Prime Minister’s Tapi District Programme: પ્રધાનમંત્રીના તાપી જિલ્લાના કાર્યક્રમની સાથે સાથે..

Prime Minister’s Tapi District Programme: e NAM પોર્ટલ ઉપર રાજયના ૮ લાખ ૬૮ હજાર ૯૧૧ ખેડૂતો, ૧૦ હજાર જેટલા વેપારીઓ, અને ૧૧૦ એફ.પી.ઓ. રજિસ્ટર થયા છે. આ પોર્ટલ ઉપર ૧ કરોડ ૫૩ લાખ ક્વિંટલથી વધુનો વેપાર થવા પામ્યો છે.

અહેવાલઃ મહેન્દ્ર વેકરીયા
સુરત, 20 ઓક્ટોબર:
Prime Minister’s Tapi District Programme: વિશ્વાસ થી વિકાસ : ગુણસદાના કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેંદ્રભાઇ મોદી દ્વારા સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા, અને ડાંગ, તાપી તથા નર્મદા જિલ્લામાથી પસાર થતા કોરિડોરની રૂ.૧૬૬૯.૮૦ કરોડની કામગીરીનો શુભારંભ સાથે, આ કોરિડોર પૈકીના ફેઝ-૧ હેઠળના કુલ ૯૨.૫૦ કીલોમીટર લંબાઇના રૂ.૨૧૯.૧૭ કરોડના ૬ માર્ગોને ૧૦ મિટર પહોળા કરવાની કામગીરીનુ ખાતમુહુર્ત કરાયુ છે.

દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી, અને નર્મદા જિલ્લાને લાભાંવિત કરતા, અને સાપુતારાને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી જોડત આ રોડને પહોળો કરીને, જરૂરી સુવિધાઓ વિકસિત કરવાના પ્રથમ તબક્કાની કામગીરીનો તાપી જિલ્લાના ગુણસદા ખાતેથી શુભારંભ થતા, આવનારા દિવસોમા સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી આવતા પ્રવાસીઓને વધુ સવલતો પ્રાપ્ત થવા સાથે સ્થાનિક રોજગારીમા વધારો થશે.

સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો આ રસ્તો 237 કિમીનો છે, જેમાંથી પ્રથમ તબક્કામા 92 કિલોમીટર લંબાઇ પર કામગીરી કરવામા આવશે. આ રોડ યોગ્ય રીતે વિકસિત થઇ જાય, ત્યાર બાદ પ્રવાસીઓ સાપુતારા, શબરીધામ, ઉકાઈ ડેમ, દેવમોગરા, ઝરવાણી ધોધ જેવા પ્રવાસન સ્થળોની મજા માણીને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચી શકશે. સાથે સ્થાનિક સ્તરે રોજગારીમા વધારો થવા ઉપરાંત મહારાષ્ટ્ર રાજ્યની સરહદે આવેલા ગામો સાથેનો સંપર્ક પણ વધશે.

આ ઉપરાંત ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના રૂ.૩૦૨.૪૬ કરોડની લાગતના નર્મદા જિલ્લાનુ એક, અને તાપી જિલ્લાના ૩ કામોનુ ખાતમુહુર્ત પણ કરવામા આવ્યુ હતુ. જ્યારે ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ વિભાગના રૂ.૨૨૦.૫૭ કરોડના છ કામોનુ ખાતમુહુર્ત અને ૫ કામોનુ લોકાર્પણ પણ કરવામા આવ્યુ છે.

તાપી નો સર્વાંગિણ વિકાસ : આદિજાતિના લોકોનો સર્વાંગી વિકાસ થાય અને પાયાની સુવિધા મળી રહે તે માટે ડબલ એંજિન સરકારે અવિરત પ્રયાસો કર્યા છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના પ્રથમ તબક્કામા તાપી જિલ્લામા કુલ 42,763 કુટુંબોને વિનામૂલ્યે ગેસ કનેક્શન આપવામા આવ્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ વર્ષ 2016થી 2022 દરમિયાન જિલ્લામા કુલ 7401 લાભાર્થીઓને આવાસ ફાળવવામા આવ્યા છે. સમાજ સુરક્ષા માટે વર્ષ 2002મા ₹ 65 કરોડનુ બજેટ હતુ, જેની જોગવાઇ વર્ષ 2022મા વધારીને ₹ 1497 કરોડ કરવામા આવી છે. આગામી સમયમા તાપી જિલ્લામા દરેક તાલુકા કક્ષાએ ડાયાલીસીસ સેન્ટર શરૂ કરવાનુ આયોજન છે. આ રીતે છેવાડાના માનવી સુધી સુખાકારી પહોંચાડવા માટે રાજ્ય સરકારે વિવિધ સ્તરે કામગીરી છે.

Prime Minister's Tapi District Programme

આદિવાસી કલ્યાણ ક્ષેત્રે આગેક્દમ : આદિવાસીઓના સપના સાકાર કરતા ડબલ એંજિન સરકારે, રૂપિયા એક કરોડની વનબંધુ કલ્યાણ યોજન-૨ શરુ કરીને વંચિતોના વિકાસનો માર્ગ કંડાર્યો છે. આદિવાસીઓના કલ્યાણ માટે ભારત સરકારે લાઇવલી હુડ, પશુપાલન, સ્કિલ ડેવલોપમેંટ હેઠળ પીવાના અને સિંચાઇના પાણી તેમજ માળખાકિય સુવિધાઓના ૩૭ જેટલા પ્રોજેક્ટ માટે રૂ.૩૧૦ કરોડ ૧૧ લાખ ફાળવવામા આવ્યા છે. વાડી યોજના હેઠળ આદિજાતિ ખેડુતોને કેરી, લિમ્બુ, બોર, જામફળ સહિતના ફ્ળાઉ ઝાડના રોપાઓ આપવામા આવે છે. આ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા કુલ રૂ.૭ કરોડ મંજુર કરી અને ૧૨૯૬ હેકટર વિસ્તારમા વાડી યોજના બનાવવામા આવી છે. આદિજાતિ ખેડુતોને ૧૦ ગુંઠા જમીનમા વેલાવાળા પાકો માટે મંડપ તૈયાર કરાવવા જરુરી સાધન સામગ્રી ખરીદવા માટે કેંદ્ર સરકાર પુરસ્ક્રુત મંડપ યોજના સને ૨૦૧૫-૧૬થી શરુ કરવામા આવી છે. આ યોજના હેઠળ લાભાર્થીઓને સાધનો ખરીદવા માટે રૂ.૧૪,૫૬૦ ની સહાય ૩ હપ્તામા ચુક્વવામા આવે છે.

આ ઉપરાંત રાજયના ૫૦ હજાર આદિવાસી વિદ્યાર્થીઓ માટે ૨૫ જેટલી બિરસા મુંડા જ્ઞાનશક્તિ રેસીડેન્શિયલ સ્કુલ ઓફ એક્સેલેંસ શરૂ કરવા સાથે, ૪૪ જેટલી એક્લવ્ય મોડેલ રેસીડેન્શિયલ સ્કુલ, ૪૩ કન્યા સાક્ષરતા નિવાસી શાળાઓ, ૧૨ મોડેલ શાળાઓ, અને ૨ સૈનિક શાળાઓ કાર્યરત કરવામા આવી છે. જેના થકી આદિવાસી સમુદાયના ૩૩ હજારથી વધુ વિદ્યાર્થીઓને ગુણવત્તસભર શિક્ષણની સુવિધા મળી રહી છે.

આ પણ વાંચો..12th Defense Expo – 2022: કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં ‘આત્મનિર્ભર ઇન ડિફેન્સ R&D સિનર્જિસ્ટિક અપ્રોચ’ વિષયક સેમિનાર યોજાયો

રાજપીપળા ખાતે બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીની શરૂઆત સાથે આ યુનિવર્સિટીમા ૩૦૦ થી વધુ અભ્યાસક્રમોનો સમાવેશ કરાયો છે. પોસ્ટ મેટ્રિક શિષ્યવ્રુત્તિ હેઠળ રાજયના ૨ લાખ ૫૯ હજાર ૩૬૦ આદિજાતિના વિદ્યાર્થીઓને લાભાંવિત કરવા સાથે, ટોપ ક્લાસ શિષ્ય્વ્રુત્તિ યોજના હેઠળ છેલ્લા ચાર વર્ષમા રૂ.૧૨૪.૬૪ લાખની શિષ્યવ્રુતિ વિદ્યાર્થીઓને ચુક્વવામા આવી છે. આદિજાતિ છાત્રાલયોમા રહી અભ્યાસ કરતા અનુસૂચિત જનજાતિના ૧ લાખ ૪૦ હજાર વિદ્યાર્થીઓનો નિભાવ ખર્ચમા રૂ.૧૫૦૦ થી વધારીને રૂ.૨૧૬૦ કરવામા આવ્યો છે.

આ સાથે રાજ્યના આદિવાસી વિસ્તારોમા નવા ૫૦૦ જેટલા મોબાઇલ ટાવરો ઊભા કરવાનુ પણ સઘન આયોજન આ ડબલ એંજિન સરકારે કર્યુ છે.

ખેડૂત અને ખેતીનો વિકાસ અગ્રેસર : ડાંગ જિલ્લાને સો ટકા પ્રાક્રુતિક ખેતી કરતા જિલ્લા તરીકે જાહેર કરીને ડબલ એંજિન સરકારે રાસ્ટ્રીય ગોકુલ મિશન અંતર્ગત રાસ્ટ્રવ્યાપી કુત્રિમ બિજદાન કાર્યક્રમ શરુ કર્યો છે. કુત્રિમ બિજદાનથી ગર્ભધારણ દરમા સમગ્ર દેશમા ગુજરાત પાંચમા ક્રમે છે. જયારે કુત્રિમ બિજદાન કરેલા પશુઓની સંખ્યાની બાબતમા સમગ્ર દેશમા ગુજરાત રાજય ચોથા ક્રમે છે. બ્રુસેલ્લોસિસ રસીકરણની કામગીરીમા ગુજરાત દેશમા ચોથા ક્રમે, અને નેશનલ એનિમલ ડિસિઝ કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત ઇયર ટેગિંગ દ્વારા પશુઓને આગવી ઓળખ આપવાની કામગીરી, તથા ખરવા-મોવાસા રોગ પ્રતિકારક રસીકરણની કામગીરીમા સમગ્ર દેશમા ગુજરાત ત્રીજા ક્ર્મે છે.

e NAM પોર્ટલ ઉપર રાજયના ૮ લાખ ૬૮ હજાર ૯૧૧ ખેડૂતો, ૧૦ હજાર જેટલા વેપારીઓ, અને ૧૧૦ એફ.પી.ઓ. રજિસ્ટર થયા છે. આ પોર્ટલ ઉપર ૧ કરોડ ૫૩ લાખ ક્વિંટલથી વધુનો વેપાર થવા પામ્યો છે. રાજયની ૨૨૪માથી ૧૨૨ એ.પી.એમ.સી. આ પોર્ટલ સાથે જોડાયેલી છે. e NAM પોર્ટલના અમલીકરણમા ગુજરાત દેશમા ત્રીજા સ્થાને છે. ડબલ એંજિન સરકારે અત્યાર સુધીની સૌથી કિફાયતી ‘ફસલ બિમા યોજના’ શરુ કરીને રાજયના ૮૩.૮૫ લાખ ખેડૂતોને રૂ.૫૪૯૯.૫૧ કરોડના પ્રિમિયમની સહાય પુરી પાડી છે.

Gujarati banner 01

માળખાગત સુવિધાઓથી સપના સાકાર : તારંગા હિલ-અંબાજી-આબુ રોડ સુધીની ૧૧૬.૬૫ કિલોમીટર લાંબી નવી રેલ્વે લાઇનને મંજુરી આપવા સાથે, અમદાવાદ-મુંબઇ વચ્ચે દેશની પહેલી બુલેટ ટ્રેન, દાહોદ સ્થિત લોકોમેટિવ સ્ટીમ એંજિનના કારખાનાને રૂ.૨૦ હજાર કરોડના ખર્ચે આધુનિક બનાવવાનુ કામ, ૩૬ એકરની વિશાળ જગ્યામા સૂરતમા ડાયમંડ બુર્સનુ નિર્માણ, અમદાવાદમા દેશના ખાનગી ક્ષેત્રોને સ્પેસ સેક્ટર સાથે જોડતુ અને સ્પેસ સ્ટાર્ટઅપ ને પ્રોત્સાહન આપતુ દેશનુ સૌથી પહેલુ ઇન સ્પેસનુ હેડ ક્વાર્ટર, લોથલમા રૂ.૩૧૫૦ કરોડના ખર્ચે દેશના પ્રથમ મેરીટાઇમ મ્યુઝિયમનુ નિર્માણ, અમદાવાદ અને સૂરત મેટ્રો રેલ પ્રોજેક્ટ, ધોલેરા સ્પેશિયલ ઇંવેસ્ટમેંટ રિજન, ગિફ્ટ સિટી, સ્માર્ટ શહેર જેવા નવા આયામો ગુજરાતની ધરતી ઉપર અવતરણ લઇ રહ્યા છે.

રાજયમા પ્રવાસનનો પમરાટ : આદ્યશક્તિ મા અંબાના ધામ અંબાજીનો રૂ.૬૧.૫૭ કરોડના ખર્ચે જોર્ણોદ્ધાર સાથે ગબ્બરની આસપાસ ૫૧ શક્તિપીઠોની પ્રતિક્રુતિ બનાવી ગબ્બર પર્વત ઉપર રૂ.૧૩ કરોડ ૩૫ લાખના ખર્ચે લાઇટ એંન્ડ સાઉંડ શોનુ આકર્ષણ ઉમેરાયુ, સોમનાથમા આવતા પ્રવાસીઓ માટે આધુનિક સર્કિટ હાઉસનુ નિર્માણ, દેવભુમિ દ્વારકામા ગોમતી ઘાટ, સમુદ્ર નારાયણ તટ, રાવલા તળાવ, ગોપી તળાવનો વિકાસ તેમજ પ્રવાસીઓ માટે રૂ.૬૦ કરોડના ખર્ચે પાયાની સુવિધા, ૫૦૦ વર્ષ બાદ પાવાગઢ મંદિર પર ધ્વજારોહણ સાથે રૂ.૧૨૧ કરોડના ખર્ચે મંદિર પરિસરનો વિકાસ, એક ભારત-શ્રેસ્ઠ ભારતનો પર્યાય એવો માધવપુનો મેળો, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અનેક નવા આકર્ષણો, નડાબેટ ખાતે સીમા દર્શન પ્રોજેક્ટ જેવા નવા આયામો રાજયમા પ્રવાસનનો પમરાટ પાથરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *