Mysterious thing shell fell sky

Mysterious thing shell fell sky: અવકાશમાંથી અલગ અલગ ત્રણ સ્થળે ગોળા જેવી વસ્તુઓ પડી, તપાસ શરુ થઇ

Mysterious thing shell fell sky: જિલ્લાના જીતપુરા, દાગજીપૂર અને ખાનકુવા ગામે અવકાશમાંથી ભારેખણ ગોળા જેવી વસ્તુ પડી

અમદાવાદ, 13 મેઃMysterious thing shell fell sky: આણંદના ઉમરેઠ અને ભાલેજ પોલીસ સ્ટેશન તાબેના ત્રણ અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં અવકાશમાંથી અજાણી ભારેખમ ગોળા જેવી વસ્તુઓ પડી છે. આ ઘટનાએ આસપાસના વિસ્તારમાં ભયનું વાતાવરણ સર્જાયું છે. આ વસ્તુઓ જોવા લોકટોળા પણ ઉમટી પડ્યા હતા. જોકે કોઈ જાનહાનિના સમાચાર નથી. પોલીસ ટીમે ઘટના સ્થળે પહોંચી આ અવકાશી વસ્તુ અંગે તપાસ હાથ ધરી છે.

આણંદ જિલ્લાના ઉમરેઠ તેમજ ભાલેજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં અવકાશમાંથી ભારેખમ ગોળા જેવી વસ્તુ પડી છે. જિલ્લાના જીતપુરા, દાગજીપૂર અને ખાનકુવા ગામે અવકાશમાંથી ભારેખણ ગોળા જેવી વસ્તુ પડી છે. પોલીસના જણાવ્યા મુજબ અવકાશમાંથી પૃથ્વી ઉપર પડેલા આ પદાર્થ સેટેલાઈટમાંથી છૂટા પડેલા કોઈ ઉપકરણ હોવાનું પ્રતિત થઈ રહ્યુ છે.

આ અંગેની ચકાસણી માટે સંબંધિત વિભાગ અને એજન્સીઓને જાણ કરવામાં આવી છે.આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર ન હોઈ તંત્રએ ભારે રાહતનો શ્વાસ લીધો છે. જોકે, ઉપરાછાપરી ત્રણે સ્થળે પડેલા અવકાશી પદાર્થ ફરી પણ ક્યાંક પડે તો તેની ચિંતાએ સામાન્ય નાગરિકોમાં ભયનો માહોલ સર્જાયો છે.

આ પણ વાંચોઃ New CEO Of Air India: ટાટાએ એર ઇન્ડિયાના નવા CEOની કરી નિમણૂંક- વાંચો કોણ છે તે?

આ પણ વાંચોઃ White and yellow ghee benefits: તમારુ ઘી ક્યા રંગનું છે? વાંચો સફેદ કે પીળુ કયું ઘી સૌથી વધુ ગુણકારી

Gujarati banner 01