Maje garden bhul bhulaiya

SOU open on Christmas: 25 ડિસેમ્બર નાતાલ પર્વે સ્ટેચ્યુ ઓફ યુનિટી મુલાકાતીઓ માટે ખુલ્લુ રાખવામાં આવશે

SOU open on Christmas: 26 ડિસેમ્બર, મંગળવારના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના પ્રવાસીય પ્રકલ્પો પર રજા રહેશે.

વડોદરા, 15 ડિસેમ્બર: SOU open on Christmas: પ્રવાસીઓની લાગણી અને માંગણીને ધ્યાને લઇ 25 ડિસેમ્બરના રોજ એટલે કે સોમવારે નાતાલ પર્વે સ્ટેચ્યુ ઓફ યુનિટી (SoU) મુલાકાતીઓ માટે ખુલ્લું રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેને સંલગ્ન તમામ પર્યટન સ્થળોએ પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવશે.

પ્રવાસીઓની લાગણી અને માંગણીને ધ્યાને લઇને સ્ટેચ્યુ ઓફ યુનિટી તંત્ર દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, SoU ખાતે દર સોમવારે સાપ્તાહિક મરામત કાર્ય હાથ ધરાય છે, જેથી તે દિવસે પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવતો નથી. પરંતુ, 25 ડિસેમ્બરના રોજ સોમવારના દિવસે પ્રવાસીઓની માંગણી ને ધ્યાને લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સંલગ્ન તમામ પ્રોજેક્ટ પ્રવાસીઓ માટે ખુલ્લા રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Artificial status: શું દેખાવો કરવા માટે ખર્ચો કરવો જરુરી છે?

આગામી 25 ડિસેમ્બર, સોમવારના રોજ સાપ્તાહિક અવકાશને મોકૂફ રાખીને પ્રવાસીઓને પ્રવેશ આપવાનો નિર્ણય SOUADTGA તરફથી લેવામાં આવ્યો છે. તેના બદલે 26 ડિસેમ્બર, મંગળવારનાં રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સંલગ્ન પ્રવાસીય પ્રોજેકટ પર જાહેર રજા રહેશે. આ વખતે લોકોને શનિ, રવિની સાથે સોમવારે પણ નાતાલ પર્વે 3 દિવસની લાંબી વિકેન્ડ રજા મળતી હોવાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી, તેને સંલગ્ન અન્ય પ્રોજેક્ટો, નર્મદા ડેમ સહિતના આકર્ષણો નિહાળવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડવાની ધારણા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમા, સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ તે દેશ-દુનિયામાં પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બની છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી વ્યુઇંગ ગેલેરીમાંથી નર્મદા નદી પરનો સરદાર સરોવર ડેમ જોવાનો આનંદ પ્રવાસીઓ ખૂબ માણે છે. દિવસેને દિવસે પ્રતિમા જોવા માટે હજારોની સંખ્યામાં પ્રવાસીઓ એકતા નગર ખાતે આવી રહ્યા છે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો