Banner

Young Man Attacked Women: અમદાવાદના સરદારનગરમાં ગ્રીષ્મા કાંડ જેવી ઘટના, વાંચો સમગ્ર મામલો…

Young Man Attacked Women: એક તરફી પ્રેમમાં પાગલ યુવકે પરણિતાના ગળા પર છરીના ઘા ઝીંકી હુમલો કર્યો

અમદાવાદ, 18 મેઃ Young Man Attacked Women: સુરતની ચર્ચાસ્પદ ગ્રીષ્માકાંડ જેવી એક ઘટના અમદાવાદમાં સામે આવી છે. શહેરના સરદારનગર વિસ્તારમાં પ્રેમમાં પાગલ એક યુવકે પરિણીતાના ગળા પર છરીના ઘા ઝીંકી હુમલો કર્યો છે. આ હુમલામાં પરિણીતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે. તેની સારવાર ચાલી રહી છે. મળતી પ્રાથમિક માહિતી અનુસાર પરિણીતા તેના પતિથી થોડા સમયથી અલગ પોતાના પિયરમાં રહેતી હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી અનુસાર, અમદાવાદના સરદારનગરમાં પરિણીતા પર એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ છરી વડે હુમલો કર્યો હતો. જે બાદ રાહદારીઓના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. પરિણીતા ગળા પર ગંભીર ઈજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ અંગેની જાણ થતાં જ પોલીસની ટીમ હોસ્પિટલ ખાતે દોડી આવી છે.

પોલીસે સમગ્ર મામલે તપાસ કરતા યુવતી તેના પતિથી થોડા સમયથી અલગ પોતાના પિયરમાં રહેતી હોવાનું જાણવા મળ્યુ હતુ. જે દરમિયાન તેની આ યુવક સાથે ઓળખાણ થઇ હતી. પરિવારે પોલીસને જણાવ્યું કે, આરોપી પરિણીતા સાથે લગ્ન કરવા માંગતો હતો. પરિણીતાના પરિવારે લગ્નનો કરવા ઈન્કાર કરતા આરોપીએ હુમલો કર્યો છે. પોલીસે પીડિતાના પરિવારની ફરિયાદના આધારે હુમલાખોરને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

નોંધનીય છે કે શહેરમાં આ પહેલા પણ આવી એક ઘટના સામે આવી હતી. વાડજ વિસ્તારમાં પરિવાર સાથે રહેતી સગીરા 12 એપ્રિલે સાંજે શાકભાજી લેવા માટે ઘરેથી નીકળી હતી. આ દરમિયાન 35 વર્ષીય યુવકે તેનો પીછો કરીને તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો હતો. જેમા સગીરાને ગંભીર ઈજા થતા તેને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

આ પણ વાંચો… Change in Modi cabinet: મોદી કેબિનેટમાં મોટો ફેરફાર, કિરેન રિજિજુને મળ્યું આ મંત્રાલય

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો