dimple raval diva jamnagar

Divada of Divyang children: સ્વદેશી અપનાવો અંતર્ગત ભારત તિબ્બત સંઘ મહિલા વિભાગ દ્વારા દિવ્યાંગ બાળકો ના દિવડાની ખરીદી

Divada of Divyang children: અપની દિવાલી અપને લોગો કે લીએ દિવાલી હેઠળ ચાઈનીઝ દિવડાઓનો વિરોધ કરાયો

જામનગર, ૧૩ ઓક્ટોબર: Divada of Divyang children: ભારત તિબ્બત સંઘ જામનગર જિલ્લા-શહેર મહિલા વિભાગ દ્વારા ગુજરાત પ્રાંત માંથી મળેલી સૂચના અનુસાર દિવાળીના તહેવારોમાં સ્વદેશી વસ્તુઓના વપરાશ પર ભાર મુકતા દિવ્યાંગ બાળકો એ બનાવેલા દિવડાઓની સામુહિક ખરીદી કરવામાં આવી હતી.

જામનગરના મેહુલનગર ટેલિફોન એક્સચેન્જ નજીક આવેલા ૐ ટ્રેનિંગ સેન્ટર ના દિવ્યાંગ બાળકો દ્વારા બનાવવામાં આવેલા સંપૂર્ણ સ્વદેશી દીવડાઓ ખરીદ કરી ચાઈનીઝ દિવડાઓનો વિરોધ કરીને ભારત તિબ્બત સંઘ દ્વારા ઉદાહરણરૂપ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.

Divada of Divyang children

ભારત તિબ્બત સંઘના જામનગર જિલ્લા અધ્યક્ષ ડિમ્પલબેન રાવલે જણાવ્યું હતું કે અપની દિવાલી અપને લોગો કે લીએ દિવાલી કાર્યક્રમ હેઠળ આગામી દિવાળીમાં સઘની તમામ બહેનો સ્વદેશી વસ્તુઓ જ ઉપયોગ માં લેનાર છે જેના ભાગરૂપે આજે દિવ્યાંગ બાળકોએ બનાવેલા દિવડાની ખરીદી કરવામાં આવી અને અન્ય લોકો ને ખરીદ કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો…CNG PNG Price:પેટ્રોલ-ડીઝલના હાઈ રેટ વચ્ચે CNG-PNG ફરી થયા મોંઘા, 8 મહિનામાં 5 વખત વધ્યા ગેસના ભાવ

આ કાર્યક્રમમાં ૐ ટ્રેનિંગ સેન્ટર ના સંચાલક અને જેમને દિવ્યાંગ બાળકો ને દીવડા બનાવવાની પ્રેરણા આપી તે ડિમ્પલ બેન મેહતા, ભારત તિબ્બત સંઘ જામનગર જિલ્લા- શહેર ના અધ્યક્ષ ડિમ્પલબેન રાવલ, ધારાબેન પુરોહિત, પૂર્ણિમાબેન નંદા, પારુલબેન સોની અને પ્રીતિબેન પંડયા સહિતના બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

Whatsapp Join Banner Guj