Platform ticket rate increase: અમદાવાદ ડિવિઝનના મુખ્ય સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટનો દર રૂ.30 કરવામાં આવ્યો.

Platform ticket rate increase: અમદાવાદ ડિવિઝનના મુખ્ય સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટનો દર અસ્થાઈ રૂપથી રૂ.10 થી વધારીને રૂ.30 કરવામાં આવ્યો.

અમદાવાદ, ૧૭ જાન્યુઆરીઃ Platform ticket rate increase: પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન પર કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને, કોવિડ-19ના ફેલાવાને રોકવા અને રેલવે સ્ટેશનો પર બિનજરૂરી ભીડને નિયંત્રિત કરવાના હેતુથી 18 જાન્યુઆરી 2022 થી ડિવિઝનના અમદાવાદ, ગાંધીધામ, પાલનપુર, મહેસાણા, ભુજ, મણિનગર અને સાબરમતી સ્ટેશનો પર પ્લેટફોર્મ  ટિકિટનો દર અસ્થાઈ રૂપ થી ₹10 થી વધારીને ₹30 કરવામાં આવી રહ્યો છે.

રેલવે પ્રશાસન દ્વારા યાત્રીઓને વિનંતી કરવામાં આવે છે કે પ્લેટફોર્મ અને સ્ટેશનો તથા ટ્રેનોમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી કોરોના ગાઈડલાઈનનું પાલન કરે.

આ પણ વાંચો…Mataji Pragatyotsav: આજે માતાજીનાં પ્રાગટ્યોત્સવ હોવા છતાં મંદિર પરીસર માં યાત્રીકો વગર સુમસામ જોવા મળ્યુ

Gujarati banner 01