈને વિશ્વ આરોગ્ય સંસ્થાએ ૧૯પપમાં ભારતમાં મેલેરિયા નાબુદી કાર્યક્રમ માટે ભલામણ કરી હતી.

Special report on World Malaria Day, chekup

રાષ્ટ્રિય મેલેરિયા નાબૂદી કાર્યકમ :
ભારતમાંથી મેલેરિયાને જડમૂળથી નાબૂદ કરવા ભારત દેશની પૂરી જનસંખ્યા અને દેશના દરેક ભાગને સામેલ કરી શકાય તે હેતુથી રાષ્ટ્રિય મેલેરિયા નાબૂદી કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો અને એ દ્વારા માનવ સમૂહમાંથી મેલેરિયા પરોપજીવી શોધી કાઢી સારવારથી આ પરોપજીવીને સદંતર દૂર કરવા જેથી મચ્છરની હાજરી ભલે હોય પણ મેલેરિયા ફરી ફેલાય નહીં તે માટેનો ઘનિષ્ઠ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. જો કે રાષ્ટ્રિય મેલેરિયા નાબૂદી કાર્યક્રમને શરૂઆતમાં ઘણી સફળતા મળી હતી પરંતુ ભારત ઉપરાંત અન્ય દેશોમાં પણ કેટલાક વિસ્તારોમાં મેલેરિયાનો ફરીથી ઉપદ્રવ થતાં ભારતમાં ૧૯૬૫ માં મેલેરિયાના કેસોની સંખ્યા ઘટીને એક લાખ થઇ હતી તે વધીને ૧૯૭૬માં ૬૪ લાખ સુધી પહોંચી હતી.

મેલેરિયા કેવી રીતે ફેલાય છે?
મેલેરિયા એનોફિલીસ નામના મચ્‍છર દ્વારા એક વ્‍યકિતમાંથી બીજી વ્‍યકિતમાં ફેલાતો રોગ છે. એનોફિલીસ માદા મચ્‍છર મેલેરિયાના દર્દીને કરડે ત્‍યારે પરોપજીવી જંતુને લોહી સાથે ચૂસી લે છે અને ત્યારબાદ તંદુરસ્‍ત વ્‍યકિતને કરડે ત્‍યારે તેને મેલેરીયાનો ચેપ લાગે છે અને તંદુરસ્‍ત વ્‍યકિતને મેલેરિયા થાય છે.

મચ્છરની ઉત્પતિ:-
Special report on World Malaria Day: મચ્છર ચોખ્ખા પાણીમાં અને ગંદા પાણીમાં વગેરેમાં પેદા થાય છે. જો આવી જગ્યાઓમાં પાણી ન ભરાયું હોય તો ઉત્પત્તિ થતી નથી. મચ્છર પાણીમાં ઇડાં મૂકે છે. ઇડામાંથી પોરા થાય છે. પોરામાંથી કોશેટો બને છે. કોશેટોમાંથી મચ્છર બહાર આવે છે. મચ્છરના જીવનચક્રના ચાર તબક્કાઓ-ઇડાં-પોરા-કોશેટો –પુખ્ત મચ્છર છે.

મેલેરિયાના મચ્છરો કયાં રહે છે?

  • મેલેરિયાના મચ્છરો ઘરો અને પશુઓના તબેલામાં રહે છે. પોતાની જાતિની આદત અનુસાર તેઓ ઘરમાં કે ઘરની બહાર આરામ ફરમાવતા હોય છે. આ મચ્છરો આરામ કરવા માટે અંધારી અને છાંયો આપતી જગ્યાઓ, જેમ કે ટેબલની નીચે, પરદાની પાછળ વગેરેને પસંદ કરે છે.

મેલેરિયાના મચ્છરો ક્યારે કરડે છે?

  • મેલેરિયાના મચ્છરો મોટા ભાગે સાંજે કરડવાનું શરૂ કરે છે અને આખી રાત કરડતા રહે છે.

મચ્છર કઇ રીતે ચેપગ્રસ્ત બને છે?

  • મચ્છર જયારે ચેપી રોગથી ગ્રસ્ત દર્દીને કરડે છે ત્યારે તે પોતે ચેપગ્રસ્ત થઇ જાય છે અને આવા મચ્છરો પછી આખી જિંદગી ચેપગ્રસ્ત જ રહે છે.

મેલેરિયાના મચ્છરો ક્યાં પેદા થાય છે?:-

  • મેલેરિયાના મચ્છરો જમા થયેલા ચોખ્ખાં પાણી કે ઘીમે ઘીમે વહેતાં પાણી, તળાવોના કિનારે, નદીના કિનારે, સિંચાઇના સ્રોતો, અનાજનાં ખેતરો, કુવાઓ, ઘીમે ઘીમે વહેતી નદીઓના રેતાળ કિનારાઓ વગેરેમાં પેદા થાય છે.
  • ઘરમાં કે ઘરની આજુબાજુ જયાં પણ પાણી ભરાતું હોય જેમ કે કુલડીઓ, છત પરની ખુલ્લી ટાંકીઓ, પશુઓ માટે પાણી પીવાના હવાડા, વગેરેમાં પણ મેલેરિયા ફેલાવતા મચ્છરો પેદા થાય છે.
  • યાદ રાખો:- ચોમાસામાં વરસાદ પછી મચ્છર ઉત્પત્તિ સ્થાનોમાં વૃધ્ધિ થતા મચ્છરની સંખ્યામાં વધારો થાય છે.

મેલેરિયાના ચિન્હો :
મેલેરિયાના દર્દીને સખત ઠંડી લાગે છે. ધ્રુજારી આવે જે અડધો કલાકથી બે કલાક ચાલે છે ત્‍યારબાદ ૮ થી ૧૨ કલાક તીવ્ર તાવ આવે છે. તાવ એક દિવસના આંતરે આવે અથવા દરરોજ આવે. માથું દુઃખે, શરીર દુઃખે, કળતર થાય, ઉલટી થાય,  ઉબકા આવે, તાવ ઉતરે ત્યારે ખુબ પરસેવો વળે.

સારવાર :
શંકાસ્પદ તમામ મેલેરિયા કેસો જેનું નિદાન ૨૪ કલાકમાં ન થાય તો મેલેરિયાના નિદાન માટે રેપિડ ડાયગ્નોસ્ટીક કિટથી પણ કરી શકાય તેમ છે. માઇક્રોસ્‍કોપી પરિક્ષણમાં મેલેરિયા માલુમ પડે તો આરોગ્‍ય કાર્યકરની સલાહ મુજબ મેલેરિયાની સારવાર લેવી. વાયવેક્ષ પ્રકારના મેલેરિયાની સારવાર માટે ઉંમર પ્રમાણે કલોરોક્વિન અને પ્રિમાક્વિન ૧૪ દિવસ સુધી આપવામાં આવે છે જ્યારે ફાલ્સિપેરમ પ્રકારના મેલેરિયા માટે ACT અને પ્રીમાકિવન આપવામાં આવે છે.

આ સાવચેતીઓ મેલેરિયા સામે રક્ષણ આપશે

  1. મેલેરિયા ફેલાવતા એનોફિલીસ મચ્છરો ચોખ્ખા અને બંધીયાર પાણીમાં પેદા થાય છે.
  2. મચ્છર ઉત્પત્તિ અટકાવવા પાણી સંગ્રહના પાત્રો હવાચુસ્ત રીતે ઢાંકીને રાખો.
  3. ઘરની આજુ-બાજુ પાણીના નાના ભરાવા વહેવડાવી દો કે માટીથી પુરાણ કરો.
  4. પાણીના મોટા ભરાવામાં પોરાનાશક ગપ્પી માછલીઓ અવશ્ય મુકાવો.
  5. મચ્છરોથી બચવા માટે ઘરમાં જંતુનાશક દવાનો છંટકાવ કરાવો.
  6. બારી બારણાઓમાં મચ્છર જાળીઓ લગાવો.
  7. મચ્છર વિરોધી ક્રીમ ત્વચા પર લગાડી માનવ મચ્છરનો સંપર્ક ઘટાડો.
  8. વહેલી સવારે અને સંધ્યાકાળે ઘરના બારી બારણા એક કલાક માટે બંધ રાખો.
  9. જંતુનાશકદવાયુક્ત મચ્છરદાનીમાં જ સુવાનું રાખો.
  10. નાના બાળકો અને સગર્ભા માતાઓએ સુવા માટે જંતુનાશક મચ્છરદાનીનો નિયમિત ઉપયોગ કરવો.
  11. તાવ આવે ત્યારે લોહીની તપાસ અવશ્ય કરાવો.
  12. મેલેરિયાના લક્ષણો જણાય તો તરતજ તબીબી સારવાર લો.
  13. મેલેરિયાથી બચવાનો એક જ ઉપાય વહેલું નિદાન અને સંપૂર્ણ સારવાર.
  14. સરકારી દવાખાના/હોસ્પિટલોમાં નિદાન અને સારવાર મફત કરવામાં આવે છે.

રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રાષ્ટ્રિય વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અન્વયે મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકુનગુનિયા રોગોના નિયંત્રણ અને અટકાયત તેમજ ફાઇલેરિયાના ઉન્મૂલનની પ્રવૃત્તિઓનો અમલ કરવામાં આવે છે.

આ પણ વાંચો..Mass wedding of the Rabari community: મુખ્યમંત્રીએ રબારી સમાજના પ્રથમ સમૂહ લગ્નોત્સવમાં ૫૧ નવયુગલોને નવજીવનની શુભેચ્છા આપી

મેલેરિયા અંગે થયેલ મુખ્ય કામગીરી અને આગામી આયોજનમાં મેલેરિયાના કેસોનું રાજય સરકારની ઔષધસૂચિ મુજબ નિદાન અને સારવાર મફતમાં આપવામાં આવે છે. વર્ષ ૨૦૨૧માં મેલેરિયા સર્વેલન્સ હેઠળ આવરવાની થતી વસ્તીના વાર્ષિક ૧૮% ના લક્ષ્યાંકની સામે ૨૦.૩૯% વસ્તીને આવરી લીધેલ છે અને ચાલુ વર્ષે પણ ૨૦% થી વધુ વસ્તીને આવરી લેવામાં આવનાર છે. દર હજારની વસ્તીએ મેલેરિયા કેસનું પ્રમાણ ૧ થી નીચે રાખવામાં સફળતા મળેલ છે. જે સતત અને સઘન કામગીરી કરી મેલેરીયા નિર્મૂલન સુધી લઇ જવાનું લક્ષાંક છે.

વર્ષ ૨૦૨૧ દરમ્યાન મેલેરિયા માટે સંવેદનશીલ ૪૩૧ ગામોની ૫૯૭ લાખ વસ્તીને જંતુનાશક દવાના છંટકાવ હેઠળ આવરી લેવામાં આવેલ છે જ્યારે વર્ષ ૨૦૨૨ દરમ્યાન ૩૯૧ ગામોની ૫૦૯ લાખ વસ્તીને તારીખ ૧૬.૦૫.૨૨ થી શરુ થતી છંટકાવ કામગીરી હેઠળ આવરી લેવાનું આયોજન છે. વર્ષ ૨૦૨૧ દરમ્યાન મેલેરિયા માટે સંવેદનશીલ ગામોમાં ૬.૯૭ લાખ જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીનું વિતરણ કરેલ છે.

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *