coronavirus testing

State government orders: કોરોના સહાય માત્ર 10 દિવસમાં ચૂકવવા રાજ્ય સરકારનો આદેશ- વાંચો વિગત

State government orders: મહેસુલ વિભાગ દ્વારા રાજ્યના તમામ કલેક્ટરો સહિત સબંધિત સરકારી વિભાગોને આપવામાં આવેલા આદેશમાં એસડીઆરએફ (સ્ટેટ ડિઝસ્ટર રિસ્પોન્સ ફંડ)માંથી સહાય આપવાનું ઠરાવ્યું

ગાંધીનગર, 26 નવેમ્બરઃ State government orders: ગુજરાત સરકારે ગુરુવારે મોડી રાત્રે આદેશ જારી કરીને કોરોનાને કારણે મૃત્યુ પામેલાઓના વારસદારને અરજીના માત્ર 10 દિવસમાં જ સહાયની ચૂકવણી કરી દેવાની સૂચના આપી હતી. મહેસુલ વિભાગ દ્વારા રાજ્યના તમામ કલેક્ટરો સહિત સબંધિત સરકારી વિભાગોને આપવામાં આવેલા આદેશમાં એસડીઆરએફ (સ્ટેટ ડિઝસ્ટર રિસ્પોન્સ ફંડ)માંથી સહાય આપવાનું ઠરાવ્યું છે.

આદેશની સાથે એક ફોર્મ પણ ઇસ્યુ કરવામાં આવ્યું હતું. આ ફોર્મમાં માગવામાં આવેલી વિગતો મેળવીને માત્ર 10 દિવસમાં સહાયની ચૂકવણી કરવા જણાવાયું હતું. આ તરફ ગાંધીનગર શહેરી વિસ્તારના કુલ 61 કોરોના સહાય લાભાર્થીઓના નામની યાદી પણ જાહેર કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ Exercise benefits: અભ્યાસ અનુસાર, એક્સરસાઇઝ ફક્ત શારીરિક નહીં, પણ માનસિક સ્વાસ્થ્ય માટે પણ હોઈ શકે!

Advertisement

ઉલ્લખનીય છે કે સુપ્રીમકોર્ટે અગાઉ કોરોના સહાયની પ્રક્રિયાને જટિલ બનાવવા મુદ્દે ગુજરાત સરકારની ઝાટકણી કાઢી હતી. રાજ્ય સરકાર દ્વારા સહાય માટેની અરજીઓની ચકાસણી માટે સ્ક્રૂટિની કમિટિની રચના કરવામાં આવી હતી. આ મુદ્દે સુપ્રીમકોર્ટે રાજ્ય સરકારનો ઉધડો લીધો હતો.

એ પછી રાજ્ય સરકારે સ્ક્રૂટિની કમિટિની રચનાનો આદેશ રદ કર્યો હતો. સહાય માટે જારી કરવામાં આવેલા નવા ફોર્મમાં અરજદારના નામ, મોબાઇલ નંબર, આધાર નંબર, કોરોના મૃતક સાથેના સંબંધ તથા એકથી વધુ વારસદારના કિસ્સામાં અન્ય વારસદારની સંમતિની એફિડેવિટ તથા બેન્ક ખાતાની વિગતો માગવામાં આવી છે.

Whatsapp Join Banner Guj

Advertisement