Banner Puja Patel

Artificial status: શું દેખાવો કરવા માટે ખર્ચો કરવો જરુરી છે?

Artificial status: લગ્નોમાં શું દેખાડો કરવો જરૂરી છે?

Artificial status: હેલ્લો મિત્રો! આજે હું આવી છું આપના બધાં ની વચ્ચે એક સામાન્ય ટોપિક લઇને કે જે આપણે રોજેરોજ જોઇએ જ છીએ અને સાથે સાથે અનુભવીએ પણ છીએ! આજનાં ટોપિકનું શીર્ષક છે: ” શું દેખાવો કરવા માટે ખર્ચો કરવો જરુરી છે?”
આજ કાલ લગ્નોનો માહોલ ચાલી રહ્યો છે. આપણાં નજીકનાં સગા અથવા મિત્રો પાસેથી આ જ જાણવા મળશે કે તેમને આજે સાંજે કોઈ લગ્નમાં જવાનું છે! અને એ લગ્ન જોઈને કશુંક અવલોકન કરશે કે, ભવિષ્યમાં આપણે ત્યાં કોઈ પ્રસંગ હોય તો એ કેવી રીતે ધામધૂમથી ઉજવી શકાય?
લગ્નોમાં શું દેખાડો કરવો જરૂરી છે? આપણાં પરિવારનાં લોકોને સમાજમાં રહેવું છે એટલે નીચે મુજબના કારણોસર એમને લગ્નો ધામધૂમથી કરાવવા પડે છે;

  • આપણાં પરિવારનાં પહેલાં લગ્ન છે એટલે ધામધૂમથી ઉજવણી કરવી જ જોઈએ!
  • આપણાં પરિવારમાં આ રીતે જ લગ્નો થયાં છે તો પરંપરા તો નિભાવવી જ રહી!
  • આપણે પણ લગ્નોમાં વહેવાર કરેલ છે તો આપણે પણ હવે વહેવાર મેળવીએ ને!
  • ભલે વિદેશ વસવાટ કરે, લગ્ન તો સ્વદેશમાં જ થશે!
  • આપણાં પરિવારનાં આ એકમાત્રછે, એટલે એ પ્રસંગ તો સરસ રીતે પૂરો કરવો છે!

લોકોએ (ચાહે મિત્રો કહો કે સગાવહાલા) ખર્ચો કર્યો હતો એટલે આપણે પણ કરવો જ પડે! આપણે સમાજમાં રહીએ છીએ, ખર્ચો નહીં કરીએ તો લોકો શું કહેશે? સમાજ શું કહેશે?

આપણી શુંઆબરૂ રહેશે? હવે એ લોકોએ ખર્ચો કર્યો તો શું આપણે પણ કરવાનો? એ લોકો આજે કાર ખરીદે તો આપણે પણ ખરીદવાની? તેને તો આંધળું અનુકરણ કહેવાય ને?

ઉપરાંત આ જ દેખાદેખીમાં લોકો ઉધારી કરીને પણ પ્રસંગ પાર પડતાં હોય છે! પછી ઉધારી અને વ્યાજ ભરવામાં જ જીવનનાં અમુક વર્ષો વિતી જતાં હોય છે. સામે ચાલીને કોણ મુશ્કેલીને નોતરે? પણ એ જ પૈસા આપણાં પરિવાર માટે સાચવી રાખીએ તો? ભવિષ્યમાં ક્યારેય જરૂર પડે તો કોઈની પાસે હાથ ન લંબાવવો પડે ને? એ જ પૈસા નવપરિણીત યુગલનાં બેંક એકાઉન્ટમાં ડિપોઝિટ કરી દઈશું તો એ જ લોકોને કામ લાગી શકે ને! અને એટલો જ સક્ષમ હોય આખો પરિવાર તો લગ્ન પ્રસંગ સાદી રીતે જેમ કે આર્ય સમાજમાં અથવા તો કોર્ટમાં લગ્નનો પ્રસંગ પતાવી દે તો પણ એ લગ્ન તો માન્ય જ ગણાશે ને? મારી ભાવના અહીં પ્રસંગના ઉત્સાહને ભંગ કરવાની નથી; મહેંદી, હલ્દીનાં પ્રોગ્રામ તો ઘરને સજાવીને પણ પૂરાં પાડી શકાય છે. અને જો પૈસા હોય આપણી પાસે તો કયાંક જોવાલાયક સ્થળોએ ફરવા ન જઈ શકાય? વાપરવા જ છે તો પોતાનાં પરિવાર માટે જ ન વાપરી શકાય?સાચવેલ મૂડી હંમેશા કામમાં આવે, આવે ને આવે જ!
મારાં આ લેખ થકી હું એ કહેવા માંગુ છું કે લોકોને બતાવવા માટે ખર્ચો કરવો જરુરી નથી! પૈસાનું પાણી કરવું એનાં કરતાં પૈસાની બચત કરવી શું ખોટી? આજે તમે જે સમાજ અને લોકો માટે ખર્ચો કરો છો તેની ગેરંટી નથી કે કાલે તમારી મુસીબતનાં સમયે તે તમારી સાથે ઊભા હશે! લોકો તમારાં કરેલ ખર્ચા, સજાવટ, પાર્ટી પ્લોટનાં બુકિંગ, વર કન્યાની એન્ટ્રી, ખાણી પીણીની માત્ર ચાર દિવસ વાત કરશે પછી ભૂલી જશે! તો એ લોકો માટે ખર્ચો કરવો શું ખરેખર વ્યાજબી છે?તમારી મૂડીને લોકો માટે, દેખાડો કરવા માટે ન વાપરો! ✍🏻આ સાથે, હું મારી કલમને વિરામ આપું છું, મળીશ હું નવા ટોપિક અને નવાં લેખ સાથે ખૂબ જ જલ્દી! પૂજા અનિલકુમાર પટેલ (ચીકી)

Yuvadhan: યુવાધન !: નિલેશ ધોળકિયા

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *