Fifa world cup winner 2022

FIFA world cup final 2022: આર્જેન્ટિનાએ 36 વર્ષ પછી જીત્યો વર્લ્ડ કપ…

FIFA world cup final 2022: ફાઇનલમાં આર્જેન્ટિનાએ ફ્રાંસને પેનલ્ટી શૂટઆઉટમાં 4-2થી હરાવ્યું

સ્પોર્ટ્સ ડેસ્ક, 19 ડિસેમ્બર: FIFA world cup final 2022: કતારમાં ફિફા વિશ્વકપના ફાઇનલમાં આર્જેન્ટિનાની શાનદાર જીત થઈ છે. ફાઇનલમાં આર્જેન્ટિનાએ ફ્રાંસને પેનલ્ટી શૂટઆઉટમાં 4-2થી હરાવ્યું. તે 36 વર્ષ બાદ વર્લ્ડ કપ જીતવામાં સફળ રહ્યો છે. તેણે 1978 અને 1986 બાદ હવે ત્રીજી વખત આ ખિતાબ જીત્યો છે.

ફ્રાન્સ સતત વિશ્વકપ જીતનો ઇતિહાસ ન દોહરાવી શકી. અગાઉ 2006માં પણ ફાઇનલમાં પેનલ્ટી શૂટઆઉટમાં ફ્રાન્સ હાર્યું હતું. રોમાંચક મુકાબલા સાથે ફિફા વિશ્વકપની આ વર્ષે પૂર્ણાહુતિ થઈ છે. અત્યાર સુધી વિશ્વકપની ફાઇનલમાં ૩ વખત પેન્લટી શૂટઆઉટની સ્થિતિ આવી છે.

આર્જેન્ટિના માટે છેલ્લો વર્લ્ડ કપ રમી રહેલા લિયોનેલ મેસ્સીએ પોતાની વર્લ્ડ કપ કારકિર્દીનો શાનદાર રીતે અંત કર્યો છે. નિયમિત સમયમાં સ્કોર 2-2 અને વધારાના સમયમાં 3-3ની બરાબરી પર રહ્યો હતો. આ પછી પેનલ્ટી શૂટ-આઉટમાં આર્જેન્ટિનાએ શાનદાર પ્રદર્શન કરીને મેચ જીતી લીધી હતી.

આ પણ વાંચો: Successful lung transplant in East African woman: ગુજરાતના બ્રેઈનડેડ દર્દીના ફેફસાનું ઈસ્ટ આફ્રિકાના સેશલ્સની મહિલામાં સફળતાપૂર્વક પ્રત્યારોપણ

Gujarati banner 01