employee

Success: રાતોરાત ભારતના 500 કર્મચારીઓ બની ગયા કરોડપતિ, કારણ છે આ એક અનોખી સિદ્ધિ- વાંચો સંપૂર્ણ અહેવાલ

Success: બિઝનેસ સોફ્ટવેયર બનાવનાર ફ્રેશવર્કની નેસ્ડેક પર થયેલ જોરદાર લીસ્ટીંગ, ફ્રેશવર્કસના આઈપીઓ થકી દેશમાં ૫૦૦થી વધુ લોકો બન્યા કરોડપતિ

બિઝનેસ ડેસ્ક, 23 સપ્ટેમ્બર: Success: બિઝનેસ સોફ્ટવેયર બનાવનાર ફ્રેશવર્કની નેસ્ડેક પર થયેલ જોરદાર લીસ્ટીંગની સાથે જ તેના સંસ્થાપક અને સીઈઓ ગીરીશ માત્રુબુથમ અને પ્રારંભિક રોકાણકાર એક્સેલ અને સીકોઈયાને ઘણો ફાયદો મળ્યો છે.તેની સાથે જ કંપનીના અનેક કર્મચારીઓ પણ હવે કરોડપતિ થઇ ગયા છે. ફ્રેશવર્કસના શેરે બુધવારે નેસ્ડેક પર ૪૩.૫ ડોલર પ્રતિ શેરના ભાવે કારોબાર શરુ કર્યો હતો.જે કંપનીના ૩૬ ડોલર પ્રતિ શેરના લીસ્ટીંગ પ્રાઈસથી ૨૧ ટકા વધારે હતો.જેનાથી કંપનીને ૧૨.૩ અબજ ડોલરને માર્કેટ કેપ મળ્યું હતું.

લીસ્ટીંગ બાદ એક મુલાકાતમાં માત્રુબુથામે કહ્યું હતું કે અમારા કર્મચારીઓ કંપનીના શેરધારક પણ છે. આ આઈપીઓથી મને એક સીઈઓ તરીકે પ્રારંભિક શેરધારક પ્રત્યે પોતાની જવાબદારીને પૂર્ણ કરવાનો મોકો મળ્યો હતો.પ્રારંભિક રોકાણકારો અને કર્મચારીઓએ અમારા સપનાઓ પર વિશ્વાસ રાખ્યો હતો. મારી નવી જવાબદારી પબ્લિક રોકાણકારો પ્રત્યે છે જેમણે ફ્રેશવર્કસના ભવિષ્યની સંભાવનામાં રોકાણ કર્યું હતું.તેમણે કહ્યું હતું કે કંપનીના ૭૬ ટકા કર્મચારીઓ પાસે શેર છે.દેશમાં ફ્રેશવર્કસના ૫૦૦થી વધુ કર્મચારીઓ કરોડપતિ બની ગયા છે અને જે પૈકી ૭૦ લોકોની વય ૩૦ વર્ષથી ઓછી છે.

માત્રુબુથમે કહ્યું હતું કે યુવા કર્મચારીઓએ થોડા વર્ષ પહેલા કોલેજથી ડીગ્રી લીધી હતી અને પોતાની મહેનતથી તેમણે સફળતા હાંસલ કરી છે.ફ્રેશવર્કસે બે વર્ષ પહેલા ૩.૫ અબજ ડોલરની વેલ્યુએશન પર સીકોઈયા કેપિટલ અને એક્સેલ જેવા રોકાણકારોથી ૧૪.૫ કરોડ ડોલરનું ફંડ મેળવ્યું હતું.

આ પણ વાંચોઃ Railway over bridge: અમદાવાદના એસ.પી. રીંગ રોડના વટવા રેલવે ઓવરબ્રીજ બિસ્માર હાલતમાં, બ્રીજ પર ખાડાઓ તેમજ સળીયા બહાર આવી ગયા!


અત્રે એ ઉલ્લેખનીય છે કે ભારતીય સોફ્ટવેયર એજ એ સર્વિસ(સાસ ) કંપની ફ્રેશવર્કસે બુધવારે ઈતિહાસ રચી દીઘો હતો.ફ્રેશવર્કસ પ્રથમ એવી ભારતીય સાસ કંપની બની ગઈ જેના શેર અમેરિકન શેર બજારમાં લીસ્ટીંગ થયા.બુધવારે કંપનીનો આઈપીઓ નેસ્ડેક ગ્લોબલ પર લીસ્ટેડ થયો હતો.ત્યારે કંપનીના સહ સંસ્થાપક ગીરીશ માંત્રુબુથામે કહ્યું હતું કે મને એવું લાગી રહ્યું છે કે કોઈ ભારતીયએ ૧૦૦ મીટરની રેસમાં ઓલમ્પિક ગોલ્ડ મેડલ જીત્યો હોય .


બિઝનેસ સોફ્ટવેયર બનાવનાર ફ્રેશવર્કસનો આઈપીઓ વર્ષ ૨૦૨૧નો સૌથી ચર્ચિત આઈપીઓ પૈકી એક છે.કોરોના કાળ બાદ વર્ક ફ્રોમ હોમ કલ્ચરમાં આવેલી તેજીના પગલે સાસ ઉધોગમાં અત્યંત વૃદ્ધિ જોવા મળી છે.ફ્રેશવર્કસ અને તેના સંસ્થાપક ગીરીશ માત્રુબુથમે ભારતીય સાસ ઉધોગનો ચહેરો મનાય છે.

Whatsapp Join Banner Guj