0fbb2e48 a06f 4829 8395 5db574bd517a

MX પ્લેયરએ ‘ચક્રવ્યૂહ (chakravyuh) – એન ઇન્સ્પેક્ટર વીરકર ક્રાઇમ થ્રીલર’નું ટ્રેલર રીલિઝ થયું, 12 માર્ચથી દર્શકો ફ્રીમાં જોઇ શકશે…!

0fbb2e48 a06f 4829 8395 5db574bd517a

chakravyuh: ઇન્સ્પેક્ટર વીરકરની ભૂમિકામાં પ્રતીક બબ્બર ચહેરા વિહોણા બ્લેકમેઇલરને ઝડપી લેવા માટે સમય વિરુદ્ધની તીવ્ર સ્પર્ધામાં છે, આ MX ઓરિજીનલ સિરીઝ 12 માર્ચના રોજ રિલીઝ થઇ રહી છે

મુંબઇ, 1 માર્ચઃ ઉંદર બિલાડીના રોમાંચકતાને MX પ્લેયર્સની હવે પછીની શહેરી ક્રાઇમ સિરીઝ – ‘ચક્રવ્યૂહ(chakravyuh) – એન ઇન્સ્પેક્ટર વીરકર ક્રાઇમ થ્રીલર’ યાદ અપાવી રહી છે. આ MX ઓરિજીનલ સિરીઝમાં માથા ફરેલ ઇન્સ્પેક્ટર વીરકર (પ્રીતક બબ્બર દ્વારા ભજવવામાં આવેલ પાત્ર) સમયથી વિરુદ્ધની સ્પર્ધામાં છે અને એવા એક ચહેરા વિનાના બ્લેકમેઇલરને ઉઘાડો પાડવાના મિશનમાં છે જે કોલેજના યુવાન વિદ્યાર્થીઓને શિકાર બનાવવા ટે ડાર્ક વેબ અને સોશિયલ નેટવર્કીગનો ઉપયોગ કરે છે. શ્રેષ્ઠ વેચાણ ધરાવતી લેખત પિયુષ જ્હાના પુસ્તક ‘એન્ટી-સોશિયલ નેટવર્ક’ પર આધારિત આ સિરીઝ 12 માર્ચના રોજ રિલીઝ થવા જઇ રહી છે અને તેને ફક્ત MX પ્લેયર પર વિના મૂલ્યે સ્ટ્રીમ કરી શકાશે.

Whatsapp Join Banner Guj

સાજીત વોરિયર દ્વારા દિગ્દર્શિત, ‘ચક્રવ્યૂહ – એન ઇન્સ્પેક્ટર ક્રાઇમ થ્રીલર’ એ 8 એપિસોડની વર્તમાન સ્ટોરી છે જે રોષે ભરાયેલ પોલીસની છે અને ન્યાય તોળવાની પોતાની બ્રાન્ડ ધરાવે છે, જે એક ભયાનક ખૂનથી હચમચી જાય છે. તેની તપાસની પ્રક્રિયામાં ઇન્સ્પેક્ટર વીરકર જે લોકો બ્લેકમેઇલ અન્ય ગેરકાયદે પ્રવૃત્તિ કરતા હોય તેવા ટેક સેવી ગ્રુપના તમામને મળે છે. એક માહિતગાર, હેકર અને એક વિદ્યાર્થી સલાહકારની મદદથી ઇન્સ્પેક્ટર વીરકર આ બન્ને કેસ વચ્ચેની ખૂટતી કડી શોધવા પર કેન્દ્રિત છે.

આ પાત્ર વિશે પ્રતીક બબ્બર કહે છે કે – “માથા ફરેલ ઇન્સ્પેક્ટર તરીકે એક અભિનેતા તરીકેની મારી સર્વતોમુખીતાનું નિરૂપણ કરવાની આશા રાખુ છુ. આ સિરીઝમાં મારુ પાત્ર સમય વિરુદ્ધ સતત પીછો કરી રહ્યુ છે અને નિર્દય બ્લેકમેઇલરથી એક કદમ આગળ રહેવાનો પ્રયત્ન કરુ છુ અને સત્ય પર ખોટી બાબતના પ્રભાવ પડવા દેતો નથી. વીરકર એક પોલીસ અધિકારી છે જે પોતાના વિશિષ્ટ માર્ગે સાચા માટે લડે છે – ઘણી વખત તેને કાયદાથી વિરુદ્ધ જવું પડે છે અને સત્યને શોધવા માટે તે કોઇ પણ હદ સુધી જશે”.

Whatsapp Join Banner Guj

પોતાને આ સિરીઝમાં કઇ ચીજે આકર્ષિત કર્યો છે તે બાબતે બોલતા સિમરન કૌર મુન્ડી કહે છે કે, “આ એક સાયકોલોજીકલ ડ્રામા છે જે વર્તમાન અને સાથે અત્યંત સુસંગત છે કેમ કે તે સાયબર ક્રાઇમ- હેકીંગ વગેરેની ખરાબ બાજુના પ્રવર્તમાન સમસ્યા પર ભાર મુકે છે. મને આશા છે કે પ્રેક્ષકોને આ રચના રસપ્રદ લાગશે અને શોને માણશે “.

પ્રતીક બબ્બર સાથે આ સિરીઝમાં સિમરન કૌર મુન્ડી, રુહી સિંઘ, આશિષ વિદ્યાર્થી, શિવ પંડિત, ગોપાલ દત્ત અને આસિફ બસરા પણ અગત્યની ભૂમિકા બજાવે છે. એપ્લાઉઝ એન્ટરટેઇનમેન્ટ દ્વારા માયાવિદના સહયોગથી નિર્માણ પામેલ આ MX ઓરિજીનલ સિરીઝને વિના મૂલ્યે ફક્ત MX પ્લેયર પર 12 માર્ચ 2021ના રોજ સ્ટ્રીમ કરી શકાશે.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો…

મોટા સમાચારઃ ચૂંટણીના પરિણામ જાહેર થતા જ કોંગ્રેસના અમિત ચાવડા અને પરેશ ધાનાણીએ આપી દીધું રાજીનામું (Resignation)