New Mayor of Ahmedabad

New Mayor of Ahmedabad: અમદાવાદના નવા મેયર તરીકે પ્રતિભા જૈનની પસંદગી

New Mayor of Ahmedabad: જતિન પટેલને ડેપ્યુટી મેયર બનાવવામાં આવ્યા છે

અમદાવાદ, 11 સપ્ટેમ્બરઃ New Mayor of Ahmedabad: છેલ્લા ઘણા સમયથી મનપાના નવા પદાધિકારીઓની નિમણૂકને લઇને અનેક તર્કવિતર્ક ચાલતા હતા. ત્યારે હવે તેનો અંત આવ્યો છે. મેયર પદ સામાન્ય વર્ગની મહિલા માટે અનામત હોવાથી મહિલા મેયરની નિમણૂક કરવામાં આવી છે.

અમદાવાદના મેયર તરીકે પ્રતિભા જૈનની નિમણૂંક

અમદાવાદના મેયર તરીકે પ્રતિભા જૈનની નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે જતીન પટેલને ડેપ્યુટી મેયર બનાવવામાં આવ્યા છે. તેમજ દેવાંગ દાણીને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બનાવવામાં આવ્યા છે.

શાહીબાગના કોર્પોરેટર પ્રતિભા જૈન અમદાવાદના નવા મેયર બન્યા છે. તેઓ રાજસ્થાની જૈન સમાજના છે. કાઉન્સિલર તરીકે તેમની આ ત્રીજી ટર્મ છે. હાલ તેઓ મહિલા અને બાળ વિકાસ કમિટીના ચેરમેન છે. તેઓ નિર્વિવાદિત વ્યક્તિત્વ ધરાવે છે.

વડોદરાના નવા મેયર તરીકે પિંકી સોનીની વરણી

અમદાવાદ ઉપરાંત વડોદરાના નવા મેયર તરીકે પિંકી સોનીની વરણી કરવામાં આવી છે. આ સાથે નવા ડે. મેયર ચિરાગ બારોટની નિયુક્તિ થઇ છે. આવતીકાલે સુરત, રાજકોટ, ભાવનગર, જામનગરના નવા મેયરઓની જાહેરાત થઇ શકે છે.

આ પણ વાંચો… Vanpal Memorial: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગર ખાતે ગુજરાતના પ્રથમ ‘વનપાલ સ્મારક’નું લોકાર્પણ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો