Rally in dehgam for punishment perpetrator crime

Rally in dehgam for punishment perpetrator crime: નવ વર્ષની દીકરી પર દુષ્કર્મ આચરી હત્યા કરનારને સખત સજાની માંગ સાથે દહેગામમાં રેલી

Rally in dehgam for punishment perpetrator crime: આરોપીને ફાંસીની સજા થાય તેવી માંગ સાથે રેલી કાઢી

અમદાવાદ, 18 જાન્યુઆરી: Rally in dehgam for punishment perpetrator crime: બોટાદમાં દેવીપૂજકની દીકરી સાથે બનેલી ક્રૂર ઘટનાને લઈ દહેગામ શહેરમાં ભારે આક્રોશ સાથે દેવીપૂજકની રેલી નીકળી હતી. જેમાં આરોપીને ફાંસી સજા થાય તેવી માંગ કરવામાં આવી હતી. નરાધમે નવ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ ગુજારી તેની નિર્મમ હત્યા કરી દીધી હતી. પોલીસે ગણતરીની જ કલાકોમાં આરોપીને ઝડપી પાડયો હતો.

જોકે આ ઘટનાને પગલે રાજ્યભરમાં સમગ્ર દેવીપૂજક સમાજ ભારે આક્રોશની લાગણી જોવા મળી છે. ઠેર ઠેર વિરોધ પ્રદશનની સાથે આરોપીને ફાંસીની સજા થાય તેવી માંગ કરવામાં આવી રહી છે.

બોટાદના ભગવાન પરા વિસ્તારમાં રહેતી એક 9 વર્ષની દેવીપૂજક સમાજની બાળકી પતંગ લૂટવા ગઈ હતી, ત્યારે ફૂલવાડી તરીકે ઓળખાતા વિસ્તારમાં ખંડેર ક્વાટરમાંથી બાળકીની નગ્ન હાલતમાં લાશ મળી આવી હતી. બાળકીની લાશ અર્ધ નગ્ન હાલતમાં મળતા સમગ્ર સમાજમાં રોષ વ્યાપ્યો હતો.

ઘટનાના પગલે બોટાદના ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને લાશને પોસ્ટ માર્ટમ અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ફોરેન્સિક રિપોર્ટમાં જાણવા મળ્યું કે બાળકી સાથે દુષ્કર્મ કરી અને તેની હત્યા કરવામાં આવી હતી. જેને લઈ પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીની પકડવાની કામગીરી હાથ ધરી હતી. આખરે પોલીસે 39 વર્ષીય આરોપી રાજેશ ઉર્ફે રાજુ દેવસગભાઈ ચોહાણની ધરપકડ કરી હતી.

ત્યારે દહેગામ તાલુકામાં સમગ્ર દેવીપૂજક સમાજ દ્વારા રેલી કાઢી આરોપીને સખત સજા થાય આવી બીજી વાર કોઈ દેવીપુજક ઉપર કે કોઈ અન્ય સમાજની નાની દીકરી ઉપર આવો અત્યાચાર ન થાય એવી માંગ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: Ambaji Lokdarbar: બનાસકાંઠા જિલ્લા પોલીસવડાની અધ્યક્ષતામાં અંબાજી ખાતે લોકો સાથે લોકદરબાર યોજાયો

Gujarati banner 01