Narmada padyatra

Narmada Panchkoshi Parikrama: માઁ નર્મદાની પંચકોશી પરિક્રમાની સાથે-સાથે માઁ નર્મદાની મહાઆરતીનો લાભ લઈ રહ્યા ભાવિકો

Narmada Panchkoshi Parikrama: માઁ નર્મદાની ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમા આસ્થા-શ્રધ્ધાની સાથે-સાથે ભાવિક શ્રધ્ધાળુઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી રેવાના તીરે આયોજીત થતી માઁ નર્મદાની સાંધ્ય દૈનિક મહાઆરતીનો ભક્તિ ભાવ સાથે નિજાનંદ લાભ લઇ રહ્યા છે

  • Narmada Panchkoshi Parikrama: પરિક્રમાવાસીઓ રોજ સાંજે શૂલપાણેશ્વર મંદિર ગોરા ઘાટ ખાતે યોજાતી માઁ નર્મદાની મહાઆરતીનો મોટી સંખ્યામાં લાભ પણ લઇ રહ્યા છે
  • સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તામંડળ અને શૂલપાણેશ્વર મહાદેવ ટ્રસ્ટ તરફથી ઘંટારવ અને મંત્રોંચ્ચાર સાથે સુંદર વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે: ગોપાલ બામણીયા,અધિક કલેકટર-SoUADTGA
whatsapp banner

નર્મદા, 20 એપ્રિલ: Narmada Panchkoshi Parikrama: ચૈત્ર સુદ એકમથી શરૂ થયેલી પુણ્યસલીલા માઁ નર્મદાની ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમામાં લાખોની સંખ્યામાં ભાવિકો રામપરા રણછોડરાયના મંદિરથી તિલકવાડા શહેરાવ ઘાટ, રેંગણ ઘાટ, કીડી મંકોડી ઘાટે પરિક્રમા પૂર્ણ કરીને ધન્યતા અનુભવે છે. તેની સાથે-સાથે એક પંથ- દો કાજની ભૂમિકા અદા કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આયોજીત માઁ નર્મદાની સંધ્યા મહાઆરતીનો પણ બહોળી સંખ્યામાં ભાવિક શ્રધ્ધાળુઓ લાભ લઇ રહ્યા છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ગોરા ગામ સ્થિત નર્મદા કિનારે સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તામંડળ અને શૂલપાણેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા સંયુકતપણે આદ્યાત્મિક વાતાવરણમાં માઁ નર્મદાની મહાઆરતીનું સુંદર આયોજન પરિક્રમાવાસીઓ-પ્રવાસીઓની ઉપસ્થિતિમાં હ્રદયભાવ સાથે કરવામાં આવી રહ્યું છે. જેનો લાભ ભક્તિભાવ આનંદ ઉલ્લાસ નિજાનંદ સાથે આબાલ વૃધ્ધ સૌ લઇ રહ્યા છે. નર્મદે સર્વદે સૌને સુખ દે, નર્મદે હર હરનો માન ભેર નારો પોકારી લાભ લઇ ધન્યતા અનુભવી રહ્યાં છે.

આ પણ વાંચો:- Rukmini Dwarkadhish Marriage Ceremony: દ્વારકામાં માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ થયો પૂર્ણ, વાંચો વિગત

છેલ્લા ત્રણ વર્ષથી માઁ નર્મદાની મહાઆરતી પ્રવાસી અને શ્રધ્ધાળુઓમાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની છે, તે ઉપક્રમમાં માઁ નર્મદાની ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમા કરવા આવતા શ્રધ્ધાળુઓ પણ હવે આ સાંધ્ય આરતીની ખબર પડતા નર્મદા પરિક્રમાના આરંભ પહેલા અથવા પછી માઁ નર્મદાની મહાઆરતીમાં ભાગ લઇને પાવન અવસરે પોતાના જીવનને ધન્ય બનાવી રહ્યાં છે.

નર્મદા મહાઆરતીમાં ભાગ લેતા ભક્તોમાં આધ્યાત્મિક ઉર્જાનો એક નવો સંચાર કરવા માટે ભક્તિમય ગીતો-ભજનો અને માઁ નર્મદાની આરતી અને નર્મદા અષ્ટકની સંગીતમય રજુઆત કરવામાં આવી રહી છે. જે લોકોને ખૂબજ પસંદ આવી રહી છે. અને ખૂબજ સારો લોક પ્રતિસાદ મળી રહ્યો છે. માં નર્મદાની વંદના દેશ-વિદેશના લોકો વિશ્વ પ્રવાસન સ્થળે આવીને કરી રહ્યા છે જે નર્મદા જિલ્લા માટે ગૌરવ અને આનંદની ઘટના છે.

આ અંગે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ, એક્તા નગરના અધિક કલેકટરશ્રી ગોપાલ બામણીયાએ જણાવ્યુ હતુ કે,હાલમાં ઉત્તર વાહિની નર્મદા પરિક્રમાનું ભક્તિ પર્વ ચાલી રહ્યું છે.જે લોકો સંપૂર્ણ નર્મદા પરિક્રમા કરી શકતા નથી તેઓ પંચકોષી પરિક્રમા કરી સંપૂર્ણ પરિક્રમાનું ફળ અને અનન્ય આનંદ પામે છે.અહીં નર્મદાનાં બંને કાંઠા નિરંતર પરિક્રમા વાસી નર્મદા સાધકોથી ઉભરાય છે.

નર્મદા કાંઠે કંકર એટલા શંકર અને માણસ એટલા યાત્રી ગણાય,આ નર્મદાનો મહિમા છે. તેની સાથે SOU દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી નર્મદા સંધ્યા આરતીનો નિત્ય ભક્તિ ક્રમ શરૂ કરવામાં આવ્યો છે.દરરોજ સાંજે ગોરાનો કાંઠો ભક્તિમય બની જાય છે.

પ્રવાસીઓની સાથે હવે પંચકોશી પરિક્રમાના સાધકો આ દિવ્ય,ભવ્ય અને અલૌકિક રેવા આરતીનો અભિભૂત થઈને લાભ લઈ રહ્યા છે.આરતી પછી ઇતિહાસની આરસી જેવો લેસર શો સ્વતંત્રતા સંગ્રામ,એના સમર્થ અને વીર સુકાની તથા સરદાર સાહેબના પ્રેરક જીવનની ઝાંખી કરાવીને દેશભક્તિની ભાવનાનું સિંચન કરે છે. આમ હાલમાં આ પંથક અને એકતા નગરમાં ભક્તિ અને રાષ્ટ્રભકિતનો સમન્વય સંગમ રચાયો છે. ત્યારે પંચકોશી પરિક્રમાના પુણ્યશાળી સાધકોને SOU પવિત્ર નર્મદા આરતીમાં જોડાઈને યાત્રાની શરૂઆત અથવા પૂર્ણાહુતિ કરવા શૂલપાણેશ્વર મહાદેવ ટ્રસ્ટ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ હાર્દિક નિમંત્રણ પાઠવે છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો