રાજપીપલા: (Rajpipla) પંથક માં તસ્કરો નું સામ્રાજ્ય વિવિધ ઠેકાણે ખેતરો માંથી દ્રીપઇરીગેશન પાઇપો ની ચોરી

News Flash 16 9

Rajpipla: ઠંડી ના ચમકારા વચ્ચે તસ્કરો એ પણ. ગ્રામ્ય વિસ્તારો માં. ચોરી ની તરકીબો અજમાવા માંડી છે

અહેવાલ: સત્યમ બારોટ, રાજપીપલા
રાજપીપલા, ૧૨ ફેબ્રુઆરી:
રાજપીપલા ના (Rajpipla) ગ્રામ્ય વિસ્તાર માં ખેડૂત ના ખેતરો માંથી ડ્રિપ ઇરીગેશન ની. પાઇપો ની ચોરી થયા ની ફરિયાદો પોલીસ ચોપડે નોંધાવા પામી છે
પ્રાપ્ત માહિતી મુજબ હાલ ચાલી રહેલ ઠંડી ના ચમકારા વચ્ચે તસ્કરો એ પણ. ગ્રામ્ય વિસ્તારો માં. ચોરી ની તરકીબો અજમાવા માંડી છે અને ખેતરો માંથી હજારો ની કિંમત ની ડ્રિપ ઇરીગેશન ની પાઇપો ની ચોરી કરી પોલીસ તંત્ર ને દોડતું કરી દીધું છે.

Whatsapp Join Banner Guj


ગઈકાલે રાજપીપલા (Rajpipla) પોલીસ મથકે નોંધાયેલ વિવિધ ફરિયાદ મુજબ નજીક ના વાવડી માંગરોળ. નિકોલી. શહેરાવ સુંદરપુરા પાટણા વિગેરે ગામો ના ખેડૂતો એ પોલીસ મથકે તેમના ખેતર માં મુકેલી દ્રીપઇરીગેશન ની પાઇપો ની ચોરી થયા ની ફરિયાદ નોંધાવી છે ઉપરાંત ગોપાલપુરા ગામના ખેડૂતે ઘર ના વાડા માં મુકેલ બાઈક ની પણ ચોરી થયા ની ફરિયાદ નોંધાવી છે નર્મદા પોલોસએ વિવિધ ચોરીઓ ની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો…શું તમારી ટ્રેનની ટિકીટ(Train ticket)બુક નથી થઇ અને પૈસા પણ અટવાઇ ગયા છે, તો હવે આમ ના થાય તે માટે, જાણી લો સરકારી સિસ્ટમ…