Aryan Khan involved in drug party

shahrukh khan: દીકરાના કારણે પિતાને મળી સજા..! મોટી બ્રાન્ડે જાહેરાતો પર લગાવી રોક, સોશિયલ મીડિયા પર કિંગ ખાનનો થઇ રહ્યો છે વિરોધ

shahrukh khan: શાહરુખને બોય કોટ કરવા માટે ‘#Boycott_SRK_Related_Brands’ ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યો છે. આવી સ્થિતિમાં તમામ મોટી બ્રાન્ડે તેમની જાહેરાતો અને ડીલ અનિશ્ચિત સમય માટે રોકી દીધા છે

બોલિવુડ ડેસ્ક, 13 ઓક્ટોબરઃshahrukh khan: ફિલ્મ ઝીરોની નિષ્ફળતા બાદ, ત્રણ વર્ષના લાંબા બ્રેક બાદ શાહરૂખ ખાન ફિલ્મોના સેટ પર પાછો ફર્યો. શાહરૂખ ખાન ઘણી મોટી બ્રાન્ડનો ફેસ છે. આવી સ્થિતિમાં શાહરૂખ આ ફેસ્ટિવ સિઝનમાં નવી જાહેરાતો અને ફિલ્મો કરવા જઇ રહ્યો હતો. પરંતુ, આ દરમિયાન, પુત્ર આર્યનના ડ્રગ્સ કેસ એટલી હદે ચગ્યો કે દીપિકા સાથે ફિલ્મ પઠાન અને સાઉથના ડિરેક્ટર અતલીની ફિલ્મનું શૂટિંગ અનિશ્ચિત સમય માટે રોકી દેવામાં આવ્યું છે

શાહરખ ખાનના પુત્ર આર્યન ખાનની ધરપકડ બાદ સોશિયલ મીડિયા પર સતત વિરોધ થઈ રહ્યો છે. શાહરુખને બોય કોટ કરવા માટે ‘#Boycott_SRK_Related_Brands’ ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યો છે. આવી સ્થિતિમાં તમામ મોટી બ્રાન્ડે તેમની જાહેરાતો અને ડીલ અનિશ્ચિત સમય માટે રોકી દીધા છે. એટલે કે આ ફેસ્ટિવ સિઝને શાહરૂખને આર્થિક ફટકો પણ આપ્યો છે

આ પણ વાંચોઃ Navratri celebration in Afghanistan: તાલિબાન શાસનમાં પણ હિન્દુ સમુદાયે, ‘હરે રામા, હરે કૃષ્ણા’ની ગૂંજ, હિન્દુઓએ મંદિરમાં આ રીતે નવરાત્રિ ઉજવી

સોશિયલ મીડિયા પર વિરોધ બાદ ‘Education Platform BYJU’ એ અત્યારે શાહરૂખના તમામ એડ્સ પર હાલ રોક લગાવી દેવામાં છે. તમને જણાવી દઈએ કે શાહરુખ વર્ષ 2017 થી BYJU નો બ્રાન્ડ એમ્બેસેડર છે. BYJU એ આ નિર્ણય ત્યારે લીધો જ્યારે શાહરૂખની એડ્સ સોશિયલ મીડિયા પર ટ્રોલ થવાની શરૂ થઈ ગઇ. ખરેખર, એડ્સ અને ફિલ્મો બાળકો પર સીધી અસર કરે છે, આને કારણે ઘણા ફેન્સને રીલ અને રિયલ લાઇફ વચ્ચેનો આ તફાવત અટપટો લાગ્યો હતો

આ સાથે, તાજેતરમાં વિમલ ઇલાઇચીએ પણ તેની નવી એડમાં શાહરૂખ વગર માત્ર અજય દેવગણ સાથે શૂટ કર્યું હતું. માત્ર વિમલ ઇલાઇચી જ નહીં – ડી ડેકોર, બિગ બાસ્કેટ, એલજી – શાહરૂખ ફેમિલી બ્રાન્ડ્સને એન્ડોર્સ છે. તે આ ફેસ્ટિવ સીઝનમાં ધમાકેદાર વાપસીની તૈયારી કરી રહ્યો હતો. પરંતુ, શાહરૂખની તૈયારીઓ હવે સંકટમાં ફેરવાઈ ગઈ છે. અને આ સાથે શાહરૂખની બ્રાન્ડ વેલ્યુ પણ નબળી પડી રહી હોય તેવું લાગે છે. તમને જણાવી દઈએ કે શાહરુખની બ્રાન્ડ વેલ્યુ 378 કરોડ જણાવવામાં આવી રહી છે. કિંગ ખાન હાલમાં 40 બ્રાન્ડ્સને પ્રમોટ કરી રહ્યા છે. દરેક બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે શાહરૂખની ફી આશરે 4 કરોડ રૂપિયા છે.

આ પણ વાંચોઃ Parking charge in Ahmedabad: અમદાવાદમાં પાર્કિંગ ચાર્જમાં થશે મોટા ફેરફાર, વાંચો વિગત

આર્યન ડ્રગના કેસમાં ફસાયા બાદ બ્રાન્ડ્સને મોટું નુકસાન થઈ રહ્યું છે કારણ કે શાહરૂખ ખાનને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ ફી ચૂકવવામાં આવી ચુકી છે. પરંતુ પ્રેક્ષકોનો વિરોધ એટલો જોરદાર થઈ ગયો છે કે તમામ બ્રાન્ડ્સે નવી એડ અને ફિલ્મો અથવા પ્રમોશન પર ટ્રોલ થવાના ડરથી તેને રોકી દેવાનું જ યોગ્ય સમજ્યુ છે. જ્યાં સુધી મામલો ઠંડો ન થાય ત્યાં સુધી કોઈ પણ બ્રાન્ડ પોતાનું નુકસાન કરવા માંગતી નથી.

ફોર્બ્સ અનુસાર, શાહરૂખ ખાનની નેટવર્થ 5116 કરોડ રૂપિયા છે. ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, શાહરૂખના કારણે, કંપનીઓને મોટો ઝટકો લાગ્યો કારણ કે ઓડિયન્સની મેમરી શોર્ટ હોય છે, તેથી ટૂંક સમયમાં લોકો કિંગ ખાનની ફેમિલી ઇમેજ પર લાગેલા ડાઘને ભૂલી જશે

Whatsapp Join Banner Guj