Savarkundla accident

Savarkundla accident: સાવરકુંડલા નજીક સર્જાયો કરૂણ અકસ્માત, 9 લોકોના ઘટનાસ્થળે જ મોત, 4ને ઇજા

Savarkundla accident: રોડ સાઇડમાં ઝૂપડામાં ટ્રક ઘૂસી જતાં 9 જેટલા લોકોના મોત નિપજ્યા છે જ્યારે 4 લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા

સાવરકુંડલા, 09 ઓગષ્ટ: Savarkundla accident: સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામ નજીક મોડી રાતે 3 વાગ્યે એક મોટો અકસ્માત સર્જાયો હતો. જેમાં રોડ સાઇડમાં ઝૂપડામાં ટ્રક ઘૂસી જતાં 9 જેટલા લોકોના મોત નિપજ્યા છે જ્યારે 4 લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગળ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ Anupam shyam: અનુપમ શ્યામે માત્ર 63 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધું- વાંચો વિગત

પ્રાપ્ત માહિતી અનુસાર સાવરકુંડલાના બાઢલા ગામ પાસે એક ટ્રક ચાલકે કાબૂ ગુમાવતાં ટ્રક ઝૂંપડામાં ઘૂસી ગયો હતો અને અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં 9 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે જ્યારે 4 લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા સાવરકુંડલા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

આ ઉપરાંત 12 લોકોને નાની મોટી ઇજાઓ થઈ છે. આ ઘટનાની જાણ થતા જ એમ્બ્યુલન્સ અને પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.

Whatsapp Join Banner Guj