iyad

Kasana village: ચુડવેલ નો ત્રાસ: મેઘરજના કસાણા ગામમાં ચુડવેલના અસહ્ય બનેલા ઉપદ્રવથી ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે.

Kasana village: અરવલ્લી જિલ્લાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં બે ઇંચ લાંબી ઈયળ જેવી દેખાતી અને ચુડવેલ તરીકે ઓળખાતી જીવાત નો ઉપદ્રવ થતો હોય છે ત્યારે મેઘરજના કસાણા ગામમાં ચુડવેલના અસહ્ય બનેલા ઉપદ્રવથી ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે.

અહેવાલ: અનિલ વનરાજ
અરવલ્લી , ૧૩ જુલાઈ:
Kasana village: ચોમાસાની ઋતુને આરંભે વરસાદની પ્રથમ હેલી અને ભેજવાળા વાતાવરણમાં દર વર્ષે અરવલ્લી જિલ્લાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં બે ઇંચ લાંબી ઈયળ જેવી દેખાતી અને ચુડવેલ તરીકે ઓળખાતી જીવાત રાતોરાત લાખ્ખોની સંખ્યામાં દેખા દેતી હોય છે. મેઘરજ તાલુકાના કસાણા ગામમાં ચુડવેલના અસહ્ય બનેલા ઉપદ્રવથી ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે.

આરોગ્ય તંત્ર દ્વારા મોટી મોયડી ગામે દવાનો છંટકાવ કરી ચુડવેલના ઉપદ્રવને નાથવા અને નાશ કરવામાં આવેની માંગ પ્રબળ બની છે.મેઘરજના અંતરિયાળ વિસ્તારના કસાણા ગામને ચુડવેલ નામની જીવાતે ઘેરી લેતા પ્રજાજનો માટે આફતરૂપી બની રહી છે. મેઘરજ પંથકમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદે હાથતાળી આપી છે ત્યારે ગામમાં ચુડવેલ નામની જીવાતનો ઉપદ્રવ વધ્યો છે. કસાણા ગામના તમામ મકાનોની છત પર દીવાલો પર ઘરના રસોડામાં બહાર ચોકમાં સર્વત્ર ચુડવેલોના ઢગ ખડકાયા છે. જ્યાં નજર કરો ત્યાં એક બે નહીં પણ ચુડવેલના ઝુંડ જોવા મળે છે.

Whatsapp Join Banner Guj

આ ઉપદ્રવના કારણે સ્થાનિક રહીશો પોતાના રસોડામાં રસોઇ પણ બનાવી શકતા નથી. પશુપાલનના વ્યવસાયમાં પણ ચુડવેલોના કારણે દૂધ કાઢવામાં પણ તકલીફ પડે છે. દૂધ કાઢવા કે જમવા બેસે તો ઉપરથી ચુડવેલ જમવામાં પડે છે. આવી હાલાકી ને કારણે રહીશો ને જવું તો જવું ક્યાં તેવી સ્થિતિ નું નિર્માણ થયું છે.

Kasana village, chudwel

આ પણ વાંચો…Corona 3rd wave: શું દેશમાં કોરોનાની ત્રીજી લહેરશરૂ થઈ ચૂકી છે? દેશના વૈજ્ઞાનિકે કર્યો આ ચિંતાજનક દાવો….

ખુલ્લા રસ્તા પર પણ ચુડવેલોના ઢગલા જોવા મળ્યા ચુડવેલના ઉપદ્રવના કારણે ક્યારેક રોગચાળો ફાટી નીકળવાની સંભાવના રહેલી છે, ત્યારે તંત્ર દ્વારા ચુડવેલોનો ઉપદ્રવ અટકાવવા માટે દવાનો છંટકાવ કે અન્ય કોઈ ઉપાય કરવામાં આવે એવી સ્થાનિકોની માગ રહેલી છે.