77f3f1bb472c10ff5610f429ccfcb5b8 edited 1

મારા ઘરનું 50 ટકા કામ મારા હસબન્ડ રવિન્દ્ર કરે છે, જાણો રિવાબાએ આવું શા માટે કહેવું પડ્યું?- જુઓ Rivaba viral video

Rivaba viral video

હું રોટલી કરતી હોઉં તો ચા રવીન્દ્રસિંહ મુકે છે, એટલે કે દીકરાઓ ઘરકામ કરે તો દરબારીપણું જતું રહેતું નથીઃ રિવાબા જાડેજા(Rivaba viral video)

અમદાવાદ, 29 માર્ચઃ રાજપૂત કરણી સેનાનાં ગુજરાત પ્રદેશ મહિલા વિંગના પ્રમુખ રિવાબા જાડેજા(Rivaba viral video) તાજેતરમાં જ પોતાના નિવેદનના કારણે ચર્ચા(Rivaba viral video)માં આવી ગયા છે. રિવાબાએ એક કાર્યક્રમમાં દીકરીઓને ભણાવવા અંગે વાત કરતાં હતાં ત્યારે આ વાત કહી. તેમણે કહ્યું કે દીકરીઓને ભણાવવી જોઈએ અને ઘરકામ માટે દીકરીઓને ઘરે રાખવાની જરૂર નથી.

આપણા દીકરાઓ પાસેથી પણ ઘર કામ માટે મદદ લઈ શકાય છે. અને આવું કરવામાં જાડેજા કે ઝાલા લાગતું હોય તો તેના પર કોઈ ચેકો નહીં મારી દે. રાજપૂત સમાજમાં દીકરીઓને શિક્ષણ આપવા અંગે રિવાબા જાડેજાએ આ મોટી વાત કહી છે. તેમણે મંચ પરથી કહ્યું કે મારા હસબન્ડ રવીન્દ્રસિંહ જાડેજા ઘરનું 50 ટકા કામ કરાવે છે. દીકરીને ભણતર અને દીકરાને સાવરણી આપીએ એ બંને સરખું છે. એક વાર દીકરાને કહેવાની જરૂર છે કે ચલ ઓરડામાં ઝાડૂ કરી દે. હું રોટલી કરતી હોઉં તો ચા રવીન્દ્રસિંહ મુકે છે. એટલે કે દીકરાઓ ઘરકામ કરે તો દરબારીપણું જતું રહેતું નથી. માટે દીકરીઓને ભણાવવી જોઈએ અને ઘરકામમાં થોડી મદદ દીકરાઓની પણ લેવી જોઈએ. દીકરાઓ ઘરકામ કરે તો દરબારીપણું જતું રહેતું નથી. માટે દીકરીઓને ભણાવવી જોઈએ અને ઘરકામમાં થોડી મદદ દીકરાઓની પણ લેવી જોઈએ.

ADVT Dental Titanium

રિવાબા જાડેજા અમારી વર્ષો જૂની કરણી સેના સાથે જોડાયેલા નથી, તેઓ રિવાબા જાડેજા રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના સાથે જોડાયેલા છે. મીડિયા સાથે વાત કરતાં કરણી સેના દ્વારા રિવાબા જાડેજાના નિવેદનને વખોડી કાઢવામાં આવે છે. સમાજમાં મહિલા પુરૂષ સમાન જ છે. સોનાસિંહ રાજપૂતે કહ્યું હતું કે મહિલાઓ આજે આઈએએસ, આઇપીએસ, નેતા બની રહી છે તે  સાબિતી આપે છે બધા સમાન છે. 

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો….

Anant patel ni kalame…બુરા ન માનો, હોલી હૈ…..