shihori hospital fire

Shihori hospital fire: શિહોરીની ખાનગી હોસ્પિટલમાં લાગી ભીષણ આગ, એક બાળ દર્દીનું મોત, લોકોમાં રોષ

Shihori hospital fire: હોસ્પિટલની બેદરકારી અને તંત્રની કામગીરી સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. 

શિહોરી, 15 માર્ચ: Shihori hospital fire: બનાસકાંઠાના કાંકરેજના શિહોરીમાં આવેલી એક ખાનગી ચાઇલ્ડ હોસ્પિટલમાં વહેલી સવારે ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. આગની ઘટનાથી હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. માહિતી છે કે, આ આગની ઘટનામાં હોસ્પિટલના NICUમાં એડમિટ એક માસૂમ બાળકનું મોત નીપજ્યું છે. આ ઘટના બાદ હોસ્પિટલની બેદરકારી અને તંત્રની કામગીરી સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. 

કાંકરેજના શિહોરીમાં આવેલી ખાનગી હની ચાઇલ્ડ હોસ્પિટલમાં બુધવારે વહેલી સવારે ભીષણ આગ લાગી હતી, જેથી હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. આથી ટીમ ત્વરિત ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. હોસ્પિટલમાં આગનો બનાવ બનતા તમામ બાળ દર્દીઓને બીજે ખસેડવામાં આવ્યા હતા.

દરમિયાન NICUમાં એડમિટ ત્રણ પૈકી એક બાળકનું મોત નીપજ્યું છે. લોકોનો આરોપ છે કે ખાનગી હોસ્પિટલની બેદરકારીના કારણે આગની ઘટનામાં બાળકનું મોત નીપજ્યું છે. બીજી તરફ સરકારી હોસ્પિટલમાં જ્યારે બાળકને લઈ ગયા તો ત્યાં પણ બાળકને તાત્કાલિક સારવાર આપવામાં આવી નહોતી, જેના કારણે બાળકનું મોત થયું હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. 

Advertisement

મનમાની કરતા ડોક્ટરને હટાવવાની માગ

ઉલ્લેખનીય છે કે, બાળકનો જીવ બચાવવા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું, પરંતુ તેના મોતનું કારણ હોસ્પિટલની આગની ઘટના બની. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે હોસ્પિટલમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી. પરંતુ, આ આગની ઘટનામાં બાળકના મૃત્યુ બાદ અનેક સવાલ ઊભા થયા છે. હોસ્પિટલમાં ફાયર સેફ્ટીને લઈને પણ સવાલ થઈ રહ્યા છે. બીજી તરફ, સરકારી હોસ્પિટલમાં બાળકને એડમિટ કરવા સામે મનમાની કરતા ડોક્ટરને બદલાવ માટેની માગ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી હતી.  

આ પણ વાંચો:Summer heat alert: થઈ જજો તૈયાર! આ વખતે પડશે આકરી ગરમી, IMD કહી આવી વાત

Advertisement
Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો