Shailesh Lodha reacts on Social Media

Shailesh Lodha reacts on Social Media: નિર્માતા આસિત મોદીના નિવેદન પર એક્ટર શૈલેષ લોઢાએ સો-મીડિયા પર આપી આવી પ્રતિક્રિયા

Shailesh Lodha reacts on Social Media: આસિત કુમારના આ નિવેદન પછી શૈલેષ લોઢાએ કોઈ પ્રતિક્રિયા નથી આપી પરંતુ તેમણે ઈન્સ્ટા પોસ્ટ પર હાલમાં જ પોતાના મનની વાત વ્યક્ત કરી

મનોરંજન ડેસ્ક, 10 ઓગષ્ટઃ Shailesh Lodha reacts on Social Media: છેલ્લા કેટલાય સમયથી જાણીતા ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા પોતાની સ્ટારકાસ્ટના કારણે હાલના દિવસોમાં ચર્ચામાં છે. તારક મહેતા શોના કલાકારોની એન્ટ્રી એક્ઝિટના સમાચાર સોશિયલ મીડિયા પર છવાયેલા રહે છે. તેમાં નવું નામ શૈલેષ લોઢાનું છે. અટકળો છે કે, તેમણે શો છોડી દીધો છે. રવિવારે પ્રોડ્યુસર આસિત કુમાર મોદીએ શૈલેષ લોઢાને લઈને પ્રતિક્રિયા આપી હતી. 

મીડિયા રિપોર્ટ મુજબ આસિત કુમાર મોદીએ કહ્યું હતું કે, શોમાં નવા તારક મહેતા તો આવશે, જૂના આવશે તો વધારે મજા આવશે. શો બંધ થશે નહીં. આસિત કુમારના આ નિવેદન પછી શૈલેષ લોઢાએ કોઈ પ્રતિક્રિયા નથી આપી પરંતુ તેમણે ઈન્સ્ટા પોસ્ટ પર હાલમાં જ પોતાના મનની વાત વ્યક્ત કરી છે. હવે શૈલેષની આ પોસ્ટ તારક મહેતાના પ્રોડ્યુસર આસિત કુમાર મોદીના રિએક્શનનો જવાબ છે અથવા બીજું કઈ એ તો એક્ટરને જ ખબર હશે. 

આ પણ વાંચોઃ Gobar dhan yojana: રાજ્ય સરકાર સાથે સહભાગી થયેલા સહકારી ડેરી સંઘોને પ્રથમ હપ્તા પેટે કુલ 1 કરોડ રૂપિયાની રકમના ચેક વિતરણ કર્યા

1660039788 11508

એક્ટર શૈલેષ લોઢાએ ઈન્સ્ટા સ્ટોરી પર પોતાનો ફોટો શેર કરી લખ્યું- ‘તેરે મેરે રિશ્તે કા યહી હિસાબ રહા, મૈં દિલ હી દિલ રહા તૂ દિમાગ રહા’. શૈલેષની શૈલી. શૈલેષ લોઢાની આ પોસ્ટ ફેન્સની વચ્ચે વાયરલ થઈ રહી છે. શૈલેષના ફેન્સ ઈચ્છે કે તેઓ ફરીથી તારક મહેતામાં પાછા આવી જાય. મેકર્સની સાથે તેમનો જે પણ વિવાદ હોય છે તેનો નિવેડો લાવે. આમ તો ફેન્સને એ વાતની ખાતરી છે કે શૈલેષ ટીવી સ્ક્રિનથી ગાયબ નથી થયા. તેઓ તારક મહેતામાં જાેવા નથી મળતા તો શું થયું, પોતાના નવા શો વાહ ભાઈ વાહમાં ફેન્સને એન્ટરટેન કરે છે.

તારક મહેતાના પ્રોડ્યુસર આસિત કુમાર મોદીએ જણાવ્યું હતું કે, તેઓ બધાને સાથે જોડીને રાખવામાં વિશ્વાસ રાખે છે, પરંતુ શું કરવું જો કોઈ આવવા જ ન માગતું હોય તો. લોકોનું પેટ ભરાઈ ગયું છે તેઓ ઘણું બધું કરી ચૂક્યા છે અને કરવા માગે છે. આસિત મોદીએ કહ્યું કે શો બંધ નહીં થાય. નવા તારક મહેતા જરૂર આવશે, જૂના આવશે તો પણ ખુશી થશે. અમે માત્ર બધાને એન્ટરટેઇન કરવા માગીએ છીએ.

આ પણ વાંચોઃ Jio 5G in 1000 cities: જિયોએ 1000 શહેરોમાં 5G કવરેજનું આયોજન પૂર્ણ કર્યુ- વાંંચો વિગત

Gujarati banner 01