Vasuki naag

Vasuki Naag: ગુજરાતમાંથી ટી-રેક્સ ડાયનાસોર કરતા મોટા વાસુકી નાગના અશ્મિ મળી આવ્યા, જેનો સમુદ્ર મંથનમાં પણ છે ઉલ્લેખ

Vasuki Naag: વાસુકી સાપ વિશ્વનો સૌથી મોટો સાપ હતો, તેમજ ટી-રેક્સએ ડાયનાસોરના યુગનો એક વિશાળ ડાયનાસોર ન હતો.

કચ્છ, 20 એપ્રિલઃ Vasuki Naag: ગુજરાતના કચ્છમાં ખૂબ જ પ્રાચીન અવશેષો મળી આવ્યા છે. આ અવશેષો વાસુકી સાપના છે. આ વિશ્વનો સૌથી મોટો સાપ હતો. આનાથી મોટો કોઈ નાગ નથી. તેમજ ટી-રેક્સએ ડાયનાસોરના યુગનો એક વિશાળ ડાયનાસોર ન હતો. કચ્છની પણંધરો લાઈટનાઈટ ખાણમાંથી વાસુકી નાગના (Vasuki Naag) અશ્મિ મળી આવ્યા છે.

આ પણ વાંચો:- Narmada Panchkoshi Parikrama: માઁ નર્મદાની પંચકોશી પરિક્રમાની સાથે-સાથે માઁ નર્મદાની મહાઆરતીનો લાભ લઈ રહ્યા ભાવિકો

​આ એ જ સાપ છે, જેનો ઉલ્લેખ સમુદ્ર મંથનમાં જોવા મળે છે. તેની મદદથી મંદાર પર્વતને મંથન ચક્રની જેમ ફેરવવામાં આવ્યો. જેના કારણે સમુદ્રમાંથી અમૃત અને ઝેર જેવી ઘણી મહત્વપૂર્ણ વસ્તુઓ બહાર આવી. વૈજ્ઞાનિકોએ આ ખાણમાંથી વાસુકી નાગના કરોડરજ્જુના 27 ભાગોને રિકવર કર્યા છે. તેનું વૈજ્ઞાનિક નામ વાસુકી ઈન્ડીકસ છે.

કચ્છની પાનધ્રો પાસેની લિગ્નાઈટ ખાણમાં અત્યાર સુધીના સૌથી મોટા સાપના અવશેષો મળી આવ્યા છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી રૂરકી (IITR) માં પેલિયોન્ટોલોજીમાં પોસ્ટડોક્ટરલ સંશોધક અને સાયન્ટિફિક રિપોર્ટ્સ જર્નલમાં પ્રકાશિત થયેલા અભ્યાસના મુખ્ય લેખક દેબોજીતે દત્તાએ આ અંગેનો રિપોર્ટ રજૂ કર્યો હતો.જે અનુસાર જે સાપના અવશેષો મળી આવ્યા છે તેની લંબાઇ 49 ફૂટ એટલે કે 15 મીટર સુધીની છે અને આ અવશેષો 47 મિલિયન વર્ષો પહેલાના હોવાનું માનવામાં આવી રહ્યું છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો