Rajasthan become rape capital

Rape with 11 year old girl in Surat: સુરતમાં 11 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો બનાવ; બાળકીનું કરૂણ મોત

Rape with 11 year old girl in Surat: હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકીનું કરૂણ મોત

સુરત, 21 ફેબ્રુઆરી: Rape with 11 year old girl in Surat: સુરત જિલ્લામાં વધુ એક બાળકી હવસખોરનો શિકાર બનતાં સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે. 11 વર્ષીય બાળકી ઉપર દુષ્કર્મ કરી હત્યા કરી નાંખવામાં આવી છે. પલસાણાના જોળવામાં 11 વર્ષીય બાળકીને પિંખી નાખી હત્યા કરવામાં આવી છે.

સુરતમાં વધતી જતી ગુનાખોરી હવે એક ચિંતાનો પ્રશ્ન બન્યો છે. ખાસ કરીને ગ્રીષ્મા વેકરિયાની સરાજાહેર થયેલી હત્યા બાદ સુરત ઘણું ચર્ચામાં છે. અહીયા જે રીતે ક્રાઈમનો ગ્રાફ વધી રહ્યો છે. તે આપણા સમાજ માટે એક ગંભીર વિષય બન્યો છે. ત્યારે વધુમાં ફરી અહિયા એક આવવોજ બનાવ સામે આવ્યો છે જેના કારણે હડકંપ મચી ઉઠ્યો છે.

11 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે. જેના કારણે આસપાસના વિસ્તારમાં ચકચાક મચી જવા પામી છે. સાથેજ લોકોમાં પણ રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. જોળવામાં આવેલ એક બિલ્ડીંગમાં આ બાળકીને લઈ જઈને આરોપીએ તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું.

સારવાર દરમિયાન બાળકીનું મોત

ઘટનાને કારણે બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પરંતુ સારવાર દરમિયાન બાળકીનું મોત નિપજ્યું છે. જેથી આ ઘટનાને લઈને LCB અને SOGની ટીમ પણ દોડતી થઈ ગઈ છે અને આરોપીને શોધવા પોલીસ પણ દોડતી થઈ ગઈ છે.

Skin benefits of banana peel: શું તમે જાણો છો; કેળાની છાલથી ત્વચાને થતા ફાયદા વિશે?

Gujarati banner 01