annakut ma ambe

Mataji Pragatyotsav: આજે માતાજીનાં પ્રાગટ્યોત્સવ હોવા છતાં મંદિર પરીસર માં યાત્રીકો વગર સુમસામ જોવા મળ્યુ

Mataji Pragatyotsav: માતાજી નો જન્મોત્સવ હોવાથી માતાજી ને સોનાંના થાળ માં રાજભોગ ધરાવાયો હતો. ને 56 ભોગ નો અન્નકુટ ધરાવાયો

ને શાંકમભરી પુનમ મનાતી હોવાથી માતાજી ને શાકભાજી નો પણ અન્નકુટ ધરાવી મંદિરનાં પુજારી દ્વારા વિશેષ આરતી કરવમાં આવી

Mataji's Pragatyotsav
  • Mataji Pragatyotsav: અંબાજી મંદિર ચાચરચોક માં દર વર્ષે આયોજીત કરાતાં મહાશક્તિ યજ્ઞનું આયોજન આજે પણ કરવામાં આવ્યુ
  • જીલ્લા કલેકટર ની યજમાન પદે હવન ની તમામ ધાર્મીક ક્રિયાઓને પુજા-વિધી કરાઇ
  • જીલ્લા કલેકટર તેમજ ધાર્મીક ઉત્સવ સેવા સમીતીનાં મર્યાદીત સભ્યોનાં હસ્તે મંદિરનાં શિખરે ધજા ચઢાવી તે પણ ટેક પુરી કરાઇ.

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૧૭ જાન્યુઆરીઃ
Mataji Pragatyotsav: યાત્રાધામ અંબાજીમાં આજે પોષસુદ પુર્ણીમાને માં અંબે નો પ્રાગટ્યોત્સવ એટલેકે જન્મોત્સવ ની ઉજવણી ખુબ જ ધામ ધુમ થી કરવામાં આવે છે. પરંતુ કોરોના મહામારીને લઇ અંબાજી મંદિર 22 જાન્યુઆરી સુધી દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવાતા આજે માતાજીનાં પ્રાગટ્યોત્સવ હોવા છતાં મંદિર પરીસર માં યાત્રીકો વગર સુમસામ જોવા મળ્યુ હતુ. તેમ છતાં અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટે વર્ષ પરંપરાગત રીતે ઉજવાતી ધાર્મીક ક્રિયાઓ ને રાબેતા મુજબ રાખી હતી ને વિવિધ કાર્યક્રમો મંદિર ટ્રસ્ટે યોજ્યા હતા. શક્તિપીઠ અંબાજીમાં અંબાજી મંદિર બંધ હોવા છતાં અંબાજી મંદિર ચાચરચોક માં દર વર્ષે આયોજીત કરાતાં મહાશક્તિ યજ્ઞનું આયોજન આજે પણ કરવામાં આવ્યુ હતુ.

જેમાં જીલ્લા કલેકટર ની યજમાન પદે હવન ની તમામ ધાર્મીક ક્રિયાઓને પુજા-વિધી કરાઇ હતી. ને યાત્રીકો પણ મોટી સંખ્યા માં અંબાજી માં જોવા મળ્યા હતા જેમને શક્તિદ્વાર નાં બહાર થી જ માતાજીનાં શિખર અને ધજા ના દર્શન કરી સંતોષ માનવો પડ્યો હતો. આજે માતાજી નો જન્મોત્સવ હોવાથી માતાજી ને સોનાંના થાળ માં રાજભોગ ધરાવાયો હતો. ને 56 ભોગ નો અન્નકુટ ધરાવાયો હતો. સાથે આ પોષીપુનમ ને શાંકમભરી પુનમ મનાતી હોવાથી માતાજી ને શાકભાજી નો પણ અન્નકુટ ધરાવી મંદિરનાં પુજારી દ્વારા વિશેષ આરતી કરવામાં આવી હોવાનુ ભાનુપ્રસાદ ઠાકર (ભટ્ટજી મહારાજ,મંદિર ટ્રસ્ટ) અંબાજી જણાવ્યુ હતુ આ પ્રસંગે ધાર્મીક ઉત્સવ સેવા સમીતી દ્વારા ગબ્બરગઢ થી અખંડ જ્યોત લાવી અંબાજી મંદિર માં જ્યોત થી જ્યોત મીલાવી હતી. ને માતાજી ની પ્રતિમા ની આરતી પણ કરવામાં આવી હતી.

Mataji's Pragatyotsav, dhwaja

માતાજી નાં પ્રાગટ્યોત્સવને લઇ શ્રદ્ધાળુંઓ દ્વારા અંબાજી મંદિરનાં શિખરે આજ નાં દિવસે અનેક ધજાપતાકાઓ ચઢતી હોય છે. ને મંદિર નું શિખર ધજા વગર સુનુ ન રહે તે ને લઇ ધાર્મીક ઉત્સવ સેવા સમીતી ને ધજા ચઢાવવાની પરમીશન મળતાં માતાજીનાં મંદિરે જીલ્લા કલેકટર તેમજ ધાર્મીક ઉત્સવ સેવા સમીતીનાં મર્યાદીત સભ્યોનાં હસ્તે મંદિરનાં શિખરે ધજા ચઢાવી તે પણ ટેક પુરી કરાઇ હતી. જોકે હાલ અંબાજી મંદિર 22 જાન્યુઆરી સુધી બંધ રાખવામાં આવેલ છે ત્યાર બાદ સરકાર ની એ સો પી ની ગાઇડ લાઇન પ્રમાણે મંદિર ખોલવા બાબતે નિર્ણય લેવાશે. તેમ જીલ્લા કલેકટર અને મંદિર ટ્રસ્ટ ના ચેરમેન આનંદપટેલે જણાવ્યુ હતુ.

Advertisement
Mataji's Pragatyotsav

જોકે અંબાજી મંદિર 22 જાન્યુઆર બાદ જ્યારે પણ સરકાર ની એ.ઓ.પી પ્રમાણે ખોલવામાં આવે ત્યારે યાત્રીકો એ પોતાના રસીકરણ નાં બે ડોઝ લીધેલાનાં સર્ટીફિકેટ તેમજ 72 કલાક પહેલા કરાવેલાં આર.ટી.પી.સી આર ટેસ્ટ નો રીપોર્ટ પણ સાથે રાખવાનો રહેશે.

આ પણ વાંચો…Implementation of No Repeat Theory in Gujarat Police: ગુજરાતના પોલીસ સ્ટેશનમાં ‘નો રિપિટ થીયરી’ નું અમલીકરણ શરૂ, ગૃહરાજ્યમંત્રીએ આપ્યો આદેશ

Gujarati banner 01

Advertisement