CM vijay rupani

મોટી જાહેરાત: 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ(night curfew )ના સમયમાં ફેરફાર, આવતી કાલથી લાગુ

ગાંધીનગર,26 મે: રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાત્રિ કર્ફ્યૂ(night curfew)ના સમયને લઈને જાહેરાત કરી છે. જનતાને થોડી રાહત આપતા હવે રાત્રિ કર્ફ્યૂનો સમય રાતના 8 કલાકને બદલે હવે રાત્રિના 9 વાગ્યાથી શરૂ થશે જે સવારના 6 વાગ્યા સુધી લાગૂ રહેશે. રાજ્યમાં લાગુ કરવામાં આવેલા રાત્રી કર્ફ્યૂના સમયમાં બદલાવ કરવામા આવ્યો છે.

Whatsapp Join Banner Guj

આવતી કાલથી રાજ્યના આઠ મહાનગરમાં રાત્રી કર્ફ્યૂ રાત્રી(night curfew) આઠના બદલે રાત્રિના નવ વાગ્યાથી ચાલુ થશે અને જે સવારના 6 વાગ્યા સુધી યથાવત રહેશે. જે અંગેનો નિર્ણય ગાંધીનગરમાં મળેલી કેબિનેટની બેઠકમાં લેવાયો અને તેની જાહેરાત ખુદ સીએમ વિજય રૂપાણી દ્વારા કરવામાં આવી. રાજ્યમાં કોરોનાના વધી રહેલા કેસ વચ્ચે સરકાર દ્વારા રાત્રી કર્ફ્યૂ લાગૂ કરવામાં આવ્યો હતો. ત્યારે હવે કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. જેથી સરકાર દ્વારા થોડી રાહત આપવામાં આવી રહી છે.

ADVT Dental Titanium

આ પણ વાંચો….

મ્યુકરમાયકોસીસની સારવાર(mucormycosis treatment) માટે એક સુત્રતા માટે ૧૧ તજજ્ઞ-તબીબોની ટાસ્કફોર્સની રચના, ૧૪.૩ ટકા દર્દીઓ સાજા થયા