plastic clean india

Clean India: ‘ક્લીન ઈન્ડિયા’ અભિયાન અંતર્ગત જાગૃત્ત યુવાનો, સરકારી અને બિનસરકારી વિભાગોના કર્મચારીઓએ ૧૧,૦૦૦ કિ.ગ્રા. સિંગલ યુઝ પ્લાસ્ટિક એકત્ર કર્યું

Clean India: ‘ક્લીન ઈન્ડિયા’ અભિયાન અંતર્ગત ૧૦,૦૦૦ થી વધુ જાગૃત્ત યુવાનો, સરકારી અને બિનસરકારી વિભાગોના કર્મચારીઓએ ૧૧,૦૦૦ કિ.ગ્રા. સિંગલ યુઝ પ્લાસ્ટિક એકત્ર કર્યું

અહેવાલ: પરેશ ટાપણીયા
સુરત, ૨૭ ઓક્ટોબર:
Clean India: દેશની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે “આઝાદી કા અમૃત્ત મહોત્સવ’ની ઉજવણીના ભાગરૂપે ઓકટોબર માસ દરમિયાન સુરત જિલ્લા વહીવટીતંત્ર અને નહેરૂ યુવા કેન્દ્ર, સુરતના સંયુક્ત ઉપક્રમે ‘ક્લીન ઈન્ડિયા’ અભિયાન યોજાઈ રહ્યું છે. જેમાં શહેર-જિલ્લાના જાગૃત્ત યુવાનો તેમજ તમામ સરકારી અને બિનસરકારી વિભાગોના કર્મચારીઓ સહિત કુલ ૧૦,૦૦૦ થી વધુ સ્વચ્છતાદૂતોએ ૧૧,૦૦૦ કિલોગ્રામ સિંગલ યુઝ પ્લાસ્ટિક એકત્ર કર્યું હતું.

આ પણ વાંચો…Festival ST Bus Service: દિવાળીના તહેવારો અને વેકેશનમાં મોટી સંખ્યામાં મુસાફરો ધાર્મિક અને પ્રવાસન સ્થળોએ ઉમટી પાડવાની શક્યતાઓ

આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં (Clean India) જિલ્લાની રમતગમત કચેરી, શિક્ષણ કચેરી, પોલીસ કમિશનર કચેરી, જિલ્લા હોમ ગાર્ડ, સુરત રેલવે વિભાગ, માહિતી વિભાગ, જિલ્લા પંચાયત, તાલુકા વિકાસ અધિકારીની કચેરી, નગરપાલિકા, વનવિભાગ, મીડિયા વિભાગ, BSNL, પોસ્ટઓફિસ, ONGC, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, ઔદ્યોગિક સલામતી સમિતિ, આરોગ્ય વિભાગ, લાયન્સ કલબ, આર્ટ ઓફ લિવીંગ, જિલ્લા સહકારી મંડળી, સખી મંડળો, આશ્રમ શાળા વગેરે વિભાગોના કર્મચારીઓ અને અન્ય સ્વયંસેવકોએ ભાગ લીધો હતો. સમગ્ર અભિયાનનું સંચાલન જિલ્લા કલેકટર આયુષ ઓક તથા જિલ્લા યુવા અધિકારી સચિન શર્મા દ્વારા કરવામાં આવ્યું હતું.

Whatsapp Join Banner Guj