Gobar dhan yojana

Gobar dhan yojana: રાજ્ય સરકાર સાથે સહભાગી થયેલા સહકારી ડેરી સંઘોને પ્રથમ હપ્તા પેટે કુલ 1 કરોડ રૂપિયાની રકમના ચેક વિતરણ કર્યા

Gobar dhan yojana: રાજ્યના 8 જિલ્લામાં 1600 લાભાર્થીઓને આ ગોબર ધન પ્રોજેક્ટ માટે વ્યક્તિ ગત બાયો ગેસ પ્લાન્ટ માટે આ ચાર દૂધ સંઘો સહાય રૂપ થશે

ગાંધીનગર, 10 ઓગષ્ટઃ Gobar dhan yojana: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગોબર ધન યોજના અન્વયે રાજ્ય સરકાર સાથે સહભાગી થયેલા સહકારી ડેરી સંઘોને પ્રથમ હપ્તા પેટે કુલ 1 કરોડ રૂપિયાની રકમના ચેક વિતરણ કર્યા હતા. આ સહકારી દૂધ સંઘોમાં અમૂલ,સાબર,બનાસ અને દૂધ સાગર ડેરીઓનો સમાવેશ થાય છે

આ સહકારી દૂધ સંઘો પોતાના સભાસદોને વ્યક્તિગત બાયો ગેસ પ્લાન્ટ બનાવવા માટે લાભાર્થી દીઠ 25000 રૂપિયાની સહાય આ ભંડોળમાંથી આપે છે અને લાભાર્થીઓને 5000 રૂપિયાનું યોગદાન આપવાનું રહે છે.


આ દૂધ ઉત્પાદક સહકારી સંઘો દ્વારા 200 સભાસદોના ક્લસ્ટર બનાવી ગોબર ધન પ્રોજેક્ટ અંતર્ગત વ્યક્તિગત બાયો ગેસ પ્લાન્ટ સ્થાપવામાં આવે છે. એન.ડી.ડી.બી દ્વારા આવો ગોબર ધન પ્રોજેક્ટ કાર્યરત કરવામાં આવેલો છે તેના લાભાર્થીઓએ પોતાના ફાળાના લોક ફાળો રૂપે 5000 રૂપિયા ના ચેક પ્રતિક રૂપે એન.ડી.ડી.બી ને આપ્યા હતા.
આ પણ વાંચોઃ Jio 5G in 1000 cities: જિયોએ 1000 શહેરોમાં 5G કવરેજનું આયોજન પૂર્ણ કર્યુ- વાંંચો વિગત

આ ગોબર ધન પ્રોજેક્ટ ભારત સરકારના સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અન્વયે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સહયોગથી કાર્યરત કરવામા આવેલો છે. રાજ્યના 8 જિલ્લામાં 1600 લાભાર્થીઓને આ ગોબર ધન પ્રોજેક્ટ માટે વ્યક્તિ ગત બાયો ગેસ પ્લાન્ટ માટે આ ચાર દૂધ સંઘો સહાય રૂપ થશે.


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુખ્ય સહકારી દૂધ ઉત્પાદક સંઘો સાબર ડેરી,અમૂલ ડેરી, બનાસ ડેરી અને દૂધ સાગર ડેરીઓ ના ચેરમેન,વાઈસ ચેરમેન અને પદાધિકારીઓને આ ચેક અર્પણ કર્યા હતા. આ પ્રસંગે ગ્રામ વિકાસ મંત્રીઅર્જુન સિંહ,રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજા,મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી,ગ્રામ વિકાસ અગ્ર સચિવ શ્રીમતી સોનલ મિશ્રા અને મુખ્ય અમલીકરણ એજન્સીઓના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ આ સાથે બી.બી.ઇ.એલ ના ભરત પટેલને પણ આ પ્રોજેક્ટ અન્વયે 62.50 લાખનો ચેક અર્પણ કર્યો હતો.

આ પણ વાંચોઃ World lion day: આજે વિશ્વ સિંહ દિવસ, મુખ્યમંત્રીએ કહ્યું- આ અવસર ગૌરવની લાગણીનો દિવસ

Gujarati banner 01