owaisi

નગરપાલિકા ચૂંટણી દ્વારા રાજ્યમાં ઓવૈસી(owaisi)ની એન્ટ્રીઃ મોડાસામાં 9 બેઠકો પર મેળવી જીત

owaisi

ગાંધીનગર, 02 માર્ચઃ ગુજરાત રાજ્યની 31 જીલ્લા પંચાયત, 81 નગરપાલિકા તથા 231 તાલુકા પંચાયતોની રવિવારે ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં મોટાભાગના મતક્ષેત્રોમાં 60 ટકાથી વધુનું રેકોર્ડ બ્રેક મતદાન થયું હતું. ત્યારે સમગ્ર રાજ્યમાં ભાજપનો ભગવો લહેરાઇ રહ્યો છે અને કોંગ્રેસના સૂપડા સાફ થઇ રહ્યાં છે એવામાં મોડાસા નગરપાલિકામાં કોંગ્રેસ પાસેથી વિપક્ષનું પદ છીનવાયું છે.

Whatsapp Join Banner Guj

નગરપાલિકાની ચૂંટણીમાં ઓવૈસીની પાર્ટીની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. મોડાસા નગરપાલિકામાં ઓવૈસી(owaisi)ની પાર્ટીની 9 બેઠકો પર જીત થઇ છે. જ્યારે પાટીદારોના ગઢ ગણતા ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીએ એન્ટ્રી મારી દીધી છે.

નોંધનીય છે કે, સમગ્ર રાજ્યમાં ભાજપનો કેસરિયો લહેરાઇ રહ્યો છે એવામાં જ્યારે ઓવૈસીની પાર્ટીએ 9 બેઠકો પર જીત હાંસલ કરી છે એ એક મોટી વાત કહેવાય. અગાઉ પણ રાજ્યમાં મનપાની ચૂંટણીમાં ઓવૈસીની પાર્ટીએ 7 બેઠકો પર જીત હાંસલ કરી હતી. ઔવેસીની પાર્ટીએ અમદાવાદ મનપામાં સાત બેઠકો પર જીત મેળવી હતી. જમાલપુર અને મકતમપુરામાં 7 બેઠકો પર ઔવેસીની પાર્ટી AIMIM એ જીત મેળવી છે.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો…

MX પ્લેયરએ ‘ચક્રવ્યૂહ (chakravyuh) – એન ઇન્સ્પેક્ટર વીરકર ક્રાઇમ થ્રીલર’નું ટ્રેલર રીલિઝ થયું, 12 માર્ચથી દર્શકો ફ્રીમાં જોઇ શકશે…!