Rishikesh Patel

Palitana New Hospital: પાલીતાણા ખાતે નવી જિલ્લાકક્ષાની હોસ્પિટલનું નિર્માણ થશે

Palitana New Hospital: પાલીતાણા ખાતે રૂ.232 કરોડના ખર્ચે નવી જિલ્લાકક્ષાની હોસ્પિટલનું નિર્માણ કરાશેઃ ઋષિકેશ પટેલ

ગાંધીનગર, 13 ફેબ્રુઆરીઃ Palitana New Hospital: રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે રૂ.૨૩૨ કરોડના ખર્ચે જિલ્લાકક્ષાની નવીન હોસ્પિટલનું નિર્માણ કરાશે. આ માટે રૂ. ૯૭.૫૦ લાખની જોગવાઈ પણ કરાઇ છે.

આ પણ વાંચો… Whatsapp New Feature: વોટ્સએપ યૂઝર્સ સાથે હવે નહીં થાય છેતરપિંડી, સામે આવ્યું આ મહત્વપૂર્ણ ફીચર

વિધાનસભા ખાતે પાલીતાણા ખાતે જિલ્લા કક્ષાની હોસ્પિટલ અંગેના પ્રશ્નના પ્રત્યુતરમાં મંત્રી પટેલે કહ્યું કે, ભાવનગર જિલ્લામાં જિલ્લા મથકે સર-ટી હોસ્પિટલ ખાતે સુપર સ્પેશ્યાલિટી સગવડો સાથે સારવાર પૂરી પાડવામાં આવે છે. તેમજ જિલ્લામાં બે પેટા જિલ્લા હોસ્પિટલ, ૧૩ સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને ૪૮ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો કાર્યરત છે. પાલીતાણા ખાતે નિર્માણ થનાર જિલ્લા કક્ષાની હોસ્પિટલમાં ૪૨૪ પથારીની સંખ્યા ઉપલબ્ધ થશે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો