429be5dd 1439 4969 8a34 88091b4faf4f

POBF FB Page: નવલા નોરતામાં નવલી શરૂઆત,પાર્લામેન્ટ ઓફ બર્ડ ફિલાટેલિસ્ટ એફબી પેજની રચના

POBF FB Page: ભારતીય ઉપખંડમાં ૧૩૦૦ થી વધુ પક્ષી પ્રજાતિઓ જોવા મળે છે પરંતુ આપણી ડાક સામગ્રીમાં માંડ ૬૦ પ્રજાતિઓને સ્થાન મળ્યું છે

વડોદરા, 13 ઓક્ટોબરઃPOBF FB Page: સોશિયલ મીડિયાનું એક સશક્ત મંચ છે ફેસબુક અને ફેસબુક પેજ.આ નવીન છતાં ખૂબ ઝડપથી વિશ્વવ્યાપી બનેલા માધ્યમના જ્યારે વિવિધ રીતે જોખમી પ્રભાવો ઉજાગર થઈ રહ્યા છે તેવા સમયે વડોદરાના પક્ષી છબીકાર અને ડાક સામગ્રીના સંગ્રાહક ડો.રાહુલ ભાગવત અને તેમના સમાન રસ અને શોખ ધરાવતા મિત્ર યશોધન ભાટિયા કે જેઓ પણ એક ઉત્તમ કક્ષાના પક્ષી છબીકાર અને પક્ષી ટપાલ ટિકિટ સંગ્રાહક છે, આ બંને એ સમાજને ઉપયોગી અને દિશાદર્શક બની રહે તેવા અને નવીન વિચાર આધારિત એફ.બી. પેજની રચના કરી છે.

આ પેજનો વિષય ભારતીય ઉપખંડની પક્ષી વિવિધતા અને જગતના દેશોએ ભારતીય ઉપખંડના પક્ષીઓ અંગે પ્રકાશિત કરેલી ટપાલ ટિકિટો અને ડાક સામગ્રી એવો એકદમ જુદો તરી આવતો રાખવામાં આવ્યો છે.એટલે કે ભારતીય ઉપખંડના પક્ષીઓને લગતી ટપાલ સામગ્રીના સંગ્રાહક અને તેમાં રસ ધરાવતા લોકો માટેનો જાણે કે આ સોશિયલ મીડિયા મંચ છે. ૧૩ મી ઓકટોબરની નેશનલ ફિલાટેલી દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. ફીલાટેલી એટલે ટપાલ ટિકિટો અને ડાક સામગ્રીના અભ્યાસનો ઇતિહાસ.તેને સુસંગત રીતે આજે ૧૩મી ઓકટોબરે આ પાર્લિયામેન્ટ ઓફ બર્ડ ફિલાટેલિસ્ટ નામક પેજ તરતું મૂકવામાં આવ્યું છે.

1b6ff7c7 8297 48e8 8554 101ab73953b4


ભારતીય ઉપખંડમાં ૧૩૦૦ જેટલી વિવિધતાસભર, આકર્ષક, રમણીય અને ઋતુ તેમજ હવામાનની અનુકૂળતા પ્રમાણેની પક્ષી સૃષ્ટિ જોવા મળે છે તેવી જાણકારી આપતાં ડો.રાહુલ ભાગવતે જણાવ્યું કે, સ્વદેશી ડાક સામગ્રી અને ટપાલ ટિકિટો પર માત્ર ૬૦ જેટલી પ્રજાતિઓને જ સ્થાન મળ્યું છે. તેમણે જણાવ્યું કે આશ્ચર્યની વાત એ છે કે જગતના દેશોએ ભારતીય ઉપખંડની પક્ષી વિવિધતાને પોતાની ટપાલ ટિકિટો અને પોસ્ટલ મટીરીયલ પર સ્થાન આપ્યું છે.

આ પણ વાંચોઃ shahrukh khan: દીકરાના કારણે પિતાને મળી સજા..! મોટી બ્રાન્ડે જાહેરાતો પર લગાવી રોક, સોશિયલ મીડિયા પર કિંગ ખાનનો થઇ રહ્યો છે વિરોધ


તેમણે દાખલો આપતાં જણાવ્યું કે વિયેતનામ એ ભારતીય ઉપખંડનો દેશ નથી.છતાં પણ ઇન્ડિયન સ્કીમર નામના ભારતીય પક્ષીની ટપાલ ટિકિટ આ દેશે બહાર પાડી છે.એટલે ભારતીય ઉપખંડના પક્ષીઓનું નિરૂપણ કરતી વિશ્વના કોઈપણ દેશની ટપાલ સામગ્રી આ પેજ પર મૂકી શકાશે. તેઓ સ્પષ્ટ કરે છે કે અમારા પેજનો કોઈ વ્યવસાયિક આશય નથી કે અમે ટપાલ સામગ્રીના વેચાણ વિનીમયનું પ્લેટફોર્મ તેને બનાવવા માંગતા નથી. અમારો આશય પોસ્ટલ સામગ્રીને લગતા જ્ઞાનની વહેંચણીનો,આદાન પ્રદાનનો અને આ પ્રકારના શોખને પ્રોત્સાહિત કરવાનો છે.એટલે પક્ષી વિષયક ડાક સામગ્રીના સંગ્રાહકોની સાથે રસ ધરાવતી કોઈપણ વ્યક્તિ આ રચનાત્મક મંચ સાથે જોડાઈ શકે છે.


ફિલાટેલી એ ખૂબ વ્યાપક અને વિવિધતાથી ભરેલું ક્ષેત્ર છે.તો પક્ષી છબિકલાનું વિશ્વ પણ આ અસીમ છે.આ પેજ આ બંનેને જોડવાનો પ્રયાસ છે. ફિલાટેલિ એટલે ડાક સામગ્રી જેમાં ટપાલ ટિકિટો,મીની સ્ટેમ્પ્સ,મિનીએચર શીટ્સ, મીન્ટ શીટ્સ,પ્રથમ દિવસ પરબીડિયું,ખાસ કવર્સ, ઓટોગ્રાફ કવર,પોસ્ટ કાર્ડ, પોસ્ટલ માર્ક, મેક્સિમમ કાર્ડ, એ બધાનો સમાવેશ થાય છે.બંને ક્ષેત્રો ખૂબ વિવિધતાથી ભરેલા છે.
સોશિયલ મીડિયા પર બહુધા ખંડનાત્મકતાની છાપ લાગી છે તેવા સમયે તેને રચનાત્મકતા, સર્જનાત્મકતા અને જ્ઞાનમંચની આભા આ પ્રકારના પેજથી મળશે.તેની સાથે સમાજમાં પક્ષીસૃષ્ટિની સમજ અને લગાવ વધશે એવી આશા રાખી શકાય.

Whatsapp Join Banner Guj