DGP football tournament

DGP Cup Football Tournament: ડીજીપી કપ ફૂટબોલ ટુર્નામેન્ટ-2023; આર્મ્ડ યુનિટની ટીમ બની વિજેતા

DGP Cup Football Tournament: આર્મ્ડ યુનિટ અને વડોદરા રેન્જ વચ્ચે ફાઈનલ મેચ રમાઈ – આર્મ્ડ યુનિટની ટીમ વિજેતા બની

  • DGP Cup Football Tournament: ડીવાયએસપી એલ.ડી. રાઠોડ, ડીવાયએસપી પી.પી.વ્યાસ તેમજ ડીવાયએસપી વિજયસિંહ પરમારના હસ્તે વિજેતા ટીમ આર્મ્ડ યુનિટને ટ્રોફી એનાયત કરાઈ
  • અમદાવાદ ખાતે સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ ( SRPF) ગ્રુપ ૨ દ્વારા ‘DGP કપ ફૂટબોલ ટુર્નામેન્ટ-૨૦૨૩’નું આયોજન SRPF ગ્રુપ-૨ના ફુટબોલ ગ્રાઉન્ડમાં કરવામાં આવ્યું હતું.

અમદાવાદ, 28 નવેમ્બર: DGP Cup Football Tournament: ‘DGP કપ ફૂટબોલ ટુર્નામેન્ટ-૨૦૨૩’માં (DGP Cup Football Tournament) આર્મ્ડ યુનિટ અને વડોદરા રેન્જ વચ્ચે ફાઈનલ મેચ રમાઈ હતી, જેમાં આર્મ્ડ યુનિટની ટીમ વિજેતા બની હતી. DGP કપ ફૂટબોલ ટુર્નામેન્ટ-૨૦૨૩ની વાત કરતા ડીવાયએસપી એલ.ડી. રાઠોડે જણાવ્યું હતું કે, ડીજીપીના માર્ગદર્શનમાં દર વર્ષે DGP કપ ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. આ ડીજીપી કપ ફૂટબોલ ટુર્નામેન્ટ -૨૦૨૩નો પ્રારંભ ૨૬ નવેમ્બરના રોજ થયો હતો અને ૨૮ નવેમ્બરના રોજ આ ટુર્નામેન્ટનું સમાપન થયું હતું.

આ ટુર્નામેન્ટમાં (DGP Cup Football Tournament) કુલ છ ટીમોએ ભાગ લીધો હતો. જેમાં અમદાવાદ શહેર, અમદાવાદ રેન્જ, રાજકોટ શહેર, વડોદરા રેન્જ, ભાવનગર રેન્જ અને આર્મ્ડ યુનિટનો સમાવેશ થાય છે. આ ટુર્નામેન્ટના પ્રારંભે એટલે કે ૨૬ નવેમ્બરના રોજ કુલ ચાર ટીમો વચ્ચે મેચ રમાઈ હતી. ત્યારબાદ ૨૭ નવેમ્બરે બે ટીમો વચ્ચે અને ત્યારબાદ બે સેમી ફાઇનલ મેચ રમાઈ હતી. ૨૮ નવેમ્બરે આર્મ્ડ યુનિટ અને વડોદરા રેન્જ વચ્ચે ફાઈનલ મેચ રમાઈ હતી, જેમાં આર્મ્ડ યુનિટની ટીમ વિજેતા બની હતી.

CM Japan Tour Meetings: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જાપાનની વિવિધ કંપનીઓના પદાધિકારીઓ સાથે વન-ટુ-વન બેઠક

ડીવાયએસપી એલ.ડી. રાઠોડ, ડીવાયએસપી પી.પી.વ્યાસ તેમજ ડીવાયએસપી વિજયસિંહ પરમારના હસ્તે વિજેતા ટીમ આર્મ્ડ યુનિટને ટ્રોફી એનાયત કરાઈ હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ ગ્રુપ ૨ના સેનાપતિ મંજીતા વણઝારા અને ડીવાયએસપી એલ.ડી. રાઠોડના નેતૃત્વમાં આ સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો