Sardarnagar Police Station

Written Complaint Against Sardarnagar PI: વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો અન્ય જગ્યાએ અને આરોપીની ધરપકડ કરી બહારથી, વાંચો સંપૂર્ણ મામલો…

Written Complaint Against Sardarnagar PI: સરદારનગર પી.આઇ. અને પોલીસ કરીઓ સામે સી.પી.માં કરાઈ લેખિત ફરિયાદ

અમદાવાદ, 26 સપ્ટેમ્બરઃ Written Complaint Against Sardarnagar PI: શહેરનું સરદારનગર પોલીસ મથક છેલ્લા ઘણા વર્ષોથી ચર્ચામાં રહ્યું છે. આ મલાઈદાર પોલીસ મથકમાં લાસ વેગાસ ની જેમ રાઉન્ડ ધી કલોક દેશી-વિદેશી દારૂ અને જુગારધામ પોલીસની દયા રહેમ હેઠળ ધમધમતા હોઈ છે. ત્યારે નવા આવેલા બે પી.આઇ.ઓ બૂટલેગરો ઉપર ઘોસ જમવા જતા આસમાન સે ટપકા ખજૂર પે અટકા જેવી સ્થિતિ સર્જાઇ છે.

તાજેતરમાં સરદારનગર પોલીસ મથકના પી.આઇ. (પી.વી.પટેલ), સેકંડ પી.આઇ. (એસ.બી.ચોધરી), પી.એસ.આઇ (બી.કે.ચોધરી) અને રઘુ વિઠલભાઈએ ગઈ તા.22મી સપ્ટેમ્બરે કુબેરનગર પોસ્ટ ઓફિસ સામે આવેલા મકાનમાં રેડ કરતા ઘરમાંથી 114400નો વિદેશી દારૂનો જથ્થો પકડી લીધો હતો ત્યારે ઘરે કોઈ હાજર ન હોવાથી આ ઘરમાં લગાવેલા સી.સી.ટીવી કેમેરાની સી.ડી. આર.પોલીસ કાઢી લઇ ગઈ હતી. આ ઘર બુટલેગર શોભના બેનનો હતો.

ત્યારબાદ બે કલાક બાદ શોભનાબેનના અન્ય ઘરે જે દારૂ પકડાયો તેનાથી 3 થી 4 કિલોમીટર દૂર છે. ત્યાં પોલીસે સર્ચ કરતા કઈ નહીં મળી આવતા એક 20 વર્ષીય યુવકને ઉપાડી ગયા હતા. આ દારૂનો જથ્થો રોનક ઘાસી ઉપર થોપી દીધો હતો. રોનકને પોલીસ લઇ ગઈ ત્યારે ત્યાં પણ સી.સી.ટીવી.કેમેરા હોવાથી પોલીસની થિયરીની પોલ ખુલી ગઈ હતી.

આ મામલે રોનકની માતા ગંગા બેને પોલીસ કમિશ્નરમાં આ પોલીસ અધિકારીઓની સામે લેખિતમાં ફરિયાદ કરી છે, કે પોલીસે દારૂ ક્યાંથી ઝડપાયો અને આરોપીની ધરપકડ ક્યાંથી કરી છે. પોલીસની ફરિયાદ મુજબ આરોપી દારૂ જ્યાંથી પકડાયો ત્યાં ઘરે હાજર હતો. તો જ્યાંથી દારૂ પકડાયો તો તે ઘરના સી.સી.ટી.વી. કેમેરાની સી.ડી. આર.પોલીસ કાઢી કેમ ગઈ ગયા તે એક સવાલ ઊભો કરે છે.

આ પણ વાંચો… Rajkot Division Employees Honoured: રાજકોટ ડિવિઝનના 8 કર્મચારીઓને ડીઆરએમએ કર્યા સન્માનિત

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો