3c7a3c8e ae55 4d9a 80f3 724228e35a8c

Gujarat has increased the sports budget: 20 વર્ષોમાં ગુજરાતે ઊભું કર્યું વિશ્વ સ્તરીય સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આજે રાજ્યએ સ્પોર્ટ્સ બજેટમાં કર્યો વધારો

Gujarat has increased the sports budget: ખેલ મહાકુંભ બન્યો એશિયાનો સૌથી મોટો ગ્રાસરૂટ ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન અને ડેવલપમેન્ટ પ્રોગ્રામ

• 36મી નેશનલ ગેમ્સમાં રેકોર્ડ સ્તરે 20,000 ખેલાડી, કોચ અને આધિકારિક સેવાદળની સાથે 36 સ્પોર્ટ્સ ડિસિપ્લિન્સનું થઈ રહ્યું છે આયોજન

ગાંધીનગર, 2 ઓક્ટોબર: Gujarat has increased the sports budget: દેશમાં 36મી નેશનલ ગેમ્સની શરૂઆત થઈ ચૂકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 29 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના અમદાવાદ સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી 36મી નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કર્યું. ગુજરાતના ઇતિહાસમાં એવું પહેલીવાર થયું છે કે રમત-ગમત ક્ષેત્રે આટલા મોટા પાયે કોઈ આયોજન કરવામાં આવી રહ્યું હોય. સામાન્ય રીતે આવા મોટા પાયે સ્પોર્ટ્સના આયોજનોની તૈયારી માટે લગભગ 1થી 3 વર્ષનો સમય લેવામાં આવે છે, પરંતુ રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારે 3 મહિનાથી પણ ઓછા સમયમાં નેશનલ ગેમ્સ માટેની તૈયારીઓ કરી છે, જે ખરેખર પ્રશંસનીય છે.

આવો, જાણીએ કે કેવી રીતે ગુજરાતે આ આયોજનની તૈયારીઓ કરી અને કેવી રીતે ગુજરાત રમત-ગમત ક્ષેત્રે વૈશ્વિક કેન્દ્ર બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે.

Advertisement

બહેતર સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે રમત-ગમતના આયોજનો માટેનો રસ્તો સરળ બનાવ્યો

માત્ર 3 મહિનામાં નેશનલ ગેમ્સ જેવા મોટા આયોજનની તૈયારી કરી લેવા પાછળ ગુજરાતમાં ઊભું કરવામાં આવેલું વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જવાબદાર છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં વિવિધ વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભા કરવામાં આવ્યા છે. આંકડાઓ જોઇએ તો 2002 પહેલા સમગ્ર ગુજરાતમાં ફક્ત 3 સ્પોર્ટ્સ સેન્ટર હતા, જ્યારે આજે 2022માં ગુજરાતના 19 જિલ્લાઓમાં મલ્ટીપર્પઝ ઇન્ડોર હોલ અને આઉટડોર સ્પોર્ટ્સ માટે અનેક સરકારી પરિસર ઉપલબ્ધ છે.

Advertisement

36મી નેશનલ ગેમ્સ રાજ્યના 6 શહેરોમાં આયોજિત થવાની છે અને આ તમામ 6 શહેરોમાં ઉત્તમ સ્પોર્ટ્સ સુવિધાઓ પહેલેથી જ ઉપલબ્ધ હોવાને કારણે રાજ્ય સરકારે આટલા ઓછા સમયમાં આટલા મોટા આયોજનને સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. ખાસ કરીને અમદાવાદના નારણપુરા વિસ્તારમાં સ્થિત સ્પોર્ટ્સ સંકુલ ઓલિમ્પિક કક્ષાનું છે, અને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે. ગુજરાત સરકારનું લક્ષ્યાંક છે કે આગામી સમયમાં રાજ્યના દરેક જિલ્લામાં એક સ્પોર્ટ્સ સંકુલ ઉપલબ્ધ કરાવશે.

આ ઉપરાંત, ગુજરાત સરકારે રમતગમતના કોચ અને ખેલાડીઓને રમતગમતના ક્ષેત્રમાં તેમના પ્રદર્શનને વધુ સારું બનાવવા માટે વૈજ્ઞાનિક જ્ઞાન આપવાના ઉદ્દેશ્ય સાથે 2011માં સ્પોર્ટ્સ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી. છેલ્લા અઢી વર્ષની વાત કરીએ તો સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં 3500થી વધુ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. આ યુનિવર્સિટી સાથે 14થી વધુ ઇન્સ્ટિટ્યૂટ્સ સંકળાયેલી છે.

રમત-ગમતના ક્ષેત્રે રાજ્યના બજેટની વાત કરીએ તો 2002માં રાજ્યનું સ્પોર્ટ્સ બજેટ માત્ર ₹2.5 કરોડ હતું, જે હવે વધીને ₹250 કરોડ સુધી પહોંચી ગયું છે. આ ઉપરાંત, રાજ્ય સરકારની શક્તિદૂત યોજના અને ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ યોજનાએ પણ રાજ્યમાં ખેલ સંસ્કૃતિને પ્રોત્સાહન આપવામાં અને તેનો વિસ્તાર કરવામાં ખૂબ જ મદદ કરી છે.

Advertisement

આ પણ વાંચોઃ Wind energy pioneer Tulsi Tantu passes away: દેશમાં સૌથી પહેલા પવન ઊર્જા માટે ચક્કી લાવનાર સુઝલોનના ચેરમેન તુલસી તંતીનું નિધન

ખેલ મહાકુંભે દેશને આપ્યા ઘણા રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ

ગુજરાતમાં રમત-ગમતને ગ્રાઉન્ડ લેવલે પ્રોત્સાહિત કરવા અને ગુજરાતી સમુદાયના ખેલ પ્રત્યેના અભિગમમાં પરિવર્તન લાવવાના વિચાર સાથે, તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સરકારે વર્ષ 2010માં ખેલ મહાકુંભની શરૂઆત કરી હતી. છેલ્લા 12 વર્ષોમાં ખેલ મહાકુંભે રાજ્યને ઘણા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ આપ્યા છે, જેમાં ટેબલ ટેનિસ ખેલાડી હરમીત દેસાઈ અને ટેનિસ ખેલાડી અંકિતા રૈના, તૈરાક માના પટેલ, દોડવીર સરિતા ગાયકવાડ અને તાજેતરમાં જ ટોકિયો પેરાલિમ્પિક્સમાં ટેબલ ટેનિસમાં સિલ્વર મેડલ જીતનારી ભાવિના પટેલનો સમાવેશ થાય છે.

Advertisement

રાજ્ય સરકારના આ સ્પોર્ટ્સ આયોજનની સફળતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે હાલમાં ખેલ મહાકુંભ એ એશિયાનો સૌથી મોટો ગ્રાસરૂટ ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન અને ડેવલપમેન્ટ પ્રોગ્રામ છે. ખેલ મહાકુંભના 11મા સંસ્કરણમાં 41 લાખ ખેલાડીઓએ હિસ્સો લીધો હતો, જે 2010માં 13 લાખ પ્રતિસ્પર્ધીઓની સરખામણીએ એક વિક્રમી સંખ્યા છે. ખેલ મહાકુંભના વિજેતા ખેલાડીઓને પ્રોત્સાહન સ્વરૂપે રાજ્ય સરકાર આર્થિક પુરસ્કાર પણ આપે છે.

આ ઉપરાંત, રાજ્ય સરકારની શક્તિદૂત યોજના એ રાજ્યના પ્રતિભાશાળી ખેલાડીઓને પોતાની પ્રતિભા નિખારવા માટે મંચ પૂરું પાડ્યું છે. આ યોજના રાજ્યના ખેલાડીઓને નાણાકીય સહાય અને તાલીમ ઉપલબ્ધ કરાવે છે. ગુજરાતના લગભગ 64 એવા ખેલાડીઓ છે જેઓ રાજ્યની આ યોજનાનો લાભ લઇને રમવા માટે રાષ્ટ્રીય સ્તર સુધી પહોંચ્યા છે.

ગુજરાતની નવી સ્પોર્ટ્સ પોલિસી રાજ્યને બનાવશે વિશ્વ સ્તરીય સ્પોર્ટ્સ સેન્ટર

Advertisement

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે રાજ્યમાં રમત-ગમત ક્ષેત્રને એક નવી દિશા આપવા માટે થોડા મહિનાઓ પહેલા જ નવી ગુજરાત સ્પોર્ટ્સ પોલિસી 2022 જાહેર કરી છે. આ નવી પોલિસી એક જીવંત ખેલ સંસ્કૃતિ બનાવવાની વાત કરે છે અને રાષ્ટ્રીય / આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરવા માટે પ્રોત્સાહિત કરે છે. ગુજરાત સરકારની નવી સ્પોર્ટ્સ પોલિસી રાજ્યમાં રમત-ગમત ક્ષેત્રે હાઇ પરફોર્મન્સ સેન્ટર, સ્પોર્ટ્સ એક્સેલન્સ સેન્ટર, પ્રત્યેક જિલ્લામાં જિલ્લા સ્પોર્ટ્સ સંકુલ, રમત-ગમત માટેની કોલેજો અને સ્કૂલનું નિર્માણ વગેરે પર પણ વિશેષ ભાર મૂકે છે, જેથી રમતવીરોને તેમની સ્પોર્ટ્સ જર્નીમાં સહાયતા મળી શકે.

આ નવી નીતિ ભારતના પ્રથમ પેરા-એથ્લેટ કેન્દ્રિત હાઇ પરફોર્મન્સ સેન્ટરની સ્થાપના કરવામાં, એક્સેસ વધારવા માટે રમત-ગમતના સ્થળો પર ઈન્ફ્રાસ્ટ્રક્ચરને અપગ્રેડ કરવામાં અને ખાસ કરીને પેરા અને સ્પેશિયલ એથલીટ્સ માટે પ્રતિભા ઓળખ કાર્યક્રમો આયોજિત કરવામાં મદદરૂપ થશે.

36મી નેશનલ ગેમ્સમાં રેકોર્ડ લેવલે ભાર લઇ રહ્યા છે ખેલાડીઓ

Advertisement

લગભગ 20,000 ખેલાડીઓ, કોચ અને આધિકારિક સેવાદળોની સાથે 36 સ્પોર્ટ્સ ડિસિપ્લિન્સ 36મી નેશનલ ગેમ્સમાં ભાગ લઈ રહ્યા છે. આ નેશનલ ગેમ્સના કોઈપણ સંસ્કરણમાં સ્પોર્ટ્સ વિષયોની સૌથી મોટી સંખ્યા છે. આ રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં યોગાસન, માલખામ, કબડ્ડી, તરણકળા, બેડમિન્ટન, વોલીબોલ, બાસ્કેટબોલ, હોકી, ગોલ્ફ, કાયાકિંગ, ટ્રાયથલોન વગેરે સહિત સ્વદેશી અને આધુનિક બંને પ્રકારના સ્પોર્ટ્સ સામેલ છે.

ગુજરાત, હરિયાણા, મહારાષ્ટ્ર, કર્ણાટક અને પંજાબ જેવા રાજ્યોમાં સૌથી મોટી ટીમ છે, જેમાં પ્રત્યેક ટીમમાં લગભગ 400થી 650 ખેલાડીઓ સ્ટેડિયમ અને મેદાનમાં પોતાનું પ્રદર્શન કરી રહ્યા છે. આ સમગ્ર સ્પર્ધા દરમિયાન 7000થી વધુ રમતવીરો 36 રમતોમાં 381થી વધુ સ્પર્ધાઓમાં પ્રતિસ્પર્ધા કરશે અને લગભગ 1100થી વધુ મેડલ હાંસલ કરશે.

આ પણ વાંચોઃ Gandhinagar Culture Forum: વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુએ ચણીયાચોળી પહેરીને ગરબા કર્યા, તલવારબાજીમાં ચેમ્પિયન ભવાનીદેવી પણ ગરબામાં જોડાયા- જુઓ તસ્વીરો

Advertisement
Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.

Copyright © 2022 Desh Ki Aawaz. All rights reserved.