Triple Accident in Ambaji

Triple Accident in Ambaji: અંબાજીમાં શીતળામાતા ની ઘાટીમાં સર્જાયો ટ્રિપલ અકસ્માત, વાંચો વિગતે…

Triple Accident in Ambaji: ટ્રક, એસટી બસ અને બોલેરો અથડાતા એક સાથે અકસ્માત

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા

અંબાજી, 27 એપ્રિલઃ Triple Accident in Ambaji: અંબાજીમાં આજે મોટો સડક હાદસો થયો છે. હકીકતમાં અહીં, શીતળામાતા ની ઘાટી માં ટ્રિપલ અકસ્માત સર્જાયો છે. કહેવામાં આવી રહ્યો છે કે ટ્રક, એસટી બસ અને બોલેરો એક સાથે અથડાતા હાદસો થયો છે.

મળેલી માહિતી મુજબ, આબુરોડથી અંબાજી તરફ આવતી જોધપુર અંબાજી એસટી બસ ને ટ્રક અથડાતા સર્જાયો અક્સ્માત. બસ ની પાછળ બોલેરો જીપ પણ અથડાતા બોલેરો જીપ ખાડા માં ખાબકી છે. આ હાદસમાં 3 મુસાફરોને ઇજા થઈ છે.

ઘાયલોને 108 એમ્બ્યુલન્સ મારફતે અંબાજી ની જનરલ હોસ્પિટલ માં ખસેડાયા છે. રાહતની વાત એ છે કે કોઈ જાન હાનિ ના સમાચાર નથી. આ દરમિયાન રસ્તા બ્લોક થતા લામ્બો ટ્રાફિક જામ થયો. વારંવાર આ રસ્તે સર્જાતા અકસ્માતો ને લઇ ચાર માર્ગીય રસ્તો કરવાની જરૂરિયાત.

આ પણ વાંચો… Operation Kaveri: ઓપરેશન ‘કાવેરી’ હેઠળ સૂડાનથી ભારતીયોની ઘર વાપસી…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો