PM Modi with CR patil CM bhupendra Patel

PM Modi 25th Gujarat Program: આજે વડાપ્રધાન નવી સિવિલ કેમ્પસમાં ઓપીડી એન્ડ વોર્ડ બિલ્ડીંગનું ઈ-ખાતમુહૂર્ત કરશે

PM Modi 25th Gujarat Program: આજે વડાપ્રધાનના હસ્તે રૂા.૪૩૭ કરોડના ખર્ચે નવી સિવિલ કેમ્પસમાં અદ્યતન ઓપીડી એન્ડ વોર્ડ બિલ્ડીંગનું ઈ-ખાતમુહૂર્ત કરાશે

  • PM Modi 25th Gujarat Program: ૧૨ માળ સાથે અદ્યતન સુવિધાઓ સાથેની ૧૫૦૦ બેડની હોસ્પિટલ તૈયાર થશે
  • દક્ષિણ ગુજરાતના જિલ્લાઓના નાગરિકોને અદ્યતન સુવિધાઓ સાથેની હોસ્પિટલ પ્રાપ્ત થશે
  • સાંજે ૪.૩૦ વાગે સિવિલ હોસ્પિટલના ઓડીટોરીયમ ખાતે કાર્યક્રમ યોજાશે

અમદાવાદ, 25 ફેબ્રુઆરી: PM Modi 25th Gujarat Program: વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.૨૫મી ફેબ્રુઆરીના રોજ રાજકોટ ખાતે કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગો હેઠળના કરોડો રૂપિયાના અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે. જે અંતર્ગત દક્ષિણ ગુજરાતની સૌથી મોટી નવી સિવિલ હોસ્પિટલ ખાતે અંદાજે રૂ.૪૩૭ કરોડના ખર્ચે ઓપીડી & વોર્ડ બિલ્ડીંગનું વડાપ્રધાનના હસ્તે ઈ-ખાતમુહૂર્ત થશે.

જેનો જીવંત પ્રસારણ સાથેનો કાર્યક્રમ સાંજે ૪.૩૦ વાગે સિવિલ હોસ્પિટલના ઓડીટોરીયમ ખાતે યોજાશે. સુરત શહેરની હાલની વસ્તી અંદાજીત ૮૩.૩૩ લાખ છે અને ૨૦૩૧ સુધીમાં તે વધીને ૯૭.૧૦ લાખ થવાની ધારણા છે. ડબ્લ્યુએચઓના નિયમો મુજબ, ૧૦ લોકો દીઠ ૩.૫ બેડએ આર્થિક વિકાસના મધ્યમ સ્તર માટે સૂચવવામાં આવેલી હોસ્પિટલમાં બેડની આવશ્યકતાઓ છે. એવી ધારણા છે કે, નવા બ્લોકમાં આઇપીડી ઘટક મારફતે વાર્ષિક ૧.૫૦ લાખ દર્દીઓ અને આઉટપેશન્ટ સેવાઓ મારફતે આશરે ૧૪.૫૦ લાખ દર્દીઓને આરોગ્યસેવા પૂરી પાડવામાં આવશે.

Modi Archive Post: રાજકોટ હંમેશા મારા હૃદયમાં ખૂબ જ વિશિષ્ટ સ્થાન ધરાવે છે: પ્રધાનમંત્રી

આ સમગ્ર પ્રોજેટમાં ગ્રાઉન્ડ + ૧૨ માળનો આરસીસી ફ્રેમ સ્ટ્રક્ચર હાઉસિંગ વોર્ડ, ઓપરેટિંગ રૂમ, સ્પેશિયલ રૂમ, ઓપરેશન થિયેટર રૂમ, તાત્કાલિક સારવાર, જીરીયાટીક, ડર્મેટોલોજી, સર્જરી, સાયક્યાટ્રીક, ઇએનટી, ઓપ્થેલમોલોજી, પીડિયાટ્રિક, ઓર્થોપેડિક, ગાયનેકોલોજી જેવા વિભાગો તેમજ વહીવટી કચેરીઓ, વેઈટીંગ એરિયા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ બનશે. સાથે ડાયગ્નોસ્ટિક મશીન (એક્સ-રે, એમઆરઆઇ, સીટી સ્કેન), સર્જિકલ ઉપકરણો, દર્દીની દેખરેખ સિસ્ટમ સાથેની ૧૫૦૦ બેડની ક્ષમતા ધરાવતી હોસ્પિટલ બનશે. તબીબી સ્ટાફ (ડોકટરો, નર્સો, ટેકનિશિયનો), વહીવટી સ્ટાફ, સહાયક સ્ટાફ (સફાઇ, જાળવણી) વગેરે માટે પૂરતી જગ્યા ઉપલબ્ધ બનશે.

વર્તમાન કેમ્પસમાં ખૂટતી મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ થાય એ માટે ડિઝાઇનનો વિચાર પ્લોટ પર માન્ય એફએસઆઇને મહત્તમ બનાવવાનો છે. દર્દીઓ, તબીબી સાધનો અને કર્મચારીઓને કાર્યક્ષમ રીતે સમાવવા માટે અદ્યતન હોસ્પિટલ નિર્મિત થશે. અત્યાધુનિક હોસ્પિટલના નિર્માણ થવાથી સુરત અને દક્ષિણ ગુજરાત સાથે બોર્ડર સ્ટેટ જેમ કે મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર આસપાસના વિસ્તારોના રહેવાસીઓને શ્રેષ્ઠ આરોગ્ય સુવિધા મળશે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *