surat diksha

Surat devanshi dikshagrahan: સુરતની 9 વર્ષીય દેવાંશી સંયમના માર્ગે…

Surat devanshi dikshagrahan: પિતાની કંપનીનું વાર્ષિક ટર્ન ઓવર 100 કરોડનું હોવા છતાં જાહોજલાલી છોડી

સુરત, 18 જાન્યુઆરી: Surat devanshi dikshagrahan: સુરતના હીરાના વેપારીની દીકરીએ 8 વર્ષની ઉંમરે પોતાની તમામ સુખ-સુવિધાઓનો ત્યાગ કરીને સંયમનો માર્ગે અપનાવ્યો છે અને દિક્ષા ગ્રહણ કર્યો છે. નાની ઉંમરમાં આવું કરનાર દેવાંશી સંઘવી વિશે લોકો કહે છે કે તેણે ક્યારેય ફિલ્મો જોઈ નથી અને ક્યારેય રેસ્ટોરન્ટમાં નથી ગઈ. પિતાની કંપનીનું વાર્ષિક ટર્ન ઓવર 100 કરોડનું હોવા છતાં જાહોજલાલી છોડી સંયમનો માર્ગ અપનાવ્યો છે. 

રમવાની અને કૂદવાની ઉંમરે દીક્ષા

ગુજરાતના સુરત જિલ્લાના હીરાના વેપારીની દીકરી રમવાની અને કૂદવાની ઉંમરે દીક્ષા ગ્રહણ કરી છે. જો કે, આ ઉંમરે બાળકો રમકડાં સાથે રમવાની મજા માણવામાં સમય પસાર કરે છે પરંતુ હીરાના વેપારીની પુત્રી દેવાંશી સંઘવી કરોડોની વારસદાર બનીને પણ સંન્યાસી બની છે. હીરાના વેપારી ધનેશ સંઘવીની બે પુત્રીઓમાં દેવાંશી મોટી છે જ્યારે નાની દીકરી કાવ્યા માત્ર પાંચ વર્ષની છે. દેવાંશીએ 367 દીક્ષા કાર્યક્રમોમાં ભાગ લીધો છે. જે પછી તેમણે જૈન ધર્મ તરફ વળવાં આ નિર્ણય લીધો.  

4 હાથી, 20 ઘોડા, 11 ઉંટ સાથે શોભાયાત્રા

હીરાના વેપારી ધનેશ સંઘવીની પુત્રી દેવાંશીની નિવૃત્તિ નિમિત્તે હાથીઓ અને ઘોડાઓની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી તેમાં 4 હાથી, 20 ઘોડા, 11 ઊંટ હતા. આ પહેલા પરિવારે બેલ્જિયમમાં પણ આવી જ શોભાયાત્રા કાઢી હતી. પરિવાર સંઘવી એન્ડ સન્સ નામની કંપની ચલાવે છે. જે સૌથી જૂની હીરા બનાવતી કંપનીઓમાંથી એક છે. આ કંપનીનું ટર્નઓવર કરોડોમાં છે. જો દેવાંશી નિવૃત્ત ન થઈ હોત તો આવનારા વર્ષોમાં તે કરોડોના હીરાના બિઝનેસની માલિક બની હોત.  

દેવાંશી 5 ભાષાઓની જાણકાર 

હીરાના વેપારીની પુત્રી દેવાંશી વિશે પરિવાર અને સંબંધીઓનું માનવું છે કે તે નાનપણથી ક્યારેય રેસ્ટોરન્ટમાં ગઈ નથી. આ સાથે દેવાંશીએ આજ સુધી ક્યારેય ફિલ્મ જોઈ નથી. ધનેશભાઈ તેમની પત્ની અમીબેન અને બંને પુત્રીઓ ધાર્મિક સૂચનાઓ અનુસાર સાદી જીવનશૈલીનું પાલન કરે છે. દેવાંશી નાનપણથી જ દિવસમાં ત્રણ વખત પૂજા કરતી હતી.  દેવાંશી 5 ભાષાઓની જાણકાર છે. તે સંગીત, સ્કેટિંગ, અંકગણિત અને ભરતનાટ્યમમાં પણ માહિર છે. 

આ પણ વાંચો: Rally in dehgam for punishment perpetrator crime: નવ વર્ષની દીકરી પર દુષ્કર્મ આચરી હત્યા કરનારને સખત સજાની માંગ સાથે દહેગામમાં રેલી

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો