vatava

Railway over bridge: અમદાવાદના એસ.પી. રીંગ રોડના વટવા રેલવે ઓવરબ્રીજ બિસ્માર હાલતમાં, બ્રીજ પર ખાડાઓ તેમજ સળીયા બહાર આવી ગયા!

Railway over bridge: અનેક ટુ-વ્હીલર ચાલકો સ્લીપ ખાઈને નીચે પડવાની બની રહી છે ઘટનાઓ, વાહનોમાં પંચર પડી જવાની પણ અનેક ઘટનાઓ


અમદાવાદ, 23 સપ્ટેમ્બરઃ Railway over bridge: અમદાવાદમાં વરસાદના કારણે મોટા ભાગના રોડ-રસ્તાઓ પર ખાડાઓ અને ભૂવાઓ પડવાની બાબત હવે સામાન્ય બનતી જાય છે પરંતુ હવે તો અમદાવાદને ફરતે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા સરદાર પટેલ રીંગ રોડ પર પણ ખાડાઓ અને ભૂવાઓ જોવા મળી રહ્યા છે.એસપી રીંગ રોડ પર વટવા રેલ્વે ઓવર બ્રીજતો બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે.વરસાદના કારણે બ્રીજ પર ખાડાઓ તો પડી જ ગયા છે પણ હવે બ્રીજ પર સળિયાઓ પણ બહર આવી ગયા છે અને વાહનચાલકો સ્લીપ ખાઈને પડી જવાની ઘટનાઓ બની રહી છે,

અમદાવાદમાં વરસાદ સતત સંતાકુકડી રમી રહ્યો છે એક દિવસ આવે છે તો બે દિવસ આવતો નથી પરંતુ વરસાદના કારણે શહેરના મોટાભાગના રોડ-રસ્તાઓ ધોવાઇ ગયા છે અને અનેક જગ્યાઓ પર ભુવા નજરે પડી રહ્યા છે, ત્યારે ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયાએ અમદાવાદના એસ.પી.રીગ રોડની તસ્વિરો અને વિડીયો શેર કરીને જણાવ્યું હતું કે જો તમે અમદાવાદના એસ.પી.રીગ રોડ ઉપરથી પસાર થતા હોય તો તમારે સાવધાન થઈ જવાની જરૂર છે.

Advertisement

રાજ્યના શાસકો અને વહીવટી તંત્ર પર કટાક્ષ કરતા તેમણે જણાવ્યું હતું કે AUDA અને રાજ્યની ભાજપ સરકારે મળીને વટવા રેલવે ઓવરબ્રીજ ઉપર મોટા ખાડાઓ અને લોખંડના સળીયા રૂપી યમરાજ હાજર રાખેલ છે. બ્રીજના સળીયા તો ઠીક સીલીંગ પણ ખુલ્લી કરી દેવામાં આવેલ છે. જેથી અકસ્માતથી મોતની સંખ્યા વધારી યમરાજનો ટાર્ગેટ પુરો કરી શકાય.

આ પણ વાંચોઃ Vadodra rape case: આરોપી અશોક જૈને ગૃહમંત્રી, પોલીસ કમિશનરને અરજી કરી બુટલેગર અલ્પુ સિંધી પર લગાવ્યા આરોપ

તેમણે વધુમાં જણાવ્યું હતું કે દર વખતે નજીવો વરસાદ પડે તે સાથે જ શહેરોના રોડ ધોવાઈ જવાથી ખાડાઓ પડી ગયેલા નજરે પડે છે. જેના કારણે જાહેરમાર્ગો બિસ્માર બનતા વાહન ચાલકોને હાલાકી સાથે વાહનોમાં નુકશાન વેઠવું પડી રહ્યું છે. અનેક ટુવ્હીલર ચાલકો વાહનો સ્લીપ થઈ જતા અકસ્માતનો ભોગ બને છે. કેટલાક જીવ પણ ગુમાવે છે. રોડ(Railway over bridge)ના કામોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થાય છે, જેના કારણે નવા જ બનેલા રોડ પણ માંડ ત્રણ/ચાર મહિનામાં તુટી જાય છે.

Advertisement

ખાસ કરીને રાજ્યના મહાનગરોમાં જે નવા વિસ્તારો ભળ્યા છે, તેમાં વિકાસ કાર્યોના નામે માત્ર ભ્રષ્ટાચાર થયા છે, કામ તો લોટ, પાણી અને લાકડા જેવા જ થાય છે. જેથી લોકોની હાલાકી ત્યાંની ત્યાં જ રહેશે. સ્માર્ટ સિટિના નામે ફળવાયેલ અબજો રૂપિયાની ગ્રાંટનો ઉપયોગ ક્યાં કરાયો તેનો કોઈ હિસાબ નથી! એટલે એટલે વાસ્તવમાં ગુજરાત માટે આ રોડ જ નહીં, આ રોડના નામે ભ્રષ્ટાચારનું મોડલ વિકસાવનાર ભાજપ સરકાર જ ખતરા સ્વરૂપ છે.

Whatsapp Join Banner Guj