kirtidan gadhvi

Suvali Beach Festival: બે દિવસીય સુવાલી બીચ ફેસ્ટિવલનો રંગારંગ પ્રારંભ; કીર્તિદાન ગઢવીએ બોલાવી રમઝટ

Suvali Beach Festival: કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશના હસ્તે બીચ ફેસ્ટિવલનો પ્રારંભ

દોરડા ખેંચ, ઊંટ તથા ઘોડેસવારી, કમાન્ડો નેટ, બીમ બેલેન્સિંગ સહિત દેશી અને પરંપરાગત રમતો યોજાશે

  • Suvali Beach Festival: ખાણીપીણીના સ્ટોલ્સમાં સખીમંડળની બહેનોની મિલેટ્સની વાનગીઓ આકર્ષણનું કેન્દ્ર
  • વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઇ પટેલ, શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાની પ્રેરક ઉપસ્થિતિ

સુરત, 24 ફેબ્રુઆરી: Suvali Beach Festival: દરિયાકિનારાના પ્રવાસન સ્થળો, વિવિધ બીચને ઉજાગર કરવા અને પ્રવાસનને પ્રોત્સાહન આપવાના હેતુ સાથે ગુજરાત પ્રવાસન નિગમ અને સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તા.૨૪ અને ૨૫મી ફેબ્રુઆરીના રોજ આયોજિત બે દિવસીય સુવાલી બીચ ફેસ્ટિવલને કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશના હસ્તે ખૂલ્લો મૂકાયો હતો.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશે જણાવ્યું કે, આપણું રાજ્ય કુદરતી સંપદાઓથી ભરેલું છે. ગુજરાત પાસે સૌથી લાંબો ૧૬૦૦ કિલોમીટર દરિયાકાંઠો છે. વર્તમાન સમયમાં આ દરિયાકિનારાને રમણીય પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવા માટે રાજ્ય સરકાર કાર્યરત છે, જે સરાહનીય છે.

Suvali Beach Festival

કેન્દ્રીય મંત્રીએ ઉમેર્યું કે, વર્ષોથી આ વિસ્તારના લોકોની રજૂઆતોને ધ્યાને લઈને રાજ્ય સરકારે કરોડોના ખર્ચે સુવાલી બીચને પ્રવાસન ધામ તરીકે વિકસાવવાનું બીડું ઝડપ્યું છે, જે અભિનંદનને પાત્ર છે. સુરત સહિત સ્થાનિક લોકો માટે રોજગારીનું આગવું કેન્દ્ર તેમજ હરવા ફરવાના શોખીનોને વધુ એક પ્રવાસન સ્થળ તરીકે સુવાલી બીચ લોકપ્રિય બની રહ્યો છે.

આ પ્રસંગે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા પ્રવાસનને વેગ આપવા માટે અનેકવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. (Suvali Beach Festival) સુવાલીના દરિયાકિનારે લોકો આવીને સૌદર્યનો લહાવો લઈ શકે તે માટેની ખૂટતી સુવિધાઓ ઉભી કરવામાં આવશે. જેમાં આવનારા દિવસોમાં સુવાલીમાં વન વિભાગ દ્વારા નગરવન, સુડા દ્વારા રૂ.૧૦ કરોડના ખર્ચે એડવેન્ચર પાર્ક નિર્માણ પામશે.

મંત્રીએ કહ્યું કે, સુવાલીમાં રાજ્યના ૧૪ જિલ્લાના આદિવાસીઓ પોતાની હસ્તકલા, ગૃહ ઉદ્યોગની ચીજવસ્તુઓ વેચીને આજીવિકા મેળવી શકે એ માટે ૪૫ સ્ટોલ્સ ઉભા કરી તેમને વિનામૂલ્યે ફાળવવામાં આવશે. આ બીચના સ્થળે અકસ્માતોનું પ્રમાણ ઘટે તે માટે સહેલાણીઓ દરિયામાં ન્હાવા ન જવા અને જોખમ ન ખેડવા તેમજ જરૂરી સાવધાની કેળવવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.

5 Miraculous Hanuman Temple: આ છે ભારતના 5 હનુમાનજીના પ્રસિદ્ધ મંદિર, જ્યાં આજે પણ થાય છે ચમત્કાર

આ પ્રસંગે ચોર્યાસીના ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈએ જણાવ્યું કે, શહેરની વસ્તી અને તેમની પ્રવાસન સુવિધાઓ વધે એ બાબતને ધ્યાને લઈને સુવાલી બીચના વિકાસ માટે રાજય સરકારે રૂ.૪૮ કરોડની માતબર ફાળવણી કરી છે. બીચ સુધી આવવા માટે ૧૦ મીટર પહોળા રસ્તાનું નિર્માણ તથા અડાજણથી દૈનિક ધોરણે બસની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. રૂ.૨.૨૦ કરોડના ખર્ચે સરકીટ હાઉસ પણ મંજૂર થઈ ચુકયું છે. બીચનો વિકાસ થવાથી આસપાસના ગામોના લોકો માટે રોજગારીનું સર્જન થશે.

દેસાઈએ ઉમેર્યું કે, સુવાલી બીચનો પ્રવાસન સ્થળ તરીકે વિકાસ થાય, દરિયાકાંઠાના પ્રવાસનને પ્રોત્સાહન મળે તથા પ્રવાસી/સહેલાણીઓ મોટી સંખ્યામાં દરિયા કિનારાની મોજ માણે, વેચાણ સ્ટોલ ધારકોને તથા સ્થાનિકોને રોજી રોટી મળી રહે તે માટે રાજ્ય સરકાર તથા જિલ્લા/તાલુકા વહીવટી તંત્રએ બીચ ફેસ્ટિવલનું આયોજન કર્યું છે.

પ્રથમ દિવસે જ હજારો લોકો સુવાલી બીચ ફેસ્ટિવલને(Suvali Beach Festival) માણવા ઉમટી પડ્યા હતા.

નોંધનીય છે કે, સુરત નજીક આવેલો સુવાલી બીચ એ કુદરતી સૌંદર્ય, સાંસ્કૃતિક સમૃદ્ધિ અને વિવિધતાથી ભરેલો બીચ છે. અહીંની સ્વચ્છતા ઉડીને આંખે વળગે એવી છે. સુવાલીમાં આપણને મિની ગોવાની ઝલક મળે છે.

આ પ્રસંગે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ, શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા, સાંસદ પ્રભુભાઈ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિની પટેલ, ધારાસભ્ય મનુ પટેલ, મેયર દક્ષેશ માવાણી, જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધી, જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ, સુમુલ ડેરીના ચેરમેન માનસિંહ પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એમ.બી.પ્રજાપતિ, અધિક પોલીસ કમિશનર કે.એન.ડામોર, તા. પંચાયત પ્રમુખ તૃપ્તિબેન પટેલ,જિલ્લા સંગઠનના પ્રમુખ ભરત રાઠોડ, મામલતદાર નીરવ પરિતોષ, મનપા, જિલ્લા વહીવટી તંત્ર અને પ્રવાસનના અધિકારીઓ અને ગ્રામજનો, મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સુવાલી બીચ ફેસ્ટીવલમાં (Suvali Beach Festival) ખાણી પીણી, એડવેન્ચર અને દરિયાકિનારાનો આહલાદક આનંદ

સુવાલી બીચ ફેસ્ટીવલમાં (Suvali Beach Festival) પ્રવાસીઓને આકર્ષવા માટે બીચ સ્પોર્ટ્સ પ્રવૃતિઓમાં બીચ વોલી બોલ, દોરડા ખેંચ, ઊટ તથા ઘોડા સવારી, કમાન્ડો નેટ, બીમ બેલેન્સિંગ, બર્મા બ્રિજ, રોપ ક્લાઈમ્બિંગ, ટાયર ક્લાઈમ્બિંગ, દિવસ દરમિયાન મહેંદી, સંગીત, નૃત્ય, ચિત્રકળા, અન્ય પ્રવૃતિઓ- માટી કળા, બાળકો માટે રમતો તથા ફૂડ કોર્ટ, ક્રાફ્ટ સ્ટોલ્સ, ફોટો કોર્નર પણ છે.
સાહસના શોખીનો માટે અહીં એડવેન્ચર્સ સ્પોર્ટ્સ છે, તો ભાતીગળ વસ્તુઓના ચાહકો માટે હસ્તકલાની વસ્તુઓના સ્ટોલ્સ પણ છે. બાળકોના મનોરંજન માટે પણ અહીં સરસ મજાનું આયોજન છે. એકંદરે આ સમગ્ર ફેસ્ટિવલ આબાલ-વૃદ્ધ સૌને ગમી જાય તેવો અવસર સુરતીઓને પ્રાપ્ત થયો છે.

પ્રખ્યાત લોકગાયક કીર્તિદાન ગઢવીએ લોકડાયરામાં લોકસંગીતની રમઝટ બોલાવી. બીચ ફેસ્ટિવલમાં સંધ્યા સમયે પ્રખ્યાત લોકગાયક કીર્તિદાન ગઢવીએ લોકડાયરામાં લોકસંગીતની રમઝટ બોલાવી શ્રોતાઓને ડોલાવ્યાં હતા. લોકડાયરામાં સંગીત વૃંદના સંગીતના તાલે સુરતીઓ થીરકયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *