Gujarat Titans Out

Gujarat Titans Out: કોલકાતા નાઇટ રાઈડર્સ સામે ગુજરાત ટાઈટન્સની IPL 2024ની સફર ઘરઆંગણે જ સમાપ્ત થઈ

Gujarat Titans Out: ગુજરાતની છેલ્લી 4માં પહોંચવાની તકો પહેલાથી જ ઘણી ઓછી હતી પરંતુ તેની છેલ્લી 2 મેચમાં મોટી જીત સાથે તે આમ કરવાની આશા રાખી

whatsapp banner

સ્પોર્ટ્સ ડેસ્ક, 14 મેઃ Gujarat Titans Out: IPL 2024માં ગત સિઝનની રનર-અપ ગુજરાત ટાઈટન્સની સફર પૂરી થઈ ગઈ છે. અમદાવાદમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની તેમની ‘કરો યા મરો’ મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. આ સાથે જ ગુજરાત ટાઈટન્સની પ્લેઓફમાં પહોંચવાની આશા સદંતર નાશ પામી હતી. ગુજરાતની છેલ્લી 4માં પહોંચવાની તકો પહેલાથી જ ઘણી ઓછી હતી પરંતુ તેની છેલ્લી 2 મેચમાં મોટી જીત સાથે તે આમ કરવાની આશા રાખી શકતું હતું પરંતુ તેની આશા ઘરઆંગણે જ વરસાદને કારણે ઠગારી નીવડી હતી.

આ પણ વાંચો:- Vastu Tips: આ દિશામાં માટલુ મુકવાથી થઇ જશો માલામાલ, જાણો શું કહે છે વાસ્તુ શાસ્ત્ર?

અમદાવાદમાં યોજાનારી આ મેચ બંને ટીમો માટે અલગ-અલગ કારણોસર મહત્વની હતી. ગુજરાત માટે, તે પ્લેઓફમાં બન્યા રહેવા માટેની અંતિમ તક હતી, જ્યારે કોલકાતા માટે પોઈન્ટ ટેબલમાં પ્રથમ અથવા બીજું સ્થાન મેળવવા માટે વિજય જરૂરી હતો. ગુજરાતની આશા ઠગારી નીવડી પરંતુ કોલકાતાએ ચોક્કસપણે તેનો ઉદ્દેશ્ય સિદ્ધ કર્યો.

buyer ads

આ મેચ પહેલા ગુજરાતના 12 મેચમાં 10 પોઈન્ટ હતા પરંતુ તેમનો નેટ રન રેટ ખૂબ જ ખરાબ હતો. આવી સ્થિતિમાં તેને બાકીની બે મેચમાં મોટી જીતની જરૂર હતી. પરંતુ સાંજે અચાનક શરૂ થયેલા વરસાદે મજા બગાડી દીધી હતી. એકવાર વરસાદ શરૂ થયો, તે અટક્યો નહીં અને અંતે 10.35 વાગ્યે બંને કેપ્ટનની સાથે અમ્પાયરોએ મેચ રદ કરવાનો નિર્ણય લીધો.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો