146973441 1834700243365841 6392991770396285073 n 2

Gambling company buys team in ipl: આગામી સીઝનમાં 8ની જગ્યાએ 10 ટીમો ભાગ લેશે, પૂર્વ IPL કમિશનર લલિત મોદીનો સ્ફોટક આરોપ- વાંચો વિગત

Gambling company buys team in ipl: લખનૌની ટીમને આરપી-સંજીવ ગોએન્કા ગ્રુપે 7090 કરોડ રૂપિયામાં અને સીવીસી કેપિટલ પાર્ટનર્સે અમદાવાદની ટીમને 5625 કરોડ રૂપિયામાં ખરીદી

મુંબઇ, 27 ઓક્ટોબરઃGambling company buys team in ipl: આઈપીએલની આગામી સીઝનમાં 8ની જગ્યાએ 10 ટીમો ભાગ લેશે. સોમવારે દુબઈમાં નવી બે ટીમોની હરાજી થઈ હતી. જેમાં લખનૌની ટીમને આરપી-સંજીવ ગોએન્કા ગ્રુપે 7090 કરોડ રૂપિયામાં અને સીવીસી કેપિટલ પાર્ટનર્સે અમદાવાદની ટીમને 5625 કરોડ રૂપિયામાં ખરીદી છે.

જોકે આ સમગ્ર પ્રક્રિયા પર આઈપીએલના પૂર્વ કમિશનર લલિત મોદીએ સવાલો ઉભા કરીને મોટો આક્ષેપ કર્યો છે કે, ભારતના ક્રિકેટ બોર્ડે સટ્ટો રમાડતી કંપનીને ટીમ ખરીદવા માટે મંજૂરી આપી દીધી છે.

લલિત મોદીએ સોશિયલ મીડિયા પર કહ્યુ હતુ કે, મને તો લાગે છે કે, સટ્ટો રમાડતી કંપનીઓ પણ હવે ટીમ ખરીદી શકે છે. કદાચ આ કોઈ નવો નિયમ ભારતના ક્રિકેટ બોર્ડે બનાવ્યો છે. કારણકે બોલી લગાવનાર પૈકી એક ક્વોલિફાય થયા છે અને તે સટ્ટો રમાડતી બહુ મોટી કંપનીના માલિક છે. એવુ સમજવુ રહ્યુ કે, ક્રિકેટ બોર્ડે પોતાનુ હોમવર્ક બરાબર કર્યુ નથી. હવે આ મામલામાં એન્ટી કરપ્શન યુનિટ શું કરશે?

આ પણ વાંચોઃ Gujarat Board exam: બોર્ડની પરીક્ષાને લઇ આ બાબતે સ્પષ્ટતા કરવા શિક્ષક સંઘની માંગ, ગુજરાત બોર્ડ પણ 30 ટકા કોર્સ ઘટાડે તેવી શક્યતા

લલિત મોદીએ બીજા ટ્વિટમાં કહ્યુ હતુ કે, બેટિંગ કંપનીઓ પણ એક ટીમની માલિક બની શકે છે અને તેનાથી આગળ કશું બચતુ નથી.

કદાચ મોદી જે કંપનીનો ઉલ્લેખ કરી રહ્યા છે તે સીવીસી કેપિટલ હોઈ શકે છે. કારણકે મીડિયા રિપોર્ટસ પ્રમાણે આ કંપનીએ બેટિંગ કંપનીઓમાં મોટા પાયે રોકાણ કર્યુ છે. આ સ્થિતિ ક્રિકેટ બોર્ડ માટે આગામી દિવસોમાં મુશ્કેલી ઉભી કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે, આઈપીએલની શરૂઆત પાછળનુ મુખ્ય ભેજુ લલિત મોદી ગણાય છે. તેઓ પહેલા આઈપીએલ કમિશનર બન્યા હતા પણ 2010માં મની લોન્ડરીંગ અને કરપ્શનના આરોપો બાદ તેમણે દેશ છોડી દીધો હતો. 

Whatsapp Join Banner Guj