arv jpr 84KNxt9issE unsplash 1

Festival: તહેવારને લાગ્યું કોરોનાનું ગ્રહણ, મહાનગરોમાં કર્ફ્યૂના કારણે ફિક્કી પડી ધૂળેટી

festival

Festival: AMC દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે આજે શહેર તમામ ક્લબો બંધ રહેશે. એએમસી દ્રારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે મોટા બંગલાઓમાં 40-50 લોકો હોળી રમતા હશે તેમના પાણીના કનેક્શન પણ કાપી નાખવામાં આવશે.

અહેવાલ: બિજલ પટેલ

અમદાવાદ, 29 માર્ચ: આજે રંગોનો તહેવાર (Festival) એટલે ધુળેટીનો પર્વ છે. પરંતુ કોરોના કહેર અને તંત્રના આદેશની અસર જોવા મળી રહી છે. રોડ-રસ્તા પર કર્ફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. રસ્તા સામ સૂમસામ ભાસી રહ્યા છે. બાળકો કે યુવાનો કોઇપણ ક્યાંય ધુળેટી રમતા જોવા મળી રહ્યા નથી. સોસાયટી અને રહેણાંક વિસ્તાર સુમસામ જોવા મળી રહ્યા છે. કોરોનાના વધતા જતા કેસના લીધે રાજ્ય સરકારે હોળી પર રંગોથી રમવા પર પ્રતિબંધ મૂકાયો છે.

Whatsapp Join Banner Guj

AMC દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે આજે શહેર તમામ ક્લબો બંધ રહેશે. એએમસી દ્રારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે મોટા બંગલાઓમાં 40-50 લોકો હોળી રમતા હશે તેમના પાણીના કનેક્શન પણ કાપી નાખવામાં આવશે. ત્યાં સુધીની એએમસી દ્રારા તૈયારી કરવામાં આવી છે. આ ઉપરાંત જે સામાજિક મેળાવડા થતા હશે તેને બંધ રાખવામાં આવશે. એએમસી દ્રારા મોટી સોસાયટીમાં હોળી રમાતી હોય છે તેના પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

ADVT Dental Titanium

જો નાગરિકો જાહેરમાર્ગ પર હોળી રમતા પકડાશે તો તેના વિરૂદ્ધ પગલાં ભરવામાં આવશે. આ ઉપરાંત હોળી દરમિયાન ઘણા યુવાનો રોડ પર ફંડ ઉઘરાવવા નિકળે છે તેમને પણ અટકાવવામાં આવશે.એમએમસી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે આજે અને આવતીકાલે શહેર તમામ ક્લબો બંધ રહેશે. એએમસી દ્રારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે મોટા બંગલાઓમાં 40-50 લોકો હોળી રમતા હશે તેમના પાણીના કનેક્શન પણ કાપી નાખવામાં આવશે. ત્યાં સુધીની એએમસી દ્રારા તૈયારી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, આજે તંત્ર મસમોટી ફૌજ મેદાનમાં ઉતરશે. પોલીસ અને AMC ની 200થી વધુ ટીમો શહેરના તમામ ઝોનમાં ફરશે. જે પણ જાહેરનામાનો ભંગ કરતા ઝડપાશે તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. અનેક મંદિરોમાં ગુલાલ અને રંગ સાથે હોળી રમી શકાશે નહી,તમામ મંદિરોને સુચનાઓ આપવામાં આવી છે.

આ પણ વાંચો…દેશ એક રાજ્યો અનેક, વિવિધ રંગોની વચ્ચે પણ તહેવાર એક